SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પ્રભારી ડોક્ટર સેલ વિશેષ આમંત્રિત સભ્ય (રાજકોટ શહેર ભાજપ કારોબારી) ભૂતપૂર્વ પ્રમુખ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (રાજકોટ) ચેરમેન, ડેફ સોસાયટી, રાજકોટ ટ્રસ્ટી, અરિહંત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ સદસ્ય-જિલ્લા પલ્સ પોલિયો અમલીકરણ સમિતિ સદસ્ય-શહેર પોલીસ સલાહકાર સમિતિ ડાયરેક્ટર–આરૂણી હોસ્પિટલ પ્રાઈવેટ લિમિટેડ આમ અમીતભાઈ એક ખ્યાતનામ ડૉક્ટર છે. બંને પતિ-પત્ની શહેરની વોકહાર્ટ, સ્ટર્લિંગ સહિતની નામાંકિત હોસ્પિટલો સાથે જોડાયેલા છે. તેમની આગળ વધતી કારકિર્દીને લક્ષમાં લઈ ગુજરાત સરકારે તેમને ગુજરાત મેડીકલ કાઉન્સીલ કે જે સમગ્ર ગુજરાતના તબીબોનું રજીસ્ટ્રેશન કરે છે તથા માન્યતા આપે છે તેવી સર્વોચ્ચ બોડીમાં સભ્ય તરીકે નિમણૂંક કરેલી છે. ૨૦૦૭માં તેવી જ રીતે ૨૦૦૮માં ગુજરાત ફાર્મસી કાઉન્સીલ જે સમગ્ર ગુજરાતના કેમીસ્ટોનું રજીસ્ટ્રેશન કરી તેને માન્યતા આપે છે કે પછી રદ કરી દે છે. આ બોડીમાં પણ સભ્ય છે. । । । । । આવું આ હપાણી દંપતિ માત્ર ગુજરાતનું જ નહિ પણ જૈન સમાજનું પણ ગૌરવ છે. વળી તેઓ બંને પૂ. સાધુ-સાધ્વી ભગવંતો માટે અપાર પ્રેમ, લાગણી અને આદરભાવ ધરાવે છે. કોઈપણ સંત-સતીજીની વૈયાવચ્ચ કરવા માટેની તેમને તક મળે એટલે તરત જ હસતા હસતા, ઉત્સાહથી સ્વીકારી લે છે. ક્યારેય પણ સાધુ–સાધ્વીની વૈયાવચ્ચ માટે પાછી પાની કરતાં નથી. સંત-સતીજીઓએ તથા માતા-પિતાના ઉચ્ચ સંસ્કારોએ તેમની પ્રગતિમાં ખૂબ જ પ્રેરણા આપી છે. કર્તવ્યપરાયણ, નિઃસ્વાર્થ સેવાભાવના તથા કાર્ય પ્રત્યેની સમર્પિતતાથી તેઓ આજે ખૂબ જ નામાંકિત બન્યા છે. વળી ગરીબો પ્રત્યે પણ તેમને પૂરેપૂરી હમદર્દી છે. તેઓ કહે છે કે આજ સુધી જેટલા દર્દીઓ તપાસ્યા છે તેમાંના ૩૦% દર્દીઓની તપાસ તેમણે નિઃશુલ્ક કરેલી છે. ક્યારેય કોઈ ગરીબ દર્દી હોય, તેવા દર્દીના ઓપરેશન કરવાના હોય તો તેમાં પણ તેઓ રાહત આપે છે કે નિઃશુલ્ક પણ કરી આપે છે. ઈશ્વરથી હંમેશા ડરીને ચાલે છે અર્થાત્ અપાર શ્રદ્ધા ધરાવે છે અને Jain Education International ૧૧૨૫ એટલે જ દીન-દુઃખી અને પીડિત માનવીઓને મદદરૂપ થવા હંમેશા તૈયાર રહે છે. તેઓ આજે આ પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે તેનો તમામ શ્રેય માતા-પિતા, સગા-સંબંધી તથા મિત્રોના સહકાર અને પ્રેમને આપે છે. વળી હંમેશા તેઓ જે કાર્ય કરે છે તે પણ સહજતાથી કોઈપણ જાતના દંભ વિના કરે છે. સાધુ-સાધ્વી ભગવંત કે જેમની કૃપા તેમના પર અવિરત વરસે છે તેવા પૂ. આગમદિવાકર જનકમુનિ મ.સા., પૂ. મનોહરમુનિ મ.સા., બા.બ્ર. નંદા-સુનંદાબાઈ તેમ જ પૂ. પ્રેમસૂરીશ્વરદાદાને ખૂબ જ આદર અને અહોભાવથી યાદ કરી તેમના ઋણને સ્વીકારી સદૈવ તેમના આશીર્વાદની કામના કરતાં કરતાં તેમણે બતાવેલ સેવાના માર્ગે આગળ વધવા તત્પર છે. અત્યારનું જે રાજકારણ છે જેમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ભરમાર છે તેમ જ જનતા ત્રાહિમામ છે તેમાં પરિવર્તનની આશા સાથે તેઓ રાજકારણમાં પણ સક્રિય થય છે. તેઓ અંગત રીતે એમ માને છે કે જો સારા લોકો રાજકારણમાં આવશે જ નહિ તો રાજકારણમાં કોઈ દિવસ પરિવર્તન થઈ શકશે જ નહિ અને સ્થિતિ બદથી બદતર થતી જશે. આથી તેઓ સારા માણસોને રાજનીતિમાં આગળ વધવા ઇજન આપે છે. તેઓ એમ પણ કહે છે કે દુર્જનની દુર્જનતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા સમાજને વધુ નુકશાન કરે છે. જ્યાં સુધી સારા માણસો રાજનીતિમાં આગળ વધશે નહિ ત્યાં સુધી પરિસ્થિતિમાં ફેર પડવાને બદલે ઊલટી બગડશે. આથી સજ્જનોનું કર્તવ્ય બને છે કે રાજકારણમાં આગળ આવે. બસ, તેઓ કહે છે કે ભૂતકાળને ભૂલીને, વર્તમાનમાં જીવવું અને ભવિષ્યનું સોનેરી આયોજન કરવું–ચિંતા નહિ. આ રીતે જીવવાથી જ જિંદગી સારી રીતે જીવી શકાય છે. આમ હપાણી દંપતિ દેવ, ગુરુ અને ધર્મની સાથે સાથે સમાજની સેવા કરતાં કરતાં પ્રગતિના શિખરો સર કરવા માંગે છે. તેમણે પૈસાને ક્યારેય લક્ષ્ય નથી બનાવ્યો, તેથી લોકોની સેવા કરવામાં આનંદ માની પોતાના વ્યવસાયને વફાદાર રહી આગળ વધી રહ્યા છે. તેમણે વિચારેલા સુંદર આયોજનો પૂર્ણ થાય, આદરેલા શુભ કાર્યો પૂર્ણતાને પ્રાપ્ત કરે તેમ જ ઉત્તરોત્તર સમાજના દીન-દુ:ખી, પીડિતોને મદદ કરતાં કરતાં અને સાધુસાધ્વીજીઓની સુંદર વૈયાવચ્ચ દ્વારા ખૂબ ખૂબ આગળ વધે એ જ અભ્યર્થના. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy