SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી આ નાટકમાં હેમચન્દ્ર અને કુમારપાલ સિવાય બીજાં બધાં પાત્રો વિવિધ ગુણનાં પ્રતિરૂપ છે. પ્રારંભમાં જ જ્ઞાનદર્પણ નામનો ચાર ખબર લાવે છે કે મોહે પુરુષમનગરને ઘેરો ઘાલી કબજે કર્યું છે તથા ત્યારે રાજા વિવેચન્દ્ર પિતાની પત્ની શાન્તિદેવી તથા પુત્રી કૃપાસુન્દરી સાથે નાસી છૂટયો છે. વિવેકચન્દ્ર હેમચન્દ્રના તપોવનમાં આવીને આશરો લે છે. ત્યાં રાજા કુમારપાલ અને વિદૂષક, કૃપાસુન્દરી અને તેની સખી સમતાનું સંભાષણ વૃક્ષના અંતરે રહીને સાંભળે છે, અને રાજા કૃપાસુન્દરીમાં પ્રેમાસક્ત થાય છે. આ વખતે, સંસ્કૃત નાટકોના રિવાજ મુજબ, મહારાણી રાજ્યશ્રી અને તેની દાસી રૌદ્રતા. આવે છે, અને રાજા મહારાણની ક્ષમા મેળવવાને વ્યર્થ પ્રયત્ન કરે છે. પિતાની પ્રણયપ્રતિસ્પર્ધી કૃપાસુન્દરીને બેડોળ બનાવવા માટે મહારાણી દેવી પાસે વરદાન માગે છે, ત્યારે દેવીની મૂર્તિ પાછળ અગાઉથી સંતાયેલો માણસ કહે છે કે કપાસુન્દરી સાથે લગ્ન કરવાથી જ રાજા મહને જીતી શકશે. પરિણામે રાણી પિતે જ વિવેકચન્દ્ર પાસે તેની પુત્રીના હાથની રાજા માટે માગણી કરવા જાય છે. વિવેકચન્દ્ર આ માગણીનો સ્વીકાર કરે છે, પણ તે એ શરતે કે કુમારપાલે પિતાના રાજ્યમાંથી સાત વ્યસનોને દેશવટો દેવો અને રુદતીવિત્તની પ્રથા બંધ કરવી. રાણી તેમ જ રાજા એ શરતો માન્ય કરે છે, અને ‘શાકુન્તલ'માંના દુષ્યન્તની જેમ, મરણ પામેલા કહેવાતા એક લક્ષાધિપતિની મિલકત ઉપરનો પિતાનો હક જતો કરી રાજ તે શરત આચારમાં મૂકે છે. તે જ સમયે એ લક્ષાધિપતિ નવી સ્ત્રી સાથે વિમાનમાં બેસી આવી ચઢે છે. છેવટે, ઘત, માંસાહાર, સૂના, ચૌર્ય, મદ્યપાન અને વ્યભિચારનાં પ્રતીકરૂપ પાત્રો એવી દલીલ કરે છે કે અસલના રાજાઓએ તેમને વસવાટ કરવા દીધો હતો; પણ હવે તેમને ગયા વગર છૂટકો નથી. માત્ર ગણિકાઓને રહેવું હોય તો રહેવા દેવામાં આવે છે, એ ઉલ્લેખ તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ માટે બહુ સૂચક છે. ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy