SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો સંકલ્પ સાચો અને મનોબળ મજબૂત હતું. માંદગીમાંથી બહાર આવ્યા અને વિ.સં. ૧૯૯૨ મુંબઈ શેઠ મોતીશા લાલબાગ ઉપાશ્રયમાં પોતાના પરમ તારક ગુરુદેવની તથા વડીલ ગુરુબંધુ. પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવરની નિશ્રામાં ચાતુર્માસમાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી માટે પાયો નાંખ્યો. આ મહાપુરુષે આ રીતે વર્ધમાન તપમાં આગળ વધતાં વિ.સં. ૨૦૧૩ના મહા સુદ ૮ના શુભ દિને સુરેન્દ્રનગર મુકામે પોતાના પરમતારક સુવિશુદ્ધચારિત્રચુડામણિ પ.પૂ. ગુરુદેવેશ આ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં ૧૦૦ મી ઓળી અતિભવ્ય મહોત્સવપૂર્વક પૂર્ણ કરી. તેમાં ૪૦ થી ૧૦૦ ઓળી તો ઠામ ચોવિહાર કરેલી. ઠામ ચોવિહાર એટલે આયંબિલ સમયે આહાર પાણી વા૫૨વા. આયંબિલ પૂરું કર્યા પછી પાણી પણ વાપરવું નહીં અર્થાત્ તે જ સ્થાને અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો. વિ.સં. ૨૦૧૩માં ફરીથી વર્ધમાન આયંબિલ તપનો પ્રારંભ કર્યો અને વિશ્વવિક્રમી બીજી વખતની ૧૦૦ ઓળી (તેમાં પણ ૧ થી ૭૨ ઓળી તો ઠામ ચોવિહાર) કરી. પૂજ્યશ્રીની ગણી તથા પંન્યાસ પદવી વિ.સં. ૨૦૨૨ વૈશાખ સુદ ૮ ખંભાત અને આચાર્ય પદવી વિ.સં. ૨૦૨૯ માગસર સુદ ૨ રાજપુર ડીસામાં થયેલ. તેઓશ્રીની નિશ્રામાં શ્રી ભારોલતીર્થમાં ભવ્યાતિભવ્ય ઐતિહાસિક શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ આદિ જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રીનું વિ.સં. ૨૦૫૩નું ચાતુર્માસ ૨૭ વર્ષે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થમાં દબદબાભેર થયું, તે ચાતુર્માસમાં ૫૧ ઉપવાસ, ૧૫ ઉપરાંત માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ તેમજ પૂજ્યશ્રીને ચાલુ ૧૦૦+૧૦૦+૮૮=૨૮૮મી ઓળીના અનુમોદનાર્થે સમગ્ર પાલિતાણામાં અષ્ટકર્મચીરક સામુહિક અટ્ટાઈ તપનું મંગલ અનુષ્ઠાન ૮૦૦ (આઠસો અટ્ટાઈ)ની સંખ્યામાં થયું અને અપૂર્વ ગુરુભક્તિ અદા થઈ. ૮૯મી ઓળીની પૂર્ણાહૂતી શ્રી ગિરનારજી તીર્થમાં શ્રી નેમિનાથદાદાની છત્રછાયામાં વિ.સં. ૨૦૫૪ ફા.સુ. ૩ના થઈ. શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં શાશ્વતી એવી ચૈત્રી ઓળીની આરાધનાર્થે પધાર્યા પણ પૂર્વકૃત કર્મોદયે જમણા અંગે પેરેલીસીસ થતાં અમદાવાદ પધાર્યા. વિ.સં. ૨૦૫૪ના શ્રાવણ વદ પના સવારના ૮-૧૦ કલાકે ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ પ.પૂ.આશ્રીવિ. મહોદયસૂરીશ્વરજી મહારાજાદિના શ્રીમુખે શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં-કરતાં ૮૪ વર્ષની વયે ૬૫ વર્ષનો સંયમ પર્યાય પાળી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હર્ષતિલકસૂરિજી મ.સા.ની પ્રેરણાથી કચ્છ-માંડવીનિવાસી શ્રીમતી જયાબેન શાંતિલાલ ભાઈલાલ પરિવાર-નડિયાદ-રાજકોટ Jain Education International ૮૧૧ વર્તમાનમાં વર્ધમાનતપની પ્રેરણા દ્વારા આયંબિલતપનું વ્યાપક મહત્ત્વ દર્શાવનારા તપોમૂર્તિ, વચનસિદ્ધ મહાપુરુષ, શાસનદીપક અને અપૂર્વ શાસનપ્રભાવક પૂ. આ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. ભારતભરમાં ગામેગામ આયંબિલતપનું મહત્ત્વ દર્શાવી, આયંબિલ શાળાઓનો પાયો નાખનાર પૂ. આ. શ્રી વિજયભક્તિ-સૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ છે. પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથજીથી ગુજરાતના સુપ્રસિદ્ધ વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર રાધનપુર પાસેનું સમી ગામ રૂના વેપારનું મોટું મથક ગણાય છે. એ ગામમાં વીશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર હતું. જૈનશાસનની મોટામાં મોટી શાશ્વતી ઓળીની તપશ્ચર્યાની શરૂઆતના મંગલ દિને સં. ૧૯૩૦ના આસો સુદ ૮ના શુભ દિવસે વસ્તાભાઈનાં તપસ્વિની સુશ્રાવિકા હસ્તુબાઈએ પુત્રરત્નને જન્મ આપ્યો. માતાપિતાએ મહોત્સવપૂર્વક બાળકનું નામ મોહનલાલ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો બાળકમાં ઊતર્યા, અભ્યાસમાં બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, થોડા વખતમાં પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. યૌવનના આગમન સાથે મોહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. વિધિસહિત વીસ સ્થાનકતપ, ચોસઠપહોરી પૌષધ, ચાર વરસ સમોસરણ તપ, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ તપસ્વી બની ગયા. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર પ્રબળ બની. એમનો પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને સંયમજીવન સ્વીકારવાનો ઉત્સાહ થયો. સમીના સંઘની ભાવનાથી પોતાના પનોતા પુત્ર મોહનભાઈની દીક્ષાનો મહોત્સવ સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ સમક્ષ દીક્ષા પ્રદાન કરી. સભાજનોએ ચોખાથી વધાવ્યા. પૂ. ગુરુદેવે મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ શાસ્ત્રવિશારદ, જૈનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા રહ્યા અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક મહારોગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy