SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શકિત અને શાતાનો સ્રોત છે. પ્રા. પુરુષોત્તમ ગણેશ માવળંકર ભારતના પ્રબુદ્ધ માનવોમાં જેમની ગણના પ્રથમ પંકિતમાં થાય છે અને આજના ખરડાયેલા રાજકારણમાં જેઓ મુઠી ઊંચેરા માનવી છે તે પ્રા. માવળંકરે જીવનમાં આદર્શ અને આચરણના સમન્વયને સિદ્ધ કરેલ છે, તે પ્રસ્તુત લેખ દર્શાવે છે. માંગણી છે ત્યાં લાગણી નથી. પ્રાર્થના તો આપવાની વસ્તુ છે. વિશ્વના પર્યાવરણમાં શુભ ભાવોની પ્રતિષ્ઠા કરવી અને ઈન્દ્રિયાતીત અવસ્થાનું અનુભાવન કરવાની પ્રેરણા પામવી એનું નામ પ્રાર્થના છે. એક સમર્થ ચિંતકની અનોખી અનુભૂતિ પણ અહીં પામવા મળશે. -- સંપાદક પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માંગણી નહીં, પણ સહજભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! - પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહિ. પ્રાર્થનામાં અંતરની અભિવ્યકિત હોય છે. પ્રભુમાં નહિ માનનાર વ્યકિત પણ પ્રાર્થના કરવાને અધિકારી છે. જન્મથી નહી, જન્મ પહેલાંથી, પ્રભુ-પરાયણતાના ઊછરવાના સંસ્કાર સદ્ભાગ્ય સાંપડ્યા છે, અને એ લ્હાવો આજીવન માણતો રહ્યો છું. ઘરમાં અને કુટુંબમાં ધર્મમય વાતાવરણ હંમેશા એવું રહ્યું છે કે પ્રભુની સંનિધિ સતત છે એવો આછોપાતળો અનુભવ થતો રહ્યો છે. જય જય રઘુવીર સમર્થ ! ' જમવાનું શરૂ કરતાં પહેલાં, નાનાંમોટાં સહુ એકસાથે મોટા અવાજે આ "પ્રાર્થના ગાય. નાનપણથી જ એ રોજ બેવાર કરવાની અને સાંભળવાની અમને સહુને ટેવ. વર્ષો જતાં પાછળથી, 'ઓમ સહનાવવતુ'વાળી જાણીતી પ્રાર્થના પણ અમે ભોજન સમયે ઘણીવાર કરતાં. બે શ્લોકવાળી મરાઠી પ્રાર્થનાને બદલે આ નાનકડો સંસ્કૃત શ્લોક જલદી પૂરો થતો, એટલે અમે નાહીને સંસ્કૃત પ્રાર્થના કરતાં, જેથી જલદી જલદી જમવા મળે ! પૂજ્ય દાદાસાહેબ હોય ત્યારે તો અચૂક રામદાસ સ્વામીની જ પ્રાર્થના થતી; પિતાજીની ગેરહાજરીનો લાભ લઈ અમે બાળકો સંસ્કૃતમાં ટૂંકમાં પતાવતા!દાદાસાહેબને એની ખબર તો પડી જ ગઈ, અને એમણે જ પછી સંસ્કૃત પ્રાર્થના ચાલુ રાખીને અમારો ભાર હળવો કર્યો ! આજે પણ ઘરનાં અમે સહુ આ રીતે મરાઠી કે સંસ્કૃતમાં પ્રાર્થના કરીને જ જમીએ છીએ. થોડાં વર્ષ પહેલાં રાજકોટમાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાંના એક જાહેર સમારંભ માટે હું અતિથિ વકતા તરીકે ગયેલો ત્યારે ત્યાંના પ્રાસાદિક ભોજન પહેલાં બ્રહ્માર્પણ બ્રહ્મહવિરૂનો ગીતાના ચોથા અધ્યાયમાંનો ૨૪મો શ્લોક મેં સાંભળ્યો, અને મને એ ગમ્યો એટલે ઘેર પાછા આવીને થોડો સમય આ પ્રાર્થના પણ ચાલી ! જો કે મારે ઉમેરવું જોઈએ કે રામદાસ સ્વામીના બે શ્લોકો ભોજનારંભે ગાવાનું વધારે ગમે છે અને પ્રસ્તુત પણ વધુ લાગે છે. પ્રારંભમાં જ મેં જણાવ્યું તેમ, પ્રભુ પાસે કશું માગવા માટે પ્રાર્થના કરવાનું વલણ રહ્યું નથી. પ્રભની કપા તો અપાર અને અસીમ છે. એ આપણા પર વરસતી જ રહે છે, પણ એ તરફ મીટ માંડવાં જતાં એ સરકી જાય છે. આપણે આપણું નિયત કાર્ય પ્રામાણિકપણે અને કર્તવ્યબુદ્ધિથી કર્યું જવું, ફળ જ્યારે આવવાનું હોય ત્યારે એની મેળે આવશે જ. પણ એ ન આવે તોયે પુરુષાર્થ કર્યાનો સંતોષ અને આનંદ સ્વયં એક ફળ નથી શું ! વળી, ઈશ્વર પ્રાર્થના અને પ્રભુકૃપાનો અર્થ એ છે કે આપણા દરેકના જીવનમાં જે કાંઈ સારું-નરસું, સુખ-દુઃખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy