SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] યત્ર-તંત્ર-સર્વત્ર પદ્માવતી-પદ્માવતી (જૈન પરંપરામાં શકિત-ઉપાસના) ઝૂડૉ. ચીનુભાઈ નાયક ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં પ્રસંગોપાત જેમની આધ્યાત્મિક લેખમાળા નિયમિત રીતે પ્રગટ થતી રહી છે તે ડૉ. શ્રી ચિનુભાઈ નાયક જેવા સિદ્ધહસ્ત લેખકની કલમે લખાયેલ આ લેખમાં સર્વત્ર શકિતઉપાસનાનો વિશાળ સંર્દભ સમજાવી નિગ્રંથ-તીર્થંકર વગેરેના અર્થોનું અર્થઘટન તટસ્થ રીતે દર્શાવી જૈન પરંપરામાં શિકતઉપાસના પર સુંદર પ્રકાશ પાડયો છે. ડૉ. શ્રી નાયક સાહેબ ગુજરાતની સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિના મોભી અને અમારા સતત માર્ગદર્શક બની રહ્યા છે. સંપાદક ૨૦૫ – દુનિયાના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે શકિતઉપાસના જોવા મળે છે. 'શકિત' શબ્દ સંસ્કૃત ધાતુ શત્ પરથી બન્યો છે, જેનો અર્થ સમગ્ર વિશ્વમાં વ્યાપેલી દિવ્યશકિત થાય છે. મનુષ્યનું ઈષ્ટ કાર્ય સિદ્ધ કરાવી આપે તેવાં સામર્થ્ય અથવા બળને શિત કહેવામાં આવે છે. દુર્ગામહાત્મ્યમાં માર્કેડયેય ઋપિએ શકિતનો મહિમા ભકિતભાવપૂર્વક વર્ણવ્યો છે. તેમણે સમગ્ર ચૈતન્ય અને જડ પદાર્થોમાં શકિતને શાંતિ, પ્રજ્ઞા, બુદ્ધિ, તુષ્ટિ અને માતા સ્વરૂપે વર્ણવી છે. જૈન ધર્મમાં શકિતની ઉપાસના તીર્થંકરોની પરિકર દેવી તરીકે કરવામાં આવે છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી જ્યાં મોટો સમૂહ એકત્ર થતો હોય ત્યાં જતા હતા. પ્રાચીન ભારતમાં યક્ષ-મહોત્સવો થતા હતા અને તેમાં યક્ષ-યક્ષિણીની પૂજા કરવામાં આવતી હતી. મહાવીરસ્વામીના જીવનની આ હકીકત નોંધતાં ડૉ. ઉમાકાન્ત શાહ કહે છે :-"Mahavir stayed yaksa shrines. Naturally he stayed in places where masses used to gather in large number and where he could have the desired type of audience. In other words, he obtained his following not from people who gathered at Vedic sacrifices but from the masses who believed in the worship of Yaksas, Nagas, etc.... It was, therefore, naturel that the essentials of this Yaksa or Naga cults were in corporated in Jain worship."૧ મહાવીરસ્વામીએ દીર્ઘદષ્ટિથી પોતાની વિચારસરણીમાં યક્ષ, યક્ષિણી અને નાગ ઉપાસનાને સમાવી દીધી. Jain Education International આજે આપણે જૈનધર્મ તરીકે ઓળખીએ છીએ તે ધર્મ તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીના સમયમાં 'નિગંઠ' - 'નિથ' તરીકે પ્રસિદ્ધ હતો. નિર્ગથ શબ્દનો એક અર્થ ગ્રંથિવિનાનો એટલે કે સંસારના રાઢેપમાંથી જેની ગ્રંથિ છૂટી ગઈ છે તે' થાય છે. બીજો અર્થ ધર્મનો ઉપદેશ કરનાર થાય છે. જૈન પરંપરામાં જે તીર્થંકરો થાય છે અને જેમણે ઉગ્ર તપ દ્વારા મન, વચન અને કાયા ઉપર સંપૂર્ણ સંયમ કેળવ્યો છે તેમને 'અર્હત' કહીને ઓળખવામાં આવે છે. આ અર્હતો કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. તીર્થંકર એટલે તીર્થને કરનાર, સ્થાપનાર. તીર્થંકરનો એક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy