SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી -થી ખ્યાલ આવે છે કે દેવી પદ્માવતી અને તેમના પતિદેવ ધરણેન્દ્રની મદદથી શ્રી ભદ્રબાહુસ્વામીએ એક વ્યંતર દ્વારા શ્રીસંધ ઉપર થઈ રહેલા ઘોર ઉપદ્રવનું નિવારણ કર્યું હતું. | વિક્રમની ૧૧મી સદીમાં શ્રી નવિમલસૂરિએ શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમાં પદ્માવતીને સરસ્વતી, દુર્ગા, તારા, શકિત, અદિત, લક્ષ્મી, કાલી, ત્રિપુર સુંદરી, ભૈરવી, અંબિકા અને કુંડલિની કહીને સંબોધી છે. આ દેવીનું વાહન મુક્ત જાતિનો સર્પ છે, તેથી તેમને કુલ્લુટનાગવાહિની પણ કહે છે. દેવી ત્રણ નેત્રવાળી છે. તેના મસ્તક પર ત્રણ/પાંચ ફેણોનો મુકુટ દર્શાવાય છે. પદ્માવતી દેવીની મૂર્તિ ભારતના અનેક પ્રાચીન જૈન મંદિરમાં બિરાજમાન જોવા મળે છે. ભગવાન પાર્શ્વનાથના લોકપ્રસિદ્ધ પ્રભાવ અને તેમની સાથે સંબંધ ધરાવતાં -ક્ષેત્રોમાં આ દેવીનું યોગદાન ઘણું મહત્ત્વનું રહ્યું છે. છેક ત્રીજી સદીમાં પણ પદ્માવતીદેવીને લગતું સ્તુતિસાહિત્ય જોવા મળે છે. આ પરંપરા સોળમી સદી સુધી જળવાઈ રહી છે. શ્રી ધરણેન્દ્રનાગરાજ અને શ્રી પદ્માવતી દેવીની ભકિત કરનારનાં સર્વ મનોરથો પૂરાં થાય છે. હકારમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતીદેવી રહેલાં છે. આ સંબંધમાં મંત્રરાજ રહસ્ય’ કહે છે કે, 'વર્ણની અંતે રહેલો 'હ' એ પાર્શ્વ જિન છે. કલા એ નાગની ફણા છે. બિંદુ અને નાદ એ નાગના મસ્તકે રહેલા મણિ છે. '૨' એ નાગ (ધરણેન્દ્ર) છે. અને '' એ પદ્માવતી દેવી છે. તેની વચ્ચે ૐકારમાં અરિહંતની જે આકૃતિ છે તેને સૂરિમે સમજવાનો છે. કેટલાક સ્થળે શ્રી પદ્માવતીદેવીને હ્રીંકાર કહી છે, એટલે કે ડ્રીંકાર એ પદ્માવતી દેવીનું અક્ષર સ્વરૂપ છે. તેથી હૂકારની ઉપાસના કરતા શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થાય છે. જો કે હ્રીંકારની ઉપાસના કરતા સર્વ દૈવીતત્ત્વોની ઉપાસના થઈ શકે છે. આ દેવીની આરાધના માટે અનેક જાતના કલ્પો, સ્તોત્રો, સ્તુતિઓની રચના થયેલી છે. તે જ રીતે અનેક યંત્રો-મંત્રો પણ અસ્તિત્વમાં આવેલાં છે. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની અનન્ય સેવિકા, પોતાના શબ્દાયમાન ધનુષ્યના ટંકાર વડે ઘોર ઉપસર્ગોને દૂર કરનારી વજમણિનું છત્ર ધારણ કરનારી ભંગી-કાલી-કરાલી વગેરેનાં પરિવારવાળી અને ચંડી-ચામુંડા-નિત્યા નામવાળી, હૂ મંત્રસ્વરૂપિણી, સર્વભયોને હરનારી, સર્ષોથી બંધાયેલ જટાજૂટવાળી, દિવ્યકુંડળોને ધારણ કરનારી, દેવવધૂઓ વડે પૂજાયેલી, ત્રિનેત્રયુકત, પકોણવાળા ચક્રની મધ્યમાં પ્રણામ કરનારાઓને ઈચ્છિત વર આપનારી, ભીષણ સંગ્રામમાં આપનારી, ગૌરી-ગાંધારી-ધૃતિ-મતિ વગેરે દેવીઓ વડે પૂજન પામનારી, દરિદ્રતા-ઉપદ્રવો-રોગ-શોકને હણનારી, વિવિધ ધર્મોમાં વિવિધ નામે ઓળખાતી, સરસ્વતી સ્વરૂપે સર્વ વિદ્યાઓને આપનારી તેમજ લક્ષ્મી રૂપે વિપુલ સંપત્તિની વર્ષા કરનારી છે. અને જેને પુષ્પ ખૂબ પ્રિય છે, જેને પદ્મ પર આરૂઢ થવાનો અનુરાગ છે, જે કરેણમાં ગુપ્ત રીતે વસે છે, માંત્રિકો-તાંત્રિકો અને યોગીઓ જેનું ધ્યાન ધરે છે એવી પદ્માવતીદેવી નાગરાજ ધરણેન્દ્રની પ્રિયતમા અત્યંત લોકપ્રિય છે. જ્યાં જ્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો હોય છે ત્યાં ત્યાં સ્થાન પામનારી આ દેવીનાં પ્રતીકો પરથી સ્પષ્ટ થાય છે કે કમળ એ પવિત્રતા અને ભકિતનો સંકેત છે. તે દેવી તમામ વિદ્ગોને નાગપાશની જેમ પકડી લેનારી છે. આરાધના કરનારને ઉત્તમ વરદાન આપનારી છે. સર્વ શત્રુઓને અંકુશમાં રાખનારી છે. ઇચ્છિત ફળ પ્રદાન કરનારી છે. રકતવર્ણ સૌભાગ્યચિલ્ડ્રન હોવાથી તે સૌભાગ્ય પ્રદાન કરનારી છે. ત્રણ નેત્રવાળી હોવાથી અગમ-નિગમની વાતો જાણી શકે છે. નાગનું છત્ર તેમની નાગજાતી દર્શાવે છે. દેવી સરસ્વતી : ભારતમાં કવિઓ અને લેખકો પોતાની કૃતિઓના આરંભમાં જ સરસ્વતી/ શારદાદેવીને વંદન કરીને આગળ વધે છે, જેથી કૃતિની રચના યશસ્વી બને, તેમાં કોઈ વિઘ્ન ન આવે. વ્યાપારીઓ દીવાળીના પર્વે શારદાનું ખાસ પૂજન કરે છે, જેથી વ્યાપારમાં વૃદ્ધિ થાય, લાભ પ્રાપ્ત થાય. આપણે ત્યાં જેને વિદ્યાની અધિષ્ઠાતૃદેવી માનવામાં આવે છે તે સરસ્વતીદેવીની જૈન ધર્મમાં ચતુર્ભુજ મૂર્તિ જોવા મળે છે. જમણી તરફનો એક હાથ અભયમુદ્રામાં ઉન્નત છે, બીજામાં કમળ છે. ડાબા હાથમાં પુસ્તક અને અક્ષમાલા છે. દેવીનો વર્ણ શ્વેત છે. વાહન હંસ છે. કેશપાશમાં બાલેન્દુ શોભે છે. જૈન મંદિરોમાં સરસ્વતીની કલાપૂર્ણ અને આકર્ષક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy