SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪૬ જિન શાસનનાં કે માત્ર ૨૫ વર્ષની ઉંમરે રાજકોટ મેટલ મરચન્ટ એસોસિએશનની સ્થાપના કરી તેના સ્થાપક પ્રમુખ બન્યા. * પ્લાઈવુડ લેમિનેટના ધંધામાં ટૂંક સમયમાં નામના મેળવી ત્રિીસ વર્ષની ઉંમરે રાજકોટ પ્લાઈવુડ મરચન્ટ્સ એસોસિએશન સ્થાપી તેના સ્થાપક પ્રમુખ બન્યા. સૌરાષ્ટ્ર કચ્છ પ્લાઈવુડ મરચન્ટ્સ એસોસિએશનની સ્થાપના કરી સ્થાપક પ્રમુખ બન્યા. * ૧૯૭૪માં ૧૮ મિત્રો મળીને રાજકોટમાં જૈન સોશિયલ ગ્રુપની સ્થાપના કરી. * ૧૯૮૧માં જૈન સોશીયલ ગ્રુપ રાજકોટ વેસ્ટના સ્થાપક પ્રમુખ બન્યા. * ત્રીસેક વર્ષ રોટરી ક્લબ ઓફ રાજકોટના સભ્ય રહ્યા. ક્લબના સેક્રેટરી તથા વાઈસ પ્રેસીડેન્ટના હોદ્દા પર રહ્યા. ૧૯૯૫માં રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનની સ્થાપના કરી સ્થાપક પ્રમુખ થયાં જેમાં આજે પણ સક્રિય છે. * જૈન સોશિયલ ગ્રુપ્સ ફેડરેશનમાં ૧૯૮૧માં સેક્રેટરીપદે ચૂંટાયા. ૧૯૮૬માં ઉપપ્રમુખ પદે ચૂંટાયા. ૧૯૮૮૮૯માં ફેડરેશનના પ્રમુખ બન્યા. એકસો શહેરમાં ઓફિશીયલ વિઝીટ કરી નવી ઘણી પ્રણાલિકાઓ ફેડરેશનમાં સ્થાપી. * સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળમાં ૧૬ વર્ષથી ચેરમેન છે. જીવદયાનું કાર્ય કરતી સંસ્થા છે જે બિમાર પશુઓની સેવા-સારવાર કરતી જાણીતી સંસ્થા છે. ૨૦૦૩માં સીનિયર સીટીઝન્સ જૈનની સ્થાપના કરી સ્થાપક પ્રમુખ બન્યા. આજે પણ પ્રમુખ તરીકે સેવા આપે છે. ૧૪૧ શ્રેષ્ઠીવર્યો જેના સભ્ય છે, તેવી આ ખૂબ જ પ્રતિષ્ઠા મેળવેલ સંસ્થા છે. વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ ફાયદામંદ છે. આરોગ્ય વિષયક સેમિનારો, સારી સારી જગ્યાએ કાર્યક્રમો રાખી વરિષ્ઠ નાગરિકોને આનંદ-પ્રમોદ અને મનોરંજન પૂરું પાડે છે, સાથે આરોગ્યની જાળવણી માટે ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન મળે છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન સંચાલિત “ઇવનીંગ પોસ્ટ” સિનીયર સીટીઝન્સ પાર્કનું સંપૂર્ણ સંચાલન ત્રણ વર્ષથી કરે છે. જેના ૮૦૦ સભ્યો છે. છે. માનવસેવા માટે “દરદીનું રાહત ફંડ” સંસ્થા સ્થાપી ૫) કલ્યાણમિત્રો સાથે મળી ગરીબ દર્દીઓના ઓપરેશનના હોસ્પિટલના બિલોની ચૂકવણી કરી આપે છે. આમ દીનદુઃખી લોકોને મદદરૂપ થવા સદાય તત્પર રહે છે. ૧૯૮૮માં યુરોપના સાત દેશોનો પ્રવાસ કરેલ છે તે સમયે ફેડરેશન પ્રમુખના દરજ્જ એકસો યાત્રાળુઓને લઈને યુરોપનો પ્રવાસ કરેલ. આ કાર્યક્રમની સમગ્ર જવાબદારી સારી રીતે પૂર્ણ કરેલ. લેસ્ટરમાં વર્લ્ડ જૈન કોંગ્રેસનું આયોજન કરેલ, જેમાં જૈન સમાજના યુરોપના પ્રમુખ સામેલ રહ્યા હતા. વિશ્વભરના ૨૫00 જૈન લીડર્સ ડેલિગેટ હતાં. પાંચ દિવસ મંચ ઉપરની જવાબદારી હતી. ૧૯૮૭માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડેલ. સૌરાષ્ટ્રકચ્છના અબોલ પશુઓ માટે ઘાસચારો તથા પાણીની ખૂબ જ અછત હતી ત્યારે સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળના ચેરમેન તરીકે શ્રી હરસુખભાઈ હતાં. મોરબીના રફાળેશ્વર પાસે કેટલકેમ્પ ખોલવામાં આવેલ જેની સમગ્ર જવાબદારી આ સંસ્થાએ ઉપાડેલ હતી. કચ્છથી આવેલા નિરાધાર, અબોલ ૫000 જેટલા પશુઓને છ મહિના સુધી સાચવેલા. ખૂબ જ મોટી કહી શકાય તેવી આ જવાબદારી સારી રીતે નિભાવેલ એટલું જ નહિ “સોને પે સુગાહા”ની જેમ આ કેટલ કેમ્પ પૂર્ણ થયો ત્યારે આ અબોલ પશુઓના પુણ્યથી લગભર બોતેર લાખ જેટલી રકમ વધી. સૌરાષ્ટ્રના મહાજનો માટે આ ગર્વ લેવા જેવી બાબત કહી શકાય કે જ્યાં ઢોરોના પાલન-સારસંભાળ માટે થોડા-થોડા પૈસા ભેગા કરવા પડે તેને બદલે આટલી માતબર રકમ વધી. તે સૌરાષ્ટ્ર-કચ્છની સાઈઠ જેટલી પાંજરાપોળને ભેટ આપવામાં આવેલી. કે તેમના જીવનનું સૌથી મહત્ત્વનું અને યાદગાર કાર્ય એ રહ્યું કે સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણમંડળના ચેરમેન તરીકે હતાં ત્યારે જ ભાણવડ તાલુકામાં ઘેટા-બકરામાં એપેડેમિક નામનો રોગ આવેલ જેને કારણે રોગના વિષાણુ તેમના શરીરમાં સક્રિય થતાં જ બે-પાંચ કલાકમાં તેઓ મરણને શરણ થઈ જાય. ભાણવડના જીવદયાપ્રેમીઓએ સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સમક્ષ આ બધી વાત કરી મદદરૂપ થવા વિનંતી કરી. ત્યારે તાબડતોબ આ રોગ વિરોધી રસી ભેગી કરી રાતોરાત ભાણવડ પહોંચાડી. લગભગ પ૯000 જેટલા ઘેટા-બકરાને એ રસી આપવાથી તેઓ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy