SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૪ જિન શાસનનાં I ઉ જ્વલ ગુરુ-પરંપરા, જે પરંપરાને પૂ. કલાપૂર્ણસૂરિજીએ વધુ ઉજ્વલ બનાવી..... વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી મહારાજ dH મુર-થરપરા, વિ.સં. ૧૮૬૬માં ઝુંપરંપરાને કચ્છ-વાગડના ભરૂડીઆ ગામે તેજસ્વી બાળકનો જન્મ થયો. માતા : રૂપાબાઈપિતા : દેવશીભાઈ- વંશ : ઓશવાળ. ગોત્ર : સત્રા. ગૃહસ્થી નામ : પરબતભાઈ. બળદની દર્દભરી રિબામણ જોઈ વૈરાગી થયેલા આ પરબત નામના કિશોરે ૧૭ વર્ષની વયે શ્રી રવિવિજયજી નામના ગોરજી પાસે દીક્ષા લીધી. નામ પડ્યું : શ્રી પદ્મવિજયજી. જોતજોતામાં આગમ, વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ, વૈદક વગેરેનો ઊંડો અભ્યાસ કરી વિદ્વાન બન્યા. સત્ય માર્ગની જાણ થતાં ૪૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૧૧માં સંવેગી દીક્ષા સ્વીકારી. છ - 1 બf "DIFE | ત્યારે ભારતમાં સંવેગી સાધુઓ બહુ જ ગણ્યાગાંઠ્યા હતા. આથી ગુરુ શોધતાં તેમને બહુ જ મુશ્કેલી પડી. સંવેગી દીક્ષા પછી તેર વર્ષ બાદ ૫૮ વર્ષની ઉંમરે તેમની વડી દીક્ષા થઈ. તેમના ગુરુ બન્યા તપાગચ્છીય દાદાશ્રી મણિવિજયજી મહારાજ! ત્યાર પછીનાં દશ વર્ષોમાં એમણે જબરદસ્ત સંયમસાધના કરી. તપ, ત્યાગ, ઔદાર્ય, વૈરાગ્ય વગેરે ગુણોથી એમણે જીવનને નંદનવન સમું બનાવ્યું. ઉદારતાનો ગુણ તો એટલો બધો વિકલેસો હતો કે તેમણે એક વખત ડેલાવાળા સૌભાગ્યવિજયજી મહારાજને પોતાના શિષ્ય રત્નવિજયજી સોંપી દીધેલા. (આ વાતનો ઉલ્લેખ “મુહપત્તિ-ચર્ચા' નામના પુસ્તકમાં શ્રી બુટેરાયજીએ પણ કરેલો છે. જુઓ પેજ નંબર-૩૨) આવી મહાન ઉદારતાના સ્વામી પ્રકાંડ જ્યોતિર્વેત્તા મુનિશ્રી પદ્મવિજયજી મ.સા. ૬૮ વર્ષની વયે વૈશાખ સુદ ૧૧ની સાંજે પલાંસવા મુકામે કાળધર્મ પામ્યા. એમના ઉત્તરાધિકારી તરીકે પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા. આવ્યા, જેમણે કચ્છ વાગડ પ્રદેશમાં ધર્મસંસ્કારોનું કાર્યપોતાના ગુરુદેવનું કાર્ય સહર્ષ ઉપાડી લીધું. વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય દાદાશ્રી પદ્રવિજયજી મ.સા.ને અગણિત વંદન......! પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મહારાજ દાદાશ્રી જીતવિજયજી મહારાજ પોતાના સંયમ અને તપોનિષ્ઠ જીવનથી જૈનજગતમાં જાણીતા છે. આ મહાપુરુષનો જન્મ 1 વિ.સં. ૧૮૯૬ ચૈત્ર સુદ ૨ ના પવિત્ર દિવસે કચ્છ દેશના મનફરા ગામની પુણ્યધરા પર થયો હતો. -વિક્રમની ૧૮મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજી મ.સા.ની પણ આ મનફરા (જૂનું નામ મનોહરપુર) જ જન્મભૂમિ હતી. આજ સુધી આ ગામમાંથી ૬૫ જેટલા આત્માઓ સંયમધર બનેલા છે. તે આવા મહાપુરુષોને ભદ્રેશ્વર તીર્થના શિખરબંધ દહેરાસર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy