SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ માટે પંદર લાખ રૂપિયા જેટલી રકમ વિદેશથી મેળવી હતી. ગળથૂથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર મેળવનાર કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયન-અધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં કુમારપાળ તરુણના તરવરાટથી સામાજિક-સાંસ્કૃતિક ઉત્થાનના નવા નવા પ્રકલ્પો કરવા હંમેશાં તત્પર રહે છે. એમના સાહિત્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યોને લક્ષમાં રાખીને ભારત સરકારે ઈ.સ. ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા એમને પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો છે. અનેક એવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો પ્રાપ્ત કરવા છતાં કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. ચહેરા પર હંમેશાં સ્નેહાળ સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પણ પ્રેમપૂર્વક ઉષ્માપૂર્ણ વ્યવહાર તેમના પ્રસન્ન વ્યક્તિત્વનો અને સાર્થ જીવનશૈલીનો મર્મ પ્રગટ કરે છે. —ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ ગઝલ મહેફિલનું રંગીન નજરાણું ગુજરાતી ગઝલની વૈભવી સલ્તનતને કાયમ કરી જનાર એક મહાન શાયર : જનાબ શૂન્ય પાલનપુરી —શૈલેશ કોઠારી શૂન્ય પાલનપુરી અને ગુજરાતી ગઝલ. એ જુદી જુદી ઘટનાઓ નથી. શૂન્યનું અવતરણ એ જ ગુજરાતી ગઝલનું અવતરણ છે. ગુજરાતી ભાષામાં શૂન્યએ ગઝલો લખીને ગુર્જર ગિરાને ધન્ય બનાવી છે. શૂન્યના કારણે ગઝલ તો ગૌરવાન્વિત અને ધન્ય બની જ છે, પરંતુ ગઝલ જેવો કાવ્યપ્રકાર ગુર્જરી માતને આટલી હદે Jain Education International соч આત્મસાત કરશે તે કલ્પનાતીત હકીકત છે. શૂન્યએ આવી કેટકેટલી કલ્પનાઓને ગઝલના માધ્યમ વડે વાસ્તવિક બનાવી છે. શૂન્ય પાલનપુરીને ગુજરાતના ગાલિબ, ગુજરાતના મીર અને ગુજરાતના જિગર જેવાં વિશેષણોથી નવાજવામાં આવતા હતા. તેઓશ્રીએ ઉમ્મર ખૈયામની રૂબાઈઆતોના કરેલા શ્રેષ્ઠતમ અનુવાદને કારણે તેમને ગુજરાતના ઉમ્મરખૈયામ પણ ગણાવાતા હતા, પરંતુ શૂન્ય આવા કોઈ વિશેષણના મોહતાજ નથી. શૂન્ય શૂન્ય છે અને એ રીતે શૂન્ય અનંત છે. શૂન્યની એક ગઝલકાર, એક તત્ત્વચિંતક અને રૂપના પાગલપ્રેમી તરીકેની પહોંચ ચૌદ-ચૌદ દિશાઓની અનેકાનેક અનંત ક્ષિતિજો સુધી વિસ્તરેલી છે. આ ક્ષિતિજો સુધી શૂન્ય પછી ગુજરાતીનો બીજો કોઈ ગઝલકાર હજી સુધી પહોંચ્યો નથી. કદાચ આવનારી સદીઓ સુધી શૂન્યનું આ સ્થાન અવિચળ રહેવાનું છે તે વાતમાં પણ ઝાઝી શંકા રાખવા જેવું નથી. શૂન્યની ગઝલઉપાસના ઇશ્યુ-હકીકી અને ઇશ્કે–મિજાજીની રંગબેરંગી છાંટો ધરાવતી અને અર્થરમ્ય એવી એક મસ્ત મદિરા છે, જેને ગઝલપ્રેમીઓ આકંઠ પીને પણ ધરાતાં નથી. શૂન્યની ગઝલોનો આવાવ એક અમૃત છે. જીવન, જગત અને જમાનાએ ધરેલ વેર-ઝેરની વિષપિયાલીને તે ખરેખરા અર્થમાં અમૃતમાં પલટાવી નાખે છે. શૂન્યની ગઝલો એ નરી દૈવી પ્રેરણાનું પરિણામ છે. શૂન્યએ પોતે જ કહ્યું છે કે તેમને ગઝલો કોણ લખાવી જાય છે તે બાબત તેઓ પોતે પણ જાણતા નથી. શૂન્યના ગઝલવૈભવ અને ગઝલવારસા વિશે વાત કરવા જઈએ તો એક આખો ઇતિહાસ રચાઈ જાય! આટલું માતબરને આટલું વિપુલ ગઝલસર્જન શૂન્યની ગઝલત્વ માટેની નિષ્ઠા અને તેની ધીર-ગંભીરપણે થયેલી ઉપાસનાનું પરિણામ છે. શૂન્યનો સ્વભાવ તો ભારે ચંચલ અને મોજીલો હતો. અત્યંત અલગારી પ્રકૃતિ અને દુન્યવી મોહમાયા સહિતનાં પ્રત્યેક માનવીય અને સ્વભાવગત લક્ષણો વ્યક્તિ શૂન્ય પાલનપુરીમાં હતાં પરંતુ તેમના વ્યક્તિત્વનાં આ તમામ પાસાંઓએ શૂન્યની ગઝલોનાં હીર-મૌક્તિકો પર ઉત્કૃષ્ટ પાસાંઓ પાડ્યાં છે. કદાચ એટલે જ શૂન્યએ કહ્યું છે : “કાપો તો ઔર વાત છે, તોડી નહીં શકો, હૈયાંને બાંધનાર તો દોરી છે હીરની!” શૂન્યની ગઝલો પાણીદાર, પાસાંદાર અને વિવિધ રંગી પ્રકાશસ્રોતોનાં, એવાં હીરકરત્નો છે કે જેને માત્ર ત્રિપાર્શ્વ કાચમાંથી જ નહીં અનેકવિધ—પાર્શ્વ કાચમાંથી જોઈએ, તપાસીએ તો પણ તે સો ટચનું સોનું કે પ્યોર કેરેટનો હીરો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy