SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી ભૂલભરેલું વિધાન બાંધી દે છે કે એ કાળે આપણા દેશના લોકોનું નૈતિક ઘેરણ શિથિલ હતું–તે ઐતિહાસિક બુદ્ધિની પ્રતારણે સમાન છે. એક મિત્રે પણ આ સંબંધમાં આવી જ શંકા વ્યક્ત કરેલી. પરંતુ નૈતિક ધરણની વાત કરનારે એ સમજવું જોઈએ કે કાગડા તો દરેક યુગમાં કાળા ને કાળા જ રહ્યા છે, એટલે આવાં શિ જોઈને પ્રાચીન ભારતના લોકો ઉપર નૈતિક શિથિલતાને આરોપ મૂકેવો તે કરતાં ઔચિત્યભાવના, રસવૃત્તિ અને ધાર્મિક માન્યતાઓનાં અત્યાર કરતાં જુદાં જ ધોરણે એ કાળમાં કલ્પવાં એ એ શું ઉચિત નથી? (૭) આ ઉપરાંત, જુદાં જુદાં દેવમંદિરોમાંનાં શિલ્પોના વિષયમાં કેટલીક સ્થાનિક માન્યતાઓ પણ છે. બુંદેલખંડમાં ખજરા ગામનાં મન્દિરોમાં ભોગાસનોનાં શિલ્પો છે. એ સંબંધી સ્થાનિક લોકોક્તિ એવી છે કે હેમવતી નામે એક સ્ત્રીએ ચંદ્રમા સાથે કંઈક દુર્વર્તન કર્યું હતું, પણ તેના પ્રાયશ્ચિત્તરૂપે પાછળથી તેણે એક યજ્ઞ કર્યો અને પોતાનાં દુષ્કર્મોનું જગતમાં પ્રદર્શન કરાવનારી પ્રતિમાઓ દેવાલયોમાં બનાવરાવી.૧૦ જગન્નાથના સુપ્રસિદ્ધ મન્દિરમાં અશ્લીલ પ્રતિમાઓ &."........... The sight of such figures representing various scenes of voluptuousness is puzzling and nauseat; ing. One is at a loss to understand why they have a place at all within the sacred enclosure. Not being able to account for this anomaly, one is surely to be led to the pitfall of an erroneous conclusion that the artist who designed these ornaments to decorate the outer walls of a temple must have belonged to a race most morally depraved and vicious......"-Orissa and Her Remains, pp. 228. ૧૦. નાગરી પ્રચારિણ પત્રિકા, વર્ષ ૪૩, પૃ. ૧૮૦-૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy