SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો (ગોલ્ડ મેડલ) પણ ઈ.ડી.આઈ. દ્વારા એનાયત કરવામાં આવેલ છે. આમ આર્થિક ઉપાર્જનની સાથે-સાથે સામાજિક સેવા તો કરી જ રહ્યા છે પરંતુ તેમનામાં રહેલી સેવાભાવના અને કાર્યનિષ્ઠા પણ તેમને પોતાનામાં રહેલ સેવાકીય પ્રવૃત્તિઓના વિસ્તૃતીકરણ માટે હંમેશા પ્રેરણા આપતી રહી પરિણામે આજે તેઓ અમુક એવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે કે જે સમાજ માટે તેમ જ શૈક્ષણિક ક્ષેત્રે સરસ કાર્યો કરી રહી છે. તેઓશ્રી કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવીટી કાઉન્સિલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા JSG ગ્રુપોના સૌરાષ્ટ્ર રિજીયોનલ કમિટીમાં સેક્રેટરી તરીકે ખૂબ જ સક્રિય છે. સૌરાષ્ટ્ર રિજીયન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના JSG ગ્રુપો માટે તેઓ તેમની ટીમ સાથે મળી ખૂબ સુંદર કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમો માત્ર મનોરંજન માટે જ નથી હોતા પરંતુ સભ્યોની અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી, તેનો રચનાત્મક ઉપયોગ કરી નવી સર્જનાત્મકતા ઊભી કરે છે. વળી આ બધા કાર્યક્રમોનું આયોજન ખૂબ સુંદર રીતે, ચીવટ રાખી, આર્થિક બાજુને ધ્યાનમાં રાખી ગોઠવાય છે જેને કારણે કોઈ મોટો આર્થિક બોજો વહન કરવો ન પડે. આ ઉપરાંત તેઓ JSG_MAIN-RAJKOTના પ્રમુખપદને શોભાવી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે તેઓ આ કાર્ય એટલી નિપુણતાથી કરે છે કે સભ્યો તેમને પ્રમુખપદની જવાબદારીમાંથી મુક્ત કરતાં નથી. બીજી વખત પણ તેઓએ બધાની સહમતીથી પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો છે. JSGના માધ્યમ દ્વારા તેઓ જીવદયા, આરોગ્યને લગતી, શિક્ષણને લગતી તેમ જ સમાજોપયોગી ઘણી પ્રવૃત્તિઓને કુશળતાથી પાર પાડી રહ્યા છે. સભ્યો પાસેથી ઓછામાં ઓછી ફી વસુલ કરી, વધારેમાં વધારે કાર્યક્રમોનો લાભ આપવો એ વાતને કેન્દ્રમાં રાખી તેઓ પ્રોગ્રામનું આયોજન કરે છે. ક્યાંય પણ ખોટા દંભ, દેખાવ કે આડંબર વિના ખૂબ સરસ રીતે આયોજન કરવાની તાલીમ દરેકે તેમની પાસેથી લેવા જેવી છે. આજે મોટે ભાગે જૈન સોશ્યલ ગ્રુપો, સામાજિક કાર્યો વધુ કરવાને બદલે, મનોરંજનના અને પિકનીકના કાર્યક્રમો જ વધારે યોજે છે ત્યારે શ્રી મહેન્દ્રભાઈ દરેક પ્રકારના કાર્યક્રમો ખૂબ સુંદર રીતે આપે છે. વળી જે લોકો ગ્રુપ સાથે સૌથી વધારે વરસોથી જોડાયેલા હોય તેમને ફીમાં રાહત આપી તેમની Jain Education Intemational ૧૧૩૯ વફાદારીની કદર કરવામાં આવે છે. કબૂતરોને ચણ, માછલીને લોટ જેવા કાર્યક્રમો દ્વારા સભ્યોમાં અનુકંપા કરૂણા અને દયાભાવનાને પ્રોત્સાહન આપી લોકોને આ માર્ગે વાળવાનો પ્રયાસ થાય છે તે ખરેખર પ્રશંસનીય છે. વળી ગાયો પશુઓ માટે રોગનિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ વગેરેનું પણ આયોજન કરે છે. એટલું જ નહીં પોતાના ગ્રુપના સભ્યોને આરોગ્યલક્ષી સેવાઓ સારામાં સારી રીતે મળી શકે અથવા તો રાહતભાવમાં મળી શકે તે માટે અવારનવાર કાર્યક્રમોના આયોજન કરતાં રહે છે. આમ સમાજમાં અગ્રસ્થાને રહીને કાર્ય કરતાં કરતાં તેઓએ જે અનુભવ્યું તેના પરથી તેઓ કહે છે કે— સામાજિકક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે તેમ જ શૈક્ષણિકક્ષેત્રે હજુ ઘણી બધી કામગીરી કરવાની ખૂબ જ જરૂરિયાત છે. ખાસ કરીને આપણા સમાજના બાળકો પણ આગળ આવી શકે તે માટે તેઓને આર્થિક, શૈક્ષણિક અને ધંધાકીય સવલતો આપવાની જ જરૂર છે. ઘણી વખત સાધનો અને વિત્તના અભાવમાં તેજસ્વી બાળક-બાલિકાઓની કારકિર્દી અકાળે રુંધાઈ જાય છે તેમ ન થવું જોઈએ. વળી મોટા મોટા શહેરોમાં ગામડામાંથી તેમ જ નાના કસ્બાઓમાંથી સેંકડો યુવકયુવતીઓ ભણવા માટે આવતા હોય છે. આવા યુવકયુવતીઓને ઓછા ખર્ચે, સંપૂર્ણ સલામતી બક્ષે તેવા અને ઘરમાં જ રહેતાં હોય તેવું વાતાવરણ પૂરું પાડવા માટે છાત્રાલયો અને ભોજનાલયોની ખૂબ જ જરૂર છે. વળી આરોગ્યક્ષેત્રે પણ માનવી હજુ બહુ આગળ નથી વધી શક્યો. આજે શોધો ઘણી બધી થઈ ગઈ છે પરંતુ તેની સાથે કદમ મિલાવીને ચાલવાનું હજુ સમાજને ફાવતું નથી કે ગમતું નથી આથી કેટલાય રોગોનો ભોગ બનાય છે. આ માટે જાણકારી ખૂબ આવશ્યક છે. “રોગ શરીરમાં પગપેસારો કરે તે પહેલા જ તેને આવતા રોકવો.” એ જ સમજુ માણસની નિશાની છે. આ માટે લોકોમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે. પોતે એક ડૉક્ટર તરીકે જ પોતાના શરીરની માવજત રાખી શકે અને રોગનો મુકાબલો કરી શકે તેવી જાગૃતિ ખૂબ જ જરૂરી છે. આ માટે તેઓ પોતે તો સદાય પ્રયત્નશીલ હોય જ છે પણ સમાજ પણ એવા કાર્યક્રમોનું આયોજન કરે તેવું તેઓ ઇચ્છે છે. વળી આજે મોંઘવારી દિવસે ન વધે તેટલી રાત્રે વધે છે અને રાત્રે ન વધે તેટલી દિવસે વધે છે” એવા કપરા કાળમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy