SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 304 મહાનિસીહ-૫-૭૮૮ મુનિ અપરાધ કરનાર ઉપર પણ કોપાયમાન ન થાય તે ગચ્છ. [789-790 હે ગૌતમ ! જે ગચ્છમાં પાંચ વધસ્થાનો ઘંટી-સાંબેલું-ચુલોપાણીયારું-સાવરણી] પૈકી એક પણ હોય તે ગચ્છને ત્રિવિધ વોસિરાવીને બીજા ગચ્છમાં ચાલ્યા જવું વધસ્થાન અને આરંભથી પ્રવૃત્ત એવા ઉજ્વલ વેષવાળા ગચ્છમાં વાસ ન કરવો, ચારિત્ર ગુણોથી ઉજ્જવલ એવા ગચ્છમાં વાસ કરવો. 7i91] દુર્જય આઠ કર્મરૂપી મલ્લને જીતનાર પ્રતિમલ્લ અને તીર્થકર સરખા આચાર્યની આજ્ઞાનું જેઓ ઉલ્લંઘન કરે છે તેઓ કાપુરુષ છે, પણ સત્પરુષ નથી. 7i92-78 ભ્રષ્ટાચાર કરનાર, ભ્રષ્ટાચારની ઉપેક્ષા કરનાર અને ઉન્માર્ગમાં રહેલ આચાર્યએ ત્રણે પણ માર્ગનો નાશ કરનાર છે. જો આચાર્ય ખોટ માર્ગમાં રહેલા હોય, ઉન્માર્ગની પ્રરૂપણા કરતા હોયતો નક્કી ભવ્ય જીવોનો સમૂહ તે ખોટા માર્ગને અનુસરનાર થાય છે, માટે ઉન્માર્ગે આચાર્યનો પડછાયો પણ ન લેવો. 7i94-795 આ સંસારમાં દુખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને. તેને માર્ગ વિષે સ્થાપન કરે છે, તેણે દેવો અને અસરોવાળા જગતમાં અમારી પડહની ઉદ્ઘોષણા કરાવી છે એમ સમજવું. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં એવા કેટલાક મહાપુરુષો હતા, છે અને થશે કે જેમના ચરણયુગલ ગતના જીવોને વંદન કરવા યોગ્ય છે, તેમજ પરહિત કરવા માટે એકાત્ત પ્રયત્ન કરવામાં જેમનો કાલ પસાર થાય છે તે ગૌતમ ! અનાદિકાળથી ભૂતકાળમાં થયા છે. ભવિષ્યકાળમાં થશે કે જેમના નામ કરણ કરવાથી પણ નક્કી પ્રાયશ્ચિત લાગે. f797-79ii આ પ્રકારની ગચ્છની વ્યવસ્થા દુષ્પસહ સૂરિ સુધી ચાલવાની પણ તેમાં વચલા કાળમાં જે કોઈ તેનું ખંડન કરશે તો હે ગૌતમ! તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર ગતના જીવોના મંગલ અને એક કલ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરૂપદ્રવ સિદ્વિપદ વિચ્છેદ કરનારને જે પ્રાયશ્ચિત લાગે તે પ્રાયશ્ચિત ગચ્છવ્યવસ્થા ખંડન કરનારને લાગે. માટે શત્રુ અને મિત્ર પક્ષમાં સમાન મનવાળા, પરહિત કરવામાં તત્પર કલ્યાણની ઈચ્છાવાળાએ અને પોતે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. [800-803] ત્રણ ગારવમાં આસક્ત થએલા એવા અનેક આચાય ગચ્છની. વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને હજુ આજે પણ બોધિ-સાચો માર્ગ પામી શકતા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિની પ્રાપ્તિ નહિ કરશે. અને લાંબા કાળ સુધી અતિશય દુઃખ પૂર્ણ સંસારમાં રહેશે. હે ગૌતમ ! ચૌદરાજ પ્રમાણ લોકનેવિષે વાળની અણીના ખૂણા જેટલો પણ એવો પ્રદેશ નથી કે જ્યાં આ જીવે અનંતા મરણો પ્રાપ્ત ન કર્યો હોય. ચોરાશી લાખ જીવને ઉત્પન્ન થવાના સ્થાનો છે, તેમાં તેવી એક પણ યોનિ નથી કે હે ગૌતમ! જેમાં અનંતી વખત સર્વ જીવો ઉત્પન્ન ન થયા હોય. 8i04-806] તપાવેલી લાલવર્ણવાળા અગ્નિ સરખી સોયો નજીક નજીક શરીરમાં ખોસવામાં આવે અને જે પ્રકારનું વેદનાનું દુઃખ થાય તેના કરતાં ગર્ભમાં આઠ ગણું દુઃખ થાય. ગર્ભમાંથી જ્યારે જન્મ થાય અને બહાર નીકળે ત્યારે યોનિયંત્રમાં પિલાવાથી જે દુઃખ થાય તે (તેનાથી) કોડ કે ક્રોડાકોડ ગણું પણ દુઃખ થાય જન્મ થતો હોય અને મરણ પામતો હોય તે સમયનું જે દુખ તે સમયે તો તેના દુખાનુભવમાં પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy