SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બીજો અર્થ તીતિ અને પરથી જેની મદદ વડે સંસાર-સાગર તરી જવાય છે. આ અર્થને અનુમોદન પતાં આચાર્યશ્રી આનંદશંકર બા. ધ્રુવ કહે છે : ' તીર્થ એટલે ઓવારો, આરો, નદી કોડ ઊતરવાનું ઠેકાણું - પવિત્ર સ્થાન, જ્યાં રહીને આ સંસાર રૂપી નદીને પાર ઊતરી શકાય છે. જૈન શાસન (શાસ્ત્ર) એ સંસાર રૂપી નદીને પાર કરવાનો - ઊતરવાનો આરો છે અને એ બાંધનારા તીર્થકર કહેવાય છે.”૨ જૈન પરંપરામાં જુદાં જુદાં કાલચક્રમાં અનેક તીર્થંકરો થયા હોવાની માન્યતા છે. ચાલુ કાલચક્રના અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થયા છે, પરંતુ એ પૈકી પ્રથમ તીર્થંકર ઋષભનાથ (આદિનાથ), સોળમા તીર્થંકર શાંતિનાથ, બાવીસમા તીર્થંકર નેમિનાથ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ અને ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી - એ પાંચની ઉપાસના જૈન પરંપરામાં વધારે પ્રચલિત છે. ચોવીસ તીર્થકરોની યક્ષિણીઓ શાસનદેવીઓ તરીકે પણ પ્રસિદ્ધ છે. જૈન મૂર્તિવિધાનના આચારદિનકર' નામના ગ્રંથમાં જૈનદેવીઓના ત્રણ પ્રકાર બતાવવામાં આવેલા છે : (૧) પ્રાસાદ દેવીઓ, (૨) સંપ્રદાય દેવીઓ અને (૩) કુલદેવીઓ. તીર્થો, ધર્મક્ષેત્રો, પીઠસ્થાનો, પ્રાસાદો અને ભૂમિમાંથી સ્વયંભૂ નીકળેલી અથવા સ્થાપિત કરેલી દેવીઓ પ્રાસાદદેવી તરીકે ઓળખાય ઉપાસના માટે જેમની મંત્રદીક્ષા આપેલી છે તેવી અંબા, સરસ્વતી, ત્રિપુરા, તારા ઈત્યાદિ સંપ્રદાય દેવીઓ તરીકે ઓળખાય છે. જૈનોના કુટુંબમાં-કુળમાં પ્રત્યેકની કુલદેવી હોય છે, જે ગોત્રદેવી તરીકે પણ ઓળખાય છે. આવી કુલદેવીઓ ચંડી, કથ્વરી, બાઘરાજી, સરીસત્યકા, સુશમના ઈત્યાદિ મુખ્ય છે. આ ઉપકાંત જૈનતંત્રની સાધના માટે કાલી, મહાકાલી. જવાલામુખી, કામાખ્યા. કપાલિની, ભદ્રકાલી, દુર્ગા, લલિતા, મંગલા, સુલકતા, ત્રિપુરા, કુરકુલ્લા, ચંદાવતી ઈત્યાદિ મુખ્ય છે.શાસનાદેવીઓ ઉપરાંત જૈન પરંપરામાં વિદ્યાદેવીઓ પણ માનભર્યું સ્થાન ધરાવે છે. આ બધી દેવીઓ પ્રત્યેક વિદ્યાની અધિષ્ઠાત્રિ દેવી તરીકે પૂજાય છે. આ વિદ્યાદેવીઓમાં રોહીણી, સરસ્વતી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, મહાવજંકુશા, અપ્રતિચક્રા, પુરષદત્તા, કાલિકા, મહાકાલિકા, ગૌરી, ગાંધારી, જવાલામાતૃકા, માનવી, વૈરાયા, માનસી, મહામાનસી, ઈત્યાદિ મુખ્ય છે. આ પૈકીની કેટલીક વિદ્યાદેવીઓ યક્ષિણી-શાસનદેવી તરીકે પણ પ્રતિષ્ઠા પામેલી છે. જૈન પરંપરામાં તીર્થકરોની માતાની પણ આદરપૂર્વક ઉપાસના કરવામાં આવે છે, જેમાં મરુદેવી, વિજયા, સેનાસિદ્ધાર્થા, સુમંગલા, સુશીમા, પૃથિવી, લક્ષ્મણા, શ્યામા, નંદા, જયા, રામ, સુયશા, સુવ્રતા, અચિરા, શ્રી, પ્રભાવતી, પદ્મા, વિપ્રો, શીલા, વામા અને ત્રિશલા મુખ્ય છે. જૈન પરંપરામાં અનેક દેવીઓનાં કલાત્મક શિલ્પો પત્થરમાં, ધાતુમાં અને કાષ્ઠમાં કંડારાયેલાં જોવા મળે છે, જે જૈન મંદિરોમાં, દેશનાં અને પરદેશનાં સંગ્રહાલયોમાં પણ જોવા મળે છે. આ બધી દેવીઓનું વર્ણન અહીં કરવું શકય નથી, પરંતુ તે પૈકી સરસ્વતી, ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતીની નોંધપાત્ર મૂર્તિઓનું વર્ણન કરીશ. - સરસ્વતીની સૌથી પ્રાચીન પત્થરની મૂર્તિ મથુરા નજીક કંકાલી ટીલામાંથી પ્રાપ્ત થઈ છે, જે આજે લખનૌના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ મૂર્તિના એક હાથમાં પોથી અને બીજા હાથમાં વરદ માળા છે. મૂર્તિની નીચે સંસ્કૃતમાં અભિલેખ કોતરેલો છે, જે કુષાણ-કાલનો એટલે કે ઈસ્વીસનની બીજી સદીનો છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે ગોવ નામના એક વેપારીએ આ દેવીમૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. સરસ્વતીની આરસની કલાત્મક મૂર્તિ બ્રિટિશ સંગ્રહાલય-લંડનમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે, જેનો સમય આશરે બારમો સૈકો મનાય છે. આ મૂર્તિ પૂર્ણ વિકસિત કમળ પર ત્રિભંગ મુદ્રામાં ઊભેલી છે. જેના જમણા બે હાથ ખંડિત છે અને ડાબા બે હાથમાં અનુક્રમે અક્ષમાલા અને પોથી જોવા મળે છે. દેવીના મસ્તક ઉપર કરેડ મુગટ તેના ઉપર તીર્થકર પદ્મપ્રભુની પ્રતિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy