SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ઉલ્લેખ ૧૦ પાહુણકૃત “આબુરાસ” (સં. ૧૨૮૯) સૌથી જૂનો અને ઘણું જ મહત્ત્વનો ઉલ્લેખ સં. ૧૨૮૯માં પાટણ નામે કવિએ લખેલ “આબુરાસને છે. આબુ ઉપર મંત્રી વસ્તુપાલ-તેજપાલે સં. ૧૨૮૬માં બંધાવેલ સુપ્રસિદ્ધ મન્દિરો સંબંધી વૃત્તાન્ત, પપ કડીના આ ટૂંકા રાસમાં આપેલો છે. તેની ૧૧મી કડીમાં નીચે પ્રમાણે ગુજરાતને પ્રયોગ છે – सोळंकिय कुळ७ संभमिउ सूरउ जगि जसवाउ । गूजरात धुर समुधरणु राणउ लूणपसाउ ॥ માર્કોપોલોથી કેટલાંક વર્ષ પૂર્વે આ રાસ રચાયેલ છે. પરદેશી મુસાફરની નોંધમાં તેમ જ પામ્હણની આ કૃતિમાં “ગૂજરાત’ નામ છે, તે એ શબ્દપ્રયોગની સારી એવી વ્યાપકતા પૂરવાર કરે છે. બીજું, ઉપલા અવતરણમાં ધોળકાના રાણા લવણપ્રસાદને ગુજરાતના ઉદ્ધારક તરીકે ૬. કલકત્તાની રાજસ્થાન રિસર્ચ સોસાયટીના હિન્દી મુખપત્ર રાજસ્થાની’ના ભાગ ૩, અંક ૧માં આ રાસ છપાયેલ છે. તેની ૫૪મી કડીમાં નીચે પ્રમાણે રચ્યા સાલ છે – बारसंवछरि नवमासीए वसंतमामु रंभाउजु दीहे । एहु राहु विसतारिहिं जाए, राखइ सयळसंघ अंबाए । કર્તાનું નામ પ૩મી કડીના ઉત્તરાર્ધમાં છે— केवी चडावळि नेमि नमीजइ, एसु वयणु पाल्हणपुज कीजइ ॥ ૭. રાસની મુદ્રિત આવૃત્તિમાં અહીં તથા બીજે સ્થળે છાપેલો છે, તેથી મૂળ હાથપ્રતમાં લખેલો છે, એમ સમજવાનું નથી. “રાજસ્થાની ના ઉપર્યુક્ત અકમાં છપાયેલા “રાજસ્થાની વર્ણમાલા” નામના લેખમાં “–૪=૪ ના મૂર્ધન્ય સચીન ( નરાતીમાટી મારિ મેં હૈ)” એમ જણાવેલું છે, એટલે આ સ્થળોએ હાથપ્રતમાં સ્ત્ર હોવો જોઈએ, જેને સંપાદકે છે અથવા સ તરીકે છાપે છે. ૧૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy