SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી લખાણામાંથી ગૂજરાત 'ના બે ઘણા જૂના તથા અગત્યના ઉલ્લેખો મળે છે. અલિબરની(ઈ.સ. ૯૭૦ થી ૧૦૩૧—વિ. સ. ૧૦૨૬ થી ૧૦૮૭)એ હિન્દુસ્તાન વિષેના પેાતાના અરખી ગ્રન્થમાં તેની પૂર્વેના કેટલાક મુસાફરાની જેમ ‘જુ×' (Juzr) નહિ, પણ ‘ ગૂજરાત' ( Guzrat ) એવું નામ આપ્યુ છે.ર ગૂજરાતની રાજધાનીનુ શહેર મઝાન અથવા નારાયણ હતું અને તેનેાજથી એંશી માઈલ અગ્નિખૂણે આવેલું છે, એમ તેણે કહ્યું છે. અલિબરુનીના સમય પૂર્વે જ નારાયણ ભાંગી ગયું હતું, અને ત્યાંના વતનીએ બીજે સ્થળે રહેવા ગયા હતા, એમ પણ જાણવા મળે છે. આ શહેર તે જયપુર પાસેનુ` નારાયણ છે, એમ સિદ્ધ થયું છે. ૩ વિશેષમાં અબિરુનીએ નારાયણના નૈઋત્ય ખૂણે લગભગ ૨૪૦ માઈલ (૪૨ રસખ) દૂર આવેલ અણહિલવાડના તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સામનાથને નિર્દેશ કર્યો છે. તે લખે છે કે અણહિલવાડની દક્ષિણે લગભગ ૧૭૦ માઇલ(૪૨ રસખ) દૂર લાટદેશ આવેલા છે, જેનાં ભચ (Bihroj) અને રાંદેર (Rihanjur) એ બે મુખ્ય શહેરા છે.૪ આ વન બતાવી આપે છે કે વિક્રમના અગિયારમા સૈકાના પ્રારભમાં એછામાં એહું અત્યારના ઉત્તર તથા મધ્ય ગુજરાતને તે ‘ગૂજરાત’ નામ મળી ચૂક્યું હતું. " બીજા એક પરદેશી મુસાફર માર્કીં પાલેા(ઈ. સ. ૧૨૫૪ થી ૧૩૨૪–વિ.સ. ૧૩૧૦ થી ૧૭૮૦)એ પણ ‘ગૂજરાત' નામના પ્રયાગ કર્યાં છે, એમ સર જ્યોર્જ શ્રીઅને નાંધ્યું છે. પ હવે પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં ‘ગૂજરાત'ના ઉલ્લેખા તપાસીએ. ૨. Dr. Edward Sachau : Alberani's India, Vol. I, p. 202. ૩. Bombay Gazetteer, Vol. I, Pt. I, p. 520. ૪. Dr. Edward Sachau : Alberani's India, Vol. I, p. 205. ૫. Linguistic Survey of India, Vol. IX, Pt. II, p. 333. ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy