SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૧ ઉપરોકત નામોમાં સંપ્રદાયભેદે કેટલોક તફાવત આવે છે. યજ્ઞ-યક્ષિણીઓને જૈન મંદિરના મૂળનાયક સાથે સ્થાપીને તેમનું પૂજન થાય છે. યક્ષપૂજા આજે ઘટી છે, તો પણ યક્ષિણીઓમાં શ્રી ર જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીની આરાધના થતી હોવાથી તેઓનો ટૂંકમાં પરિચય મેળવીએ: દેવી ચકેશ્વરી : આજે પણ તેમની આરાધના સ્વતંત્ર રીતે થાય છે, અને ભકતોને ફળદાયી નીવડતી આવી છે. પ્રથમ તીર્થંકરના શાસનમાં ઉત્પન્ન થયેલી દેવી ચકેશ્વરી ભગવાન ઋષભદેવની શાસનદેવી તરીકે ઓળખાય છે. આયક્ષિણીનો વર્ણ સુવર્ણ છે. તેને આઠ હાથ અને ચારમુખ છે. કોઇક જગ્યાએ આદેવીની મૂર્તિને ચાર અથવા સોળ હાથ દર્શાવેલા છે. જ્યાં આઠ ભુજાઓની કલ્પના છે ત્યાં તેમના જમણા હાથમાં વરદમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે, જ્યારે ડાબો હાથ ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશથી વિભૂષિત છે. બીજી માન્યતા પ્રમાણે પ્રત્યેક હાથમાં ચક્ર ધારણ કરવાને લીધે તેને ચક્રેશ્વરી કહેવાય છે. વાહન ગરુડનું છે. દુર્ગાસપ્તશતીમાં ગરૂડવાહીની દેવીને વૈષ્ણવી નામથી સંબોધન થયું છે. સ્વભાવે આ દેવી ઘણી ઉદાર, વ્રજ જેવી કઠોર છતાં પુષ્પ જેવી કોમળ છે. દેવી જ્વાલામાલિની : અથવા શ્રી ભૃકુટીદેવી ઘણા વખતથી સ્વતંત્ર પૂજન પામેલ છે. તેઓ આઠમાં તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનદેવી છે. જ્વાલાની માલધારણ કરવાને લીધે તેમનું આ નામ પડયું છે. અન્ય નામો કરાર્લાગી તથા વહિન છે. આ દેવીનો વર્ણ પીળો છે. તેમને ચાર ભુજા છે. જમણા બે હાથ પગ અને મુદગરથી શોભે છે. ડાબા બે હાથમાં ઢાલ (ફલક) તથા પરશુ છે. તેમને આઠ હાથ હોવાની પણ માન્યતા છે. - તે પૈકી ક્રમશઃ ત્રિશૂલ, પાશ, ઋષ, કોદડ, કાર્ડ, ફલ, વરદ અને ચક્રને ધારણ કરેલાં છે. આ દેવીનું વાહન મહિષ છે. દુર્ગાસપ્તશતીમાં મહિષવાહિની દેવી વારાહી નામે જાણીતી છે. બીજી કલ્પના પ્રમાણે આ દેવીનું વાહન વરાહ છે. દક્ષિણના શિમોગા પ્રાંતમાં નરસિંહ રાજપુર પાસે આ દેવીનું એક હજાર વર્ષ જુનું મંદિર છે. ત્યાં ઈચ્છિત વર આપનારી દેવી તરીકે તેની ઘણી જ ખ્યાતિ છે. કુમારિકાઓ તેમની ખાસ બાધાઓ રાખે છે. દેવિ અંબિકાઃ અંબા કે કુખાંડી યક્ષિણીનો વર્ણ સુવર્ણ છે. પ્રાચીનકાળથી માંડીને આજદિન સુધી હિંદુ તથા જૈનધર્મમાં તેમની લોકપ્રિયતા ઘણી છે. આ દેવી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની શાસનદેવી તરીકે પ્રસિદ્ધ છે. તેમનું નિવાસસ્થાન ગિરનાર દર્શાવાય છે. આ દેવીની ખ્યાતીને કારણે તેરમી સદીના શિલ્પકારોએ તેમની મૂર્તિને ભગવાન ઋષભદેવ સાથે આલેખવી શરૂ કરી દીધી હતી. શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયમાં આ દેવીના હાથની સંખ્યા અંગે મતભેદ જોવા મળે છે. આ દેવી ચાર હાથવાળી છે. બે હાથમાં આંબાની ડાળ (બીજોરૂ) અને પાશ છે. બીજા બે હાથમાં અંકુશ અને પુત્ર ધારણ કરેલ છે. વાહન સિંહનું છે. જૈન માન્યતા પ્રમાણે અંબિકાદેવી પૂર્વભવમાં માનવી હતી, પરંતુ દેહ છોડયા બાદદેવી બની. હિંદુ ધર્મમાં તે શકિતનો અવતાર મનાય છે. ભારતભરમાં તેમનાં અનેક યાત્રાસ્થાનો છે. ગુજરાતની ઉત્તર સરહદે આરાસુર પહાડમાં તેમનું મુખ્ય યાત્રાધામ આવેલું છે. જૈનશાસનની સમૃદ્ધિ માટેયોગદાન આપ્યું છે. યુગપ્રધાનપદ માટે યોગ્ય વ્યકિતના રૂપમાં જિનદત્તસૂરિને સંકેત કરવાનું કાર્ય આ દેવી દ્વારા થયું છે. દેવી પદ્માવતી : શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરમ સેવક શ્રી ધરણેન્દ્ર જાણીતા છે. શ્રી વૈરો અને શ્રી પદ્માવતી તેમનાં પત્ની છે. એક દિવસ શ્રી પાર્શ્વકમારે કમઠ યોગી દ્વારા પંચાનિ તપ માટે અગ્નિકુંડમાં નખાયેલા એક કાષ્ટમાંથી નાગને પોતાના સેવકો દ્વારા બહાર કઢાવ્યો. અને શ્રી પાર્શ્વકુમારે નાગને મરણાસન્ન જોઇને નવકાર મંત્ર સંભળાવ્યો. ભગવાનના મુખે નવકાર મંત્ર સાંભળતા સાંભળતા નાગ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે ઇન્દ્ર થયો. ધર્મેન્દ્ર, વૈરોટ્યા અને પદ્માવતીજી - એ ત્રણે એક સમૂહના દેવ હોવા છતાં લોકપ્રિયતાને લીધે વ્યકિતગત સ્થાન પણ પામ્યા છે. દેવી પદ્માવતી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની શાસનદેવી ગણાય છે. તેમનું વર્ણ સુવર્ણ મનાય છે. જૈનસાહિત્યમાં ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૭૦ વર્ષે એટલે કે વિક્રમ સંવતના ૩૦૦ વર્ષ પહેલાં શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલ ઉવસગ્ગહરં સ્તોત્ર (ઉપસર્ગહરસ્તોત્ર) સવારંપા, પdવંતાનHધામુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy