SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૮૪૫ જૈન દેરાસર By sar આભારી છે. પૂ. જીતવિજયજી મ.સા.નાં માતા અવલબહેન અને પિતા ઊકાભાઈ હતાં. સંસારી નામ હતું જયમલ. બાળપણથી જ ધર્મરંગે રંગાયેલા આ જયમલ્લને ૧૨ વર્ષની વયે આંખમાં વેદના થઈ. ધીરે ધીરે દેખાતું બંધ થઈ ગયું, પણ આંતરદૃષ્ટિ બંધ નહોતી થઈ. તેમણે 1000 વર્ષ પ્રાચીન પ્રભુશ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા પાસે પ્રાર્થના કરી : “જો હું દેખતો થાઉં તો મારે દીક્ષા સ્વીકારવી” અને ખરેખર તેઓ દેખતા થયા. અભિગ્રહ પ્રમાણે પૂજ્ય મણિવિજયજી દાદાના શિષ્ય પૂ. પદ્મવિજયજી પાસે આડીસર મુકામે વિ.સં. ૧૯૨૫ વૈ.સુ. ૩ના સંયમ સ્વીકારી જયમલમાંથી જીતવિજયજી” બન્યા. જ્યાં તેમની દીક્ષા થઈ એ કૂવાનું ખારું પાણી (આડીસર ગામ રણની પાસે જ છે) મીઠું થયું અને સૂકી રાયણ નવપલ્લવિત થઈ. આથી દીક્ષાના સમયથી જ તેમની આશ્ચર્યભરી સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ. વિ.સં. ૧૯૩૮માં ગુરુદેવશ્રી પૂ. પદ્મવિજયજી સ્વર્ગવાસી થયા, ત્યારબાદ તેમણે ખૂબ જ ભ્રમણ કર્યું અને અનેક લોકોનાં હૈયાંમાં ધર્મ–ભાવના ભરી, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ વગેરે અનેક સ્થળોએ તેમનાં ચાતુર્માસ થયેલાં છે. તેમની વચનસિદ્ધ મહાપુરુષ તરીકે પ્રસિદ્ધિ હતી. એમના મુખેથી નીકળેલું વાક્ય સત્ય બને જ, એવી ઘણી ઘટનાઓ લોકોને પ્રત્યક્ષ જોવા મળેલી. આંબરડી ગામે એક ગુલાબચંદ ઝોટા નામના લંગડાભાઈને નવકાર મંત્રના જાપ દ્વારા તે જ વખતે ચાલતા કરી દીધેલા. વિ.સં. ૧૯૫૫માં સૂઈ ગામમાં બિરાજમાન પૂજ્યશ્રીની નજર આકાશ પર જતાં “હવે તો એવો કાળ આવશે કે જેની પાસે ધાન હશે તેની પાસે ધન હશે” એવા શબ્દો તેમના મુખમાંથી નીકળી પડ્યા. આ સાંભળીને ત્યાંના શેઠ નેણશી પોપટલાલે અનાજનો વિપુલ સંગ્રહ કરેલો અને ખરેખર વિ.સં. ૧૯૫૬માં ભયંકર દુકાળ પડ્યો. પૂજ્યશ્રીની વાણી સાચી સાબિત થઈ. આવી તો કેટલીયે ઘટનાઓ એમના જીવનમાં બનેલી છે. કેટલાયને દેશવિરતિધર અને કેટલાયને સર્વવિરતિધર બનાવી અનેક લોકોનાં હૈયે ધર્મભાવનાનાં બીજ રોપી એમણે સ્વ–પર જીવનને ધન્ય બનાવ્યું. વૃદ્ધાવસ્થામાં પલાંસવા (કચ્છ-વાગડ) ખાતે સ્થિરતા કરી. વિ.સં. ૧૯૭૯ (કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતું હોવાથી ત્યારે કચ્છી વિ.સં. ૧૯૮૦ હતી, પણ કાર્તિકથી શરૂ થતી વિ.સં. ૧૯૭૯ જ હતી.), અષાઢ વદ-૬ની વહેલી સવારે સિદ્ધ ભગવંતોનું ધ્યાન ધરતાં સ્વર્ગે સિધાવ્યા. પૂજ્ય કનકસૂરિજી મ.નો સમુદાય તથા પૂ. શાન્તિચન્દ્રસૂરિજી મ.નો સમુદાય-એ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા.ની જ શિષ્યપરંપરા છે. આજીવન ગુરુ-અંતેવાસી પૂજ્ય મુનિશ્રી હીરવિજયજી મહારાજ વાગડ પ્રદેશના અનન્ય ઉપકારી આ મહાપુરુષનો જન્મ વિ.સં. ૧૯૧૩માં પલાંસવામાં થયો હતો. તેઓ ચંદુરા કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઓધવજીભાઈ તથા માતાનું નામ રૂપાબાઈ હતું. તેમનું સંસારી નામ હરદાસ હતું. આ પુણ્યશાળી આત્માએ ૨૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૩૮ના માગશર સુદ-૩ના પલાંસવા મુકામે પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. તેમનું નામ શ્રી હીરવિજયજી પાડી ૫.પૂ. શ્રી જીતવિજયજી મ.સા.ના શિષ્ય બનાવ્યા હતા. પુણ્યશાળી માણસોના પ્રસંગો પણ પ્રતાપી જ હોય છે. આ સમયે વરસીદાનમાં ૫000 કોરી અને મહોત્સવનો કુલ ખર્ચ ૮0000 કોરી થયો હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy