SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો એ રોગથી બચી શક્યા. આમ આવડી મોટી સંખ્યામાં પશુઓના પુણ્ય અને કાર્યકરોની મહેનતને કારણે જીવદયા થઈ શકી. અકાળે મરણને શરણ થતાં પશુઓ બચી શક્યાં. તેઓ શ્રી પ્રહલાદ પ્લોટ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના સ્થાપક મંત્રી રહેલા. તેમ જ શ્રી જાગનાથ પ્લોટ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે. નવકારમંત્રના પરમ આરાધક શ્રી જયંતભાઈ રાહી જૈન પરંપરા દ્વારા સમયે સમયે વિશિષ્ટ એવી પ્રતિભાઓનો પ્રકાશપુંજ આ ધરતી પર રેલાયો છે. કવિઓ, મુનિઓ, આચાર્યો, રાજાઓ, મંત્રીશ્વરો, શ્રેષ્ઠીઓ, વ્રતધારી શ્રાવકો, પંડિતો વગેરે પાત્રોએ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉપાસના, અહિંસા, વ્રતપાલન, આદર્શ માટે જીવન સમર્પણની ઉદાત્તભાવના, ગુરુ મહિમા, ભક્તિ અને કૃપા, જિન શાસન પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ, સેવા, પરોપકાર, પરિગ્રહનો ત્યાગ, સાધર્મિક ભક્તિ અને આત્મહિત જેવા ગુણોથી જીવન જીવવાની કલા આત્મસાત કરી લેનારા આ ભવ્યજનોએ જૈન શાસનની આન-બાન-શાન વધારી છે. આવા મહાપુરુષોની મહત્તા દર્શાવતા સુભાષિતકારે જણાવ્યું છે કે : शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चंदनं न वने वने ॥ “બધાં પર્વત પર માણેક હોતા નથી, પ્રત્યેક હાથીના મસ્તક પર મોતી હોતા નથી. સાધુ પુરુષો (સજ્જનો) દરેક જગ્યાએ હોતા નથી, દરેક વનમાં ચંદનવૃક્ષ હોતું નથી.” જૈન ધર્મના પાયા સમાન શ્રી નવકાર મહામંત્રના પરમ સાધક, સંગીતરત્ન, એક વિરલ પ્રતિભા ધરાવનાર, આચાર્ય ભગવંતો તેમજ ગુરુભગવંતોના વિશિષ્ટ સન્માનોથી સન્માનિત શ્રી જયંતભાઈ ‘રાહી’નું નામ જૈનોમાં ખૂબ જ જાણીતું અને માનીતું છે. ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ૨૮ જુલાઈ ૧૯૪૨માં જન્મેલ શ્રી જયંતભાઈને પિતાશ્રી ડાહ્યાલાલભાઈએ તેમજ Jain Education International ૧૧૪૩ માતુશ્રી વિમલાબહેને ગળથુથીમાં જ ધાર્મિક સંસ્કારોનો વારસો આપ્યો હતો. શૈક્ષણિક અભ્યાસ એસ.એસ.સી. સુધીનો, બાલ્યકાળથી જ સંગીત પ્રત્યેની અભિરૂચિ. સ્વયંસ્ફુરણા અને સ્વયંસાધના થકી જ ‘સંગીતરત્ન' થયા. પુરૂષાર્થ અને કાર્યદક્ષતા જેવાં ગુણોએ વ્યાવસાયિક ક્ષેત્રે એક સફળ વ્યાપારી બનાવ્યા. મુંબઈના ચેમ્બરમાં સાડીના ત્રણ શો-રૂમ ઉભા કરનાર જયંતભાઈનું દૃઢ આધ્યાત્મિક શ્રદ્ધ ધરાવનાર મન માત્ર ધનપ્રાપ્તિ તરફ આકર્ષાયું નહિં. સંગીતસાધના અને ધાર્મિક ભાવનાના જોડાણ થકી ધાર્મિક સંગીતકાર તરીકે અનેક પ્રતિષ્ઠામહોત્સવો અને ૧૨૫થી વધુ અંજનશલાકા કરાવનાર જયંતભાઈએ પૂજન, ભાવનામાં પણ સંગીત પીરસ્યું. અનેક મંડળોને ધાર્મિક સંગીત શીખવ્યું. વ્યાપારની જવાબદારી પુત્રને સોંપી સ્વેચ્છાએ વ્યાપારી નિવૃત્તિ સ્વીકારી અને બધો સમય નવકારને સમર્પિત કર્યો. ૫૦ વર્ષથી ધાર્મિક સંગીતકાર તરીકે સેવા આપનાર જયંતભાઈને શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા. ૧૫ વર્ષ પહેલા તેમના ચેમ્બુર ચોમાસા દરમ્યાન નવકારના જાપ સંગીતની સૂરાવલિ સાથે મૂકવાનું સૂચવ્યું. ત્યારથી માત્ર પંચપરમેષ્ઠી નવકાર જાપની યાત્રા શરૂ. થઈ. જે વણથંભી યાત્રાનો લાભ અનેકાનેક (હજારો હજારો) આરાધકોએ લીધો છે. છેલ્લા દોઢ દાયકાથી જયંતભાઈ મુંબઈ અને અન્ય સ્થળોએ, સંપૂર્ણ નિઃસ્વાર્થભાવે, કોઈપણ પ્રકારની અપેક્ષા વગર, એક પણ પૈસો લીધા વિના માનવ માત્રને માનસિક–શારીરિક શાતા પ્રાપ્ત થાય. આધિ-વ્યાધિ–ઉપાધિના નિવારણ થાય, જીવન સુખમય બને, ધર્મમય બને, આંતરિક ચેતના જાગૃત બને, શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો બને એ એકમાત્ર ભાવના ધારણ કરનાર ‘રાહીજી' પોતાની સાધનાને આગળ વધારી રહ્યા છે. રોજની ૨૦ નવકારવાળી ગણવાનો તેમનો નિયમ છે. હાલ સવા કરોડ નવકાર જાપ તેઓએ પૂરા કર્યા છે. ‘સમગ્ર જીવન નવકારમય જ રહે' તેવી ભવ્ય ભાવના છે. અનેક જગ્યાએ સ્વદ્રવ્યે જિનપ્રતિમાઓ બિરાજમાન કરી છે. સાધર્મિક ભક્તિ એમની પ્રિય પ્રવૃત્તિ છે. ‘સાધર્મિક ઉત્કર્ષ અભિયાન' હેઠળ પોતાના પૈસાથી અને આર્થિક સહયોગ વડે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા જૈન વૃદ્ધજનો, બિમાર, એકલા-અટૂલા વડીલોને, તેઓનું પૂરેપૂરું માન-સન્માન જળવાય તે રીતે ટીફીન, અનાજ, કપડાં, ઘર ઉપયોગી વસ્તુઓ આપવાની વ્યવસ્થા કરી રહ્યા છે. નવકાર શ્રી જયંતભાઈ ‘રાહી' દ્વારા સ્થાપિત ‘બૃહદ્ મુંબઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy