SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ છાણીના એ દાદા શાંતિનાથ પ્રભુના જિનાલય સમીપના પ્રાંગણમાં આજ સુધીમાં લગભગ ૩૦૦ આત્માઓ દીક્ષિત થયા છે. છાણીના શાંતિલાલ છોટાલાલ શાહ પરિવારનું પનોતું રત્ન. શાંતિભાઈના પાંચ પુત્રો જેમાંના ત્રણ પુત્રો સાગર સમુજદાયના માલવોદ્ધારક પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ.સા.ના શિષ્ય આગમવિશારદ પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા.ના ચરણોમાં જીવન સોંપી વિકાસના ઉચ્ચ શિખરે પહોંચ્યા. ત્રણ પુત્રો જિનશાસનના મહાન સૂરિવરો—પૂ. આ. અશોકસાગરસૂરિજી મ.સા., આ. જિનચંદ્રસાગરસૂરિજી મ.સા., પૂ. આ હેમચંદ્રસાગરસૂરિ મ.સા. થયા. તો અન્ય બે પુત્રોએ પોતાના પુત્રરત્નોને શાસનને સમર્પિત કર્યા. સૌથી જ્યેષ્ઠ પુત્ર શ્રી સેવંતીભાઈના પનોતા પુત્રરત્ન એ જ મુનિ સાગરચંદ્રસાગરજી મ.સા.. કા.વ. ૧ વિ.સં. ૨૦૨૩ના છાણીના વાણીયાવાડમાં જન્મ ધારણ કરી ૧૧ વર્ષની કુમળી વયે વૈ. સુ. ૬ વિ.સ. ૨૦૩૪ના કલ્પેશમાંથી મુનિ સાગરચંદ્રસાગર બનનારા એ મુનિવર આજે જિનશાસનના સર્વોચ્ચ આચાર્યપદે શોભી રહ્યા છે. ગૃહીમાંથી મુનિ અને મુનિમાંથી સૂરિ સુધીની યાત્રા ખરેખર અદ્ભુત છે. પૂજ્યશ્રીના જીવનઘડતરમાં ત્રણેય કાકા મ.સા., પૂ. અશોક-જિનચંદ્ર-હેમચંદ્રસા.સૂ.મ.નં મહત્ત્વનું યોગદાન રહ્યું. બાળવયથી જ અભ્યાસમાં સતત ઉદ્યમશીલ રહ્યા. તેમના માતાપિતા મંજુબેન અને સેવંતીભાઈ પણ નાની વયમાં જ દીકરાને ગુરુના હાથમાં સોંપીને ધન્ય થયા હતા. તેઓ કહેતા કે લગ્ન બાદ તરત જ તેમણે સંકલ્પ કરેલો કે “સ્વજીવન તો પ્રભુચરણે સમર્પિત કર્યું નથી; આ ભવમાં સંયમ નથી લઈ શક્યા તો હવે પ્રથમ સંતાન જિનશાસનના ચરણે સોંપી દેવું.” કલ્પેશને જન્મથી જ ધર્મના સંસ્કાર તેઓ સાવચેતીથી આપતાં. માત્ર ૬ વર્ષની ઉંમરે તેણે ઉપવાસ સાથે પૌષધ કર્યો હતો. એની ઉંમર નાની હતી પણ સમજશક્તિ ઘણી મોટી હતી. છાણી ગામના ઓટલા ઉપર તે સાધુ મહારાજની જેમ વસ્ત્રો પહેરી ગામના છોકરાઓને ભેગા કરી પ્રવચન આપતા હતા. એ વખતે ખબર ન હતી કે એની આ ચેટા ક્યારેક વાસ્તવિક બની સંઘ, સમાજ અને રાષ્ટ્રને અજવાળનારી બનશે! પુત્ર પ્રત્યેના મોહલાગણીને-માની મમતાને પાછળ રાખીને હૃદયને કઠણ કરીને મંજુબેને દીક્ષા માટે એને રજા આપી હતી. દીક્ષા બાદ સંસ્કૃત, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, ન્યાય, ઇતિહાસ, યોગ, જ્યોતિષ તેમજ આમિક પ્રકરણો આદિના Jain Education International જિન શાસનનાં સઘન અભ્યાસ સાથે વડીલોની સેવા-વિનય-વૈયાવચ્ચ દ્વારા શિષ્યગણોમાં અગ્રેસર રહ્યા. પ્રથમ ચોમાસું ઉંઝા જૈન સંઘમાં થયું. ત્યારબાદ અમદાવાદ, સુરત, ખંભાત, રતલામ, ઇન્દૌર, ભાવનગર, નવસારી, મહેસાણા, કલકત્તા, પાલીતાણા, મુંબઈના વિવિધ સંઘો, વાપી આદિ સંઘોમાં ભવ્યતમ ચાતુર્માસો થયા. વિદ્ભોગ્ય પ્રભાવક પ્રવચનો, આકર્ષક પ્રવચનશૈલી, યુવાશિબિરો, રાત્રિપ્રવચનો-ધ્યાન-યોગ-પ્રશ્નોત્તરી આદિ દ્વારા સંઘોમાં જાગૃતિનો શંખનાદ ફૂંક્યો. સંસ્કૃતિ વિચાર પરિષદ-નવસારી, વિશ્વ જૈન પરિષદમુંબઈ, જૈન સ્ટુડન્ટ ફાઉન્ડેશન આદિ સંસ્થાની સ્થાપના કરી તે દ્વારા જિનશાસનના પ્રભાવક તથા મહત્ત્વપૂર્ણ વિવિધ આયોજનો—વિશિષ્ટ કાર્યો થયા. વાપી ગામમાં વર્ષોના ઇતિહાસમાં પ્રથમવાર એક તિથિ પક્ષનું ચાતુર્માસ કરી યાદગાર ઉપધાન કરાવ્યા. તેમની પ્રેરણાથી આજ સુધીમાં ૯ ઉપધાન તપ થયા છે. જેમાંથી અનેક આત્માઓ સંયમી થયા છે. ૫૪ દીક્ષા, ૧૨ છ'રી પાલક સંઘો-જેમાં મુંબઈથી નાગેશ્વરનો ૫૧ દિવસીય વિરાટ સંઘ તેમજ નવસારીથી પાલિતાણાનો ૩૩ દિવસીય સંઘ, મુંબઈ વાલકેશ્વરથી પાલિતાણાનો ૫૦ દિવસીય સંઘ તથા અન્ય સંઘો નીકળ્યા. ૬૮ તીરથ ભાવયાત્રાનું અભિનવ સંયોજન, ૪૫ આગમ પરિચય વાચના, ગુરુપાદુકા પૂજન, અખંડ અભિષેક ઉત્સવ, મેરૂ અભિષેક, નવકાર આરાધના જાપ અનુષ્ઠાનો આદિ દ્વારા સંઘોમાં ભક્તિનો માહોલ ઊભો કરતા. મુંબઈના હૃદયસમા ગોડીજી જિનાલયમાં ઐતિહાસિક ચોમાસુ બાદ ૭૦૦ કિલો વજનના ચમત્કારિક શ્રી સ્વર્ણ પાર્શ્વનાથપ્રભુ તથા વિજયદેવસૂરિ ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા તથા સુપાર્શ્વનાથ જિનાલયે મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા સમગ્ર મુંબઈમાં ગાજી હતી. તો કાંદીવલીમાં પાંચ તેમજ ભાયંદરમાં સામૂહિક ૯ દીક્ષાઓ (જેમાં ૧ મરાઠી અજૈન બેન પણ હતા.) દ્વારા અદ્ભુત શાસનપ્રભાવના કરી હતી. પાલિતાણા તીર્થે સોનગઢ રોડ પર શત્રુંજય-તીર્થ પ્રવેશદ્વાર તથા પાલીતાણા રોડ પર ૨૪ દેરી-કૈવલ્યવાટિકા૧૦૮ સ્તૂપ આદિનું નિર્માણ કરાવ્યું હતું. જેમની પ્રેરણાથી મુંબઈમાં સર્વપ્રથમ સ્વર્ણાક્ષરી આગમમંદિરનું નિર્માણ પાર્લા (ઇસ્ટ) જૈન સંઘમાં થયું. જૈન સ્ટુડન્ટ ફાઉન્ડેશન જે. એસ.એફ.ના માધ્યમે કોલેજીયન યુવાનોમાં જૈનત્વ જગાડવાનું કાર્ય થઈ રહ્યું છે. એવા આ પૂજ્યશ્રીને ‘અયોધ્યાપુરમ્’ તીર્થે આચાર્યપદવી અપાઈ હતી. વર્ધમાન તપ ઓળી, અટ્ટાઈ, વર્ષીતપ આદિ દ્વારા તપથી જીવનને શણગાર્યું છે. તેમા શિષ્યોમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy