SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો દરમિયાન સુંદર આરાધના કરી-કરાવી. સં. ૨૦૪૫ના કારતક વદ ૪ને દિવસે સકળ સંઘની ઉપસ્થિતિમાં, વિશાળ સાધુવર્ગની નવકારમંત્રની અખંડ ધૂન વચ્ચે, પદ્માવતીની આરાધના પૂર્વક અને પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક અંતિમ આરાધના કરી સમાધિપૂર્વક આ નશ્વર જગતમાંથી વિદાય લીધી–કાળધર્મ પામ્યા. સમગ્ર જૈનસમાજમાં આ સમાચારથી ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ. સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, બેંગલોર મેવાડદેશોદ્ધારક, ૨૨૨ પ્રતિષ્ઠા કારક, ૪૦૦ અટ્ટમના તપસ્વીસ ૪૦૦ જિનાલયોના જિર્ણોદ્ધારક પ. પૂ. આ.શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મરુભૂમિ રાજસ્થાનમાં પાદરલી ગામ છે. તેમાં હીરાચંદજી નામે એક સુશ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્ની મનુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૯ના વૈશાખ વદ ૬ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ જેઠમલજી રાખ્યું. માતાના પ્રબળ સંસ્કાર વડે આ. શ્રી મંગલપ્રભસૂ.મ.ની પ્રેરણાથી ધાર્મિક સંસ્કારવાળા થયા. શાળાકીય શિક્ષણ લઈને વેપારધંધાર્થે મુંબઈ આવેલા જેઠમલજીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો પાવનકારી સંપર્ક થયો અને તેઓ સંયમી બનવાના મનોરથવાળા થયા. સંસારની જંજાળમાં જકડાઈ ચૂક્યા હોવાથી આ મનોરથ સફળ બનાવવા ઘણો પુરુષાર્થ કરવો પડ્યો, પણ અંતે વિજયી બનીને સવા વરસના બાલકને માતા-પિતાને સોંપીને સં. ૨૦૦૮ના જેઠ સુદ પાંચમે મુંબઈ ભાયખલામાં સંયમ સ્વીકારીને મુનિ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ બન્યા અને ગુરુપદે પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજને સ્થાપિત કર્યા. ગુરુસમર્પણભાવ, જ્ઞાનધ્યાનની તાલાવેલી, તપપ્રેમ આદિ ગુણોના પ્રભાવે થોડા જ સમયમાં તેઓશ્રીએ અદ્ભુત પ્રગતિ સાધી. પૂજ્યશ્રીના નાનાભાઈ ગણેશમલજીએ પણ વડીલ બંધુના સંયમજીવનથી આકર્ષાઈને બે વર્ષ બાદ દીક્ષા લીધી. અને મુનિ ગુણરત્નવિજયજી બન્યા. મુનિ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ પર ગજબની ગુરુકૃપા હતી, એથી થોડાં જ વર્ષોમાં જ્ઞાન–ધ્યાન અને તપ–જપનાં ક્ષેત્રે પૂજ્યશ્રીએ ખૂબ જ સુંદર પ્રગતિ સાધી. અઠ્ઠમ એમનો પ્રિય તપ. ૪૦૦ અઠ્ઠમ કરીને આ Jain Education International ૮૧૯ ક્ષેત્રમાં મહાન સિદ્ધિ મેળવી. તદુપરાંત કર્યસાહિત્યના સર્જનમાં પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા ગુરુદેવના કાળધર્મ બાદ પૂજ્યશ્રીની પ્રેરણા “મારી ભાવના છે કે કોઈ મેવાડ સંભાળે, કોઈ મારવાડ સંભાળે એ વાતને લક્ષમાં લઈ તેઓશ્રીએ પોતાની વિહારભૂમિના કેન્દ્ર તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશનો ઘણી રીતે ઉદ્ધાર કરવો જરૂરી હતો. વિશાળ અને મહાન જિનમંદિરો જરિત થઈ ગયાં હતાં, કયાંક મંદિરો સારાં હતાં, તો પૂજકોનો અભાવ હતો. આ બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. પંન્યાસજી જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટો સહન કરીને મેવાડમાં વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નોથી થોડાં વર્ષોમાં મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની પાવનકારી પ્રેરણાથી મેવાડ માલવા આદિમાં ૪૦૦ મંદિરોનો જીર્ણોદ્ધાર થયો. દેરાસરોના જીર્ણોદ્ધાર સાથે હજારો શ્રાવકશ્રાવિકાઓના જીર્ણોદ્ધાર કર્યા. સ્થાનકવાસી તેરાપંથીઓને જિનપૂજાની શાસ્ત્રીયતા સમજાવી જિનપૂજક બનાવ્યા. ૨૨૨ જેટલાં મંદિરોની અંજનશલાકા પ્રતિષ્ઠાઓ કરાવી. ૨૫ ઉપરાંત ઉપધાનતપ થયાં. ૭૫ દીક્ષાઓ થઈ. બિખરે ફૂલ જેવા ૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયાં, જેમાં ‘રસબંધો' નામનો ૨૫ હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ થયો છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૨૫ જેટલા જ્ઞાનભંડારો સ્થાપિત થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી છ : મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી છે. મેવાડ પ્રદેશમાં ઇસ્વાલ, સિરસ, માંડલગઢ, દયાલકિલા તીર્થ, નાગેશ્વર, ભદ્રંકરનગર, લાલુખેડા, ભીમ, વિઘ્નહરાત્રિલોકપતિ પાર્શ્વનાથ વારાણસી ધામ આદિ અનેક નાનાંમોટાં તીર્થોનાં જીર્ણોદ્ધાર, વિકાસ, વિસ્તાર તથા રક્ષણ માટે અને તેને સક્ષમ અને સુદૃઢ બનાવવા ભગીરથ અને સતત પરિશ્રમ ઉઠાવવા બદલ પૂજ્યશ્રીને મેવાડદેશોદ્ધારક' તરીકે ઓળખવામાં આવ્યા. ગણિપદવી વખતે ૨૦ હજાર માનવમેદની હાજર હતી. તેઓશ્રીની યોગ્યતા પ્રમાણે, શ્રી સંઘની નમ્ર વિનંતીઓ થવાથી અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને વવર્તીને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શુભ દિવસે રાજસ્થાનના દલોટ મુકામે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારે ૩૦ હજારથી વધુ માનવમેદની હતી. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવનાર પૂજ્યશ્રીનો સંયમપર્યાય ૫૪ વર્ષનો હતો. પૂજ્યશ્રીની સમાધાનવૃત્તિ જબરદસ્ત હતી માટે ખુમારી સાથે કહી શકતા હતાં કે ૫૪ વર્ષના સંયમપર્યાયમાં મને ૫૪ મિનિટ પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy