SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પ્રેક્ટીસ કરતાં કરતાં પણ ગરીબોની ઉલ્લેખનીય સેવા કરી રહ્યા છે તે ખૂબ જ આનંદદાયક અને અનુકરણીય બાબત છે. ડૉક્ટરોએ તેમના જીવનમાંથી આ બાબતની પ્રેરણા લેવી ઘટે. તેમની આ સેવાભાવનાએ જ તેમને ૧૯૮૩માં ગુજરાત રાજ્ય સર્જન્સ એસોસીએશનના પ્રમુખ બનાવ્યા. રાજકોટ સર્જન્સ એસોસિએશનના તેઓ સ્થાપક પ્રમુખ બન્યા. ૧૯૯૩માં ગુજરાત સર્જન્સ એસોસિએશનના મુખ્ય વક્તા તરીકે વ્યાખ્યાન આપવાનો અવસર પણ તેમને પ્રાપ્ત થયો. ૨૦૦૭માં બી.જે.પી. ડૉક્ટર સેલ તરફથી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રેષ્ઠ તબીબનું સન્માન મળ્યું તો ૨૦૧૦માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમાજના અગ્રણી તબીબ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું. કહેવાય છે કે સૂરજ પોતાનો પ્રકાશ અને ચંદ્રમાં પોતાની ચાંદની છુપાવી શકતાં નથી. ડૉ. હેમાણીસાહેબ પણ એવું જ વ્યક્તિત્વ છે જે દેખાય છે તો સામાન્ય પરંતુ વિરલ વ્યક્તિત્વ છે. સાદગી, સેવા, સરળતા અને સંતોષ જેવા સદ્ગુણોનો તેમના જીવનમાં ઘણો ઉઘાડ થયેલો છે. તેઓ બાહોશ, કુશળ, ફરજનિષ્ઠ અને કરૂણાવંત તબીબ હોવાની સાથે કુટુંબપ્રિય, પ્રેમાળ, વત્સલ અને લાગણીશીલ પતિ, પિતા, દાદા અને ભાઈ પણ છે. પોતે નામાંકિત તબીબ હોવા છતાં ક્યાંય અભિમાન, સ્વચ્છંદતા, મોટાઈ કે વિવેકનો અભાવ દેખાતો નથી. ઊલટું તેમની સાથે પરિચયમાં આવનાર દરેક વ્યક્તિને તેમનામાં રહેલ વિનય, વિવેક, મિલનસાર સ્વભાવ અને સૌજન્યશીલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. મૃદુ વ્યક્તિત્વના સ્વામી, સુલભ, સાદો પરિવેશ પરંતુ મનમોહક વ્યક્તિત્વના સ્વામી સુમતિભાઈએ રાજકોટમાં સ્થાયી થયા પછી સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ કરવામાં તન-મન અને ધનથી કોઈ જ કસર નથી છોડી. આજે આ સ્વાર્થ, ઉપયોગિતા અને ભોગવાદના જમાનામાં પણ તેઓ સાધુ-સાધ્વી ભગવંતોની એટલી નિઃસ્વાર્થભાવે સેવા કરે છે કે તેને નમન કરવાનું મન થઈ જાય. સાધુ–સાધ્વીને ઓછામાં ઓછા દોષ લાગે તે રીતે તેમના સંયમનું બરાબર ધ્યાન રાખીને તેઓ તેમની ભાવસભર વૈયાવચ્ચ કરે. ઘણા બધા જટીલ તથા ઇમરજન્સી ઓપરેશન તેમણે સફળતાપૂર્વક કર્યા છે. Jain Education International ૧૧૨૩ “સંતસેવા એ જ પ્રભુસેવા” સૂત્રને ઘટઘટમાં અને લોહીના બુંદેબુંદમાં ઘૂંટીને જાણે તેમણે પોતાની જાતને સેવા– પરમાર્થમાં સમર્પિત કરી દીધી છે. આજે પણ તેઓના અંતરની ભાવના એ જ છે કે માત્ર પૂજ્યશ્રીઓની જ નહીં પરંતુ દુ:ખી, લાચાર, ગરીબ માનવીઓની સેવા કરવાનું અહોભાગ્ય મારા જીવનની અંતિમ પળો સુધી ચાલુ રહે તેવા આશીર્વાદ ભગવાન પાસેથી મળે. કેરડી સમી કાયામાં સેવાના કલ્પવૃક્ષ વાવનાર, સાધકના દ્રવ્યદેહમાં સ્વાસ્થ્યશક્તિનો સંચાર કરી ભાવપ્રાણ પૂરનાર ડૉ. હેમાણીસાહેબનું જીવન ખરેખર સેવાની જીવતીજાગતી મશાલરૂપ છે. તેઓ વ્યક્તિ એક છે પરંતુ તેમનામાં અનેક વિશેષતાઓ રહેલી છે. તેમનામાં રહેલી દિલની અમીરી, ખમીરી અને ખુમારીને બિરદાવવા તો શબ્દો પણ ઓછા પડે. સફળ ને નામાંકિત તબીબ હોવાથી સમયનો ઘણો અભાવ હોય. આમ છતાં સંતોના સત્સંગને કારણે ધર્મગ્રંથો વાંચવાની અને વાંચીને તેના પર ચિંતન-મનન કરવાની તક ક્યારેય છોડતા નથી. ઉપરાંત જીવનમાં નિયમિતતા ઘણી જ છે. ૧૯૬૫થી તેમના પત્ની અ.સૌ. દક્ષાબહેન સાથે સવારના ૫ થી ૬ કિલોમીટર ચાલવા જાય છે. ચાલતા ચાલતા નવકારમંત્રનું મનમાં સ્મરણ ચાલુ જ હોય. બંનેનું જીવન ધર્મપરાયણ છે. પ્રસન્ન દામ્પત્યજીવન જ નહીં પરંતુ પરિવાર જીવન પણ છે. બે પુત્રો-પુત્રવધૂ-પૌત્રીઓ સહિતનો પરિવાર કિલ્લોલ કરતો હોય ત્યારે લાગે કે સ્વર્ગ અહીં જ છે. સુમતિભાઈમાં રહેલી આ સેવાભાવનાનો થોડો યશ તેમના કુટુંબીજનોને ફાળે પણ જાય છે. તેમના નાના પુત્ર વિમલભાઈ કાન-નાકગળાના સર્જન છે. જેઓ પણ પોતાના પિતાના પગલે ચાલી રહ્યા છે. બસ, આવા નમ્ર, નિખાલસ અને નિઃસ્પૃહ તબીબના જીવનમાં સુખ-શાંતિ–સમાધિનો સુયોગ હંમેશા રહે તેમ જ તેમની સેવાપ્રવૃત્તિનો બાગ હંમેશા મઘમઘતો રહે. તેમની સેવાભાવનાને બિરદાવતા સંતો પણ કહે છે કે, ખીલે આપકી સેવા કા બાગ, પરમાત્મા કો પ્રાર્થત હૈ હમ, તીર્થંકર નામ કર્મ કા હો બંધ, ભાવના કરતે હૈં હમ, ખુશિયા મીલે હરપલ શુભકામના આજ દેતે હૈ હમ, ભાવભીજિત દિલે શુભેચ્છા ગુલદસ્તા અર્પત હૈ હમ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy