SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક અંતમાં “યોગશાસ્ત્ર રૂપી કવચ અને “વીતરાગસ્તુતિ રૂપી અદશ્યવિદ્યાની સહાયથી કુમારપાલ મહરાજનો પરાજય કરે છે અને પુરુષમનનગરરૂપી રાજ્યધાની વિવેકચન્દ્રને પાછી સેપે છે. સાદા અને સરલ સંસ્કૃતમાં લખાયેલું તથા શિલીની તત્કાલીન કૃત્રિમતાઓથી મુક્ત આ નાટક મધ્યકાલીન ગૂજરાતના ધાર્મિક અને સામાજિક જીવનના અભ્યાસ માટે ઘણું મહત્ત્વનું છે. થરાદમાં કુમારવિહારમાં મહાવીર સ્વામીના યાત્રામUત્સવ પ્રસંગે તે ભજવાયું હતું. પ્રહલાદનદેવનો “પાર્થ પરાક્રમવ્યાગ આબુના પરમાર રાજા ધારાવર્ષના ભાઈ પ્રહલાદનદેવે સં. ૧૨૨૬ આસપાસમાં વિરાટનગરમાં અર્જુનના પરાક્રમનું નિરૂપણ કરતો પાર્થપરાક્રમવ્યાયોગ' લખ્યો હતો અને તે આબુ ઉપર અચલેશ્વરના પવિત્રકાર પણ પર્વમાં ધારાવર્ષની આજ્ઞાથી ભજવાયો હતો. આ વખતે પ્રહલાદનદેવ યુવરાજપદે હતો. પાર્થપરાક્રમવ્યાયોગ'માં દીપ્તરસ આલેખવાનો દાવો કરવામાં આવ્યો છે. કથાનક મહાભારતના વિરાટપર્વમાંથી લીધું છે. કૌરવો વિરાટની ગાયો હાંકી જાય છે અને અર્જુને તેમને હરાવી ગાયો પાછી લાવે છે, એ તેનો વિષય છે; અને તે શાસ્ત્રીય ગ્રન્થમાં આપેલા વ્યાયાગના લક્ષણને બરાબર અનુકૂળ છે, કારણ કે વિગ્રહનું મૂળ સ્ત્રી નથી, સ્ત્રીનો અંશ દ્રૌપદી કે સુભદ્રાના અસ્પષ્ટ પાત્રાલેખન કરતાં વિશેષ નથી અને નાયક દેવ કે રાજા નથી. સંસ્કૃત નાટયશાસ્ત્રની દૃષ્ટિએ આ નાટકમાંની કેટલીક વિગતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. નાન્દી પછી સ્થાપક પ્રવેશ કરે છે, બેએક શ્લોક ઉચ્ચારે છે, અને ત્યાર પછી એક નટ આવી તેને સંબંધે છે, પણ તેને જવાબ સૂત્રધાર આપે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લેખકને મન “સ્થાપક” અને “સૂત્રધાર’ ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy