SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૯ શાકતસાધનાનું બૌદ્ધતંત્ર- પ્રક્રિયામાંનું નિરૂપણ હિન્દુ તંત્રશાસ્ત્રને અનુસરતું છે, માત્ર દેવતાઓનો નામભેદ છે; પરંતુ વસ્તુના નામભેદથી વસ્તસ્વરૂપ બદલાતું નથી, એ પ્રત્યેક વિવેકીને સરળતાથી સમજાય એમ છે. જૈનધર્મ ઈશ્વરવાદી નથી, પણ તીર્થકરવાદી છે -ગુરુપૂજક છે. તેમના તીર્થસ્થાનોમાં દેવીની મૂર્તિઓનું સ્થાપન ઘણેભાગે જોવામાં આવે છે. ગુજરાતમાં અંબાજી માતાના સ્થાન નજીક જૈનધર્મી વિમળશા શેઠે બંધાવેલ કુંભારિયાના જૈનમંદિરો છે. વિમળશા દેવીભકત હતા અને તેમને માતાજી પ્રસન્ન થવાથી તેમને ઘણું ધન મળ્યું અને તેમાંથી આબુ ઉપરનાં વિશ્વપ્રસિદ્ધ દેલવાડાનાં જૈનમંદિરો બંધાવ્યાં. જૈનશાસન સાથે શાકતમતનો કોઈ સંબંધ ન હોય તો લોકરીતિનું મંતવ્ય જે હજુ સુધી જૈનોમાં પ્રચલિત છે તે ટકે નહીં. જૈનયતિઓ તાંત્રિક ઉપાસના કરનારા હતા એ મુદ્દો વિચારવા જેવો નથી. પણ જૈનશાસનમાંઆ શકિતની તાંત્રિક ભકિત અને ઉપાસના કેવી રીતે પ્રવેશી એ વિચારવા યોગ્ય પ્રશ્ન છે. જૈનશાસનમાં તીર્થકરને લગતા ધ્યાનયોગનું વિધાન છે. તે ધ્યાનના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા મુખ્ય બે વિભાગ છે. તેમાં ધર્મધ્યાનમાં ચાર વિભાગો છે: (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪). રૂપવર્જિત. જૈન ધ્યાનયોગનું નિરૂપણ હેમચંદ્રસૂરિના યોગશાસ્ત્રમાં સારી રીતે કરવામાં આવ્યું છે. પિંડસ્થ ધ્યાનમાં પિડ-દેહમાં ધ્યાનનું આલંબન હોય છે, અને તેમાં પોતાના આત્માને સર્વજ્ઞસમ, કલ્યાણગુણયુકત રૂપે દેહમાં રહેલો માનીને ધ્યાન કરવામાં આવે છે, તેથી આવા ધ્યાનીને મંત્રમંડલની શુદ્ધ શકિતઓ, શાકિની આદિ શદ્ર યોગિનીઓ બાધા કરી શકતી નથી અને હિંસક સ્વભાવવાળા પ્રાણીઓ તેની નજીક આવી ઊભાં હોય તો ખંભિત થઈ જાય છે. પદસ્થ ધ્યાનમાં હિન્દુઓના પર્યક્રવેધની પદ્ધતિ પ્રમાણે વર્ણમયી દેવતાનું ચિંતન હોય છે. આ ધ્યાનયોગની અને મંત્રશાસ્ત્રની સઘળી પદ્ધતિ સમાન જણાય છે, જેમાં વિશુદ્ધચક્રથી મૂળાધાર અને આજ્ઞાચક્રમાં વર્ણમાતૃકાના ન્યાસનું વિધાન કરીને માતૃકાવ્યાનનું વિધાન કરવામાં આવે છે. અહીં ફરક એટલો જ કરવામાં આવ્યો છે કે નાભિસ્થાનમાં પોડશદલમાં સોળ સ્વરમાત્રાઓ, હૃદયસ્થાનમાં ચોવીસ દલમાં મધ્યકર્ણિકા સાથે પચીસ અક્ષરો અને મૂલાધારમાં મટતપ એ વર્ણાષ્ટકગોઠવવાની પદ્ધતિ અપનાવી છે. વળી નાભિજીંદની નીચે અદલ પાની ભાવના બાંધી, તેમાં વર્ણાષ્ટક ગોઠવી દરેક દલના સંધિમાં મર્દન પદ ગોઠવી હ્રસ્વ, દીર્ઘ અને પ્લત ઉચ્ચાર વડે નાભિ, હૃદય, કંઠ વગેરે સ્થાનોને સતેજ કરી સુષમ્યા માર્ગે પોતાના જીવને ઉર્ધ્વગામી કરી, તેના અંતરમાં અંતરાત્માનું શોધન વગેરે દ્વારા અતદેવ સાથેપિંડસ્થ જીવની એકતાના અનુભવનું વિધાન પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત બીજી અનેક મંત્રોની પરંપરા વડે શકિતયુકત આત્મસ્વરૂપની ભાવનાઓનું વિધાન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્રમાં કર્યું છે. આ રીતે પિંડસ્થ અને પદસ્થ ધ્યાનયોગમાં જૈનોએ તંત્રસાધના અને તંત્રશકિતનો તથા અત્ની કે મૂલ વસ્તુની શકિતનો દેવતાભાવે સ્વીકાર કર્યો છે. જૈન કવિઓએ શાકત સંપ્રદાયના સારસ્વત કલ્પને સ્વીકાર્યો છે, અર્થાત્ સરસ્વતીની ઉપાસનાને પ્રત્યક્ષ માન્યતા આપી છે. સરસ્વતીની પૂજા ઉપરાંત જૈનોમાં પ્રત્યેક તીર્થકરની એક એક શાસનદેવી માનવામાં આવી છે. શ્વેતામ્બર મત પ્રમાણે આ ચોવીસ દેવીઓ આ મુજબ છેઃ (૧) ચકેશ્વરી, (૨) અજીતબલા, (૩) દુરિતારી, (૪) કાલીકા, (૫) મહાકાલી, (૬) શ્યામા, (૭) શાન્તા, (૮) જ્વાલા, (૯) સુતારકા, (૧૦) અશોકા, (૧૧) શ્રીવત્સા. (૧૨) ચંડી, (૧૩) વિજયા. (૧૪) અંકશા, (૧૫) પન્નગા, (૧૬) નિર્વાણી, (૧૭) બલા, (૧૮) ધારિણી, (૧૯) ધરણપ્રિયા, (૨૦) નરદત્તા, (૨૧) ગાંધારી, (૨૨) અંબિકા, (૨૩) પદ્માવતી, (૨૪) સિદ્ધાયિકા. આમાં પદ્માવતી એ તીર્થકર ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી છે તે લક્ષમાં રાખવું જોઈએ. સરસ્વતીના સોળ વિદ્યાવ્યુહોમાનવામાં આવ્યા છેઃ (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) કુલિશાંકુશા, (૫) ચકેશ્વરી, (૬) નરદત્તા, (૭) કાલી, () મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) સગ્નમહાજ્વાલા, (૧૨) માનવી, (૧૩) વૈરાંટ્ય, (૧૪) અછુપ્તા (=અય્યતા), (૧૫) માનસી અને (૧૬) મહામાનસિકા. આ રીતે શક્તિની ઉપાસના જૈનોમાં પણ ઈષ્ટ માનવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy