SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિસીહ – ૭/-૧૩૮૨ રાગથી બહાર જાય તો છેદોપસ્થાપન, અગીતાર્થ કે ગીતાર્થને શંકા ઉત્પન્ન થાય તેવા આહાર પાણી ઔષધ વસ્ત્ર, પાત્ર, દાંડો વગેરે અવિધિથી ગ્રહણ કરે અને ગુરુની પાસે તેની આલોચના ન કરે તો ત્રીજા વ્રતનો છેદ, એક માસ સુધી અવંદનીય અને તેની સાથે મૌનવ્રત રાખવું. આહાર પાણી ઔષધ અથવા પોતાના કે ગુરુના કાર્ય માટે ગામમાં, નગરમાં, રાજધાનીમાં, ત્રણમાર્ગો, ચારમાર્ગો, ચૌટા કે સભાગૃહમાં પ્રવેશ કરીને ત્યાં કથા કે વિકથા કહેવા લાગે તો ઉપસ્થાપન, પગમાં પગ રક્ષક - ઉપાનહ પહેરીની ત્યાં જાય તો ઉપસ્થાપન. ઉપાનહ ગ્રહણ કરે તો ઉપવાસ, તેવો પ્રસંગ ઉભો થયા અને ઉપાનહનો ઉપયોગ ન કરે તો ઉપવાસ. ક્યાંય ગયો, ઉભો રહ્યો અને કોઈકે પ્રશ્ન કર્યો તેને કુશળતા અને મધુરતાથી કાર્યની જરૂર પુરતો અલ્પ,અગર્વિત, અનુચ્છ, નિર્દોષ સમગ્ર લોકોના મનને આનંદ કરાવનાર, આલોક અને પરલોકને હિતકારી થાય તેવો પ્રત્યુત્તર ન આપે તો અવંદનીય, જો અભિગ્રહ ગ્રહણ કર્યો ન હોય તેવો ભિક્ષુક સોળ દોષોથી રહિત પણ સાવયુક્ત વચન બોલે તો ઉપસ્થાપન બહુ બોલે તો ઉપસ્થાપન, કષાયયુક્ત વચન બોલે તે અવંદનીય. કષાયોથી ઉદીરિત એવાઓની સાથે ભોજન કરે કે રાત્રે સાથ વાસ કરે તો એક માસ સુધી મૌનવ્રત, અવંદનીય, ઉપસ્થાપન, બીજા કોઈને કષાયનું નિમિત્ત આપી કષાયની ઉદીરણા કરાવે, અલ્પ કષાયવાળાને કષાયની વૃદ્ધિ કરાવો કોઈકની મર્મ-ગુપ્ત હકીકતો ઉઘાડી પાડે. આ સર્વમાં ગચ્છ બહાર કરવો. ૩૫ કઠોર વચન બોલે પાંચ ઉપવાસ, આકરા શબ્દો બોલે તો પાંચ ઉપવાસ, ખર, કઠોર, આકરા, નિષ્ઠુર, અનિષ્ટ વચનો બોલે તો ઉપસ્થાપત્, ગાળો આપે ઉપવાસ, કકળાટ કરતાં કલહ કજીયા તોફાન લડાઈ કરે તો ગચ્છની બહાર કરવો. મકાર, ચકાર, જકરાદિવાળી ગાળો અપશબ્દો બોલે તો ઉપવાસ બીજી વખત બોલે તો અવંદનીય, વધ કરે તો સંઘ બહાર કરવો, હણે તો સંઘ બહાર કરવો, ખોદતો હોય, ભાંગતો હોય, લપસતો લડતો અગ્નિ સળગાવતો, બીજા પાસે સળગાવળાવતો, રાંધતો, રંધાવતો હોય તો દરેકમાં સંઘ બાહ્ય કરવો. ગુરુને પણ સામા ફાવે તેવા શબ્દો સંભળાવે, ગચ્છનાયકોની કોઈક પ્રકારે હલકાઈ લઘુતા કરે, ગચ્છના આચારો કે સંઘના આચારો, વંદન પ્રતિક્રમણ વગેરે મંડલીના ધર્મોનું ઉલ્લંઘન કરે, અવિધિથી દીક્ષા આપે, વડી દીક્ષા આપે, અયોગ્યને સુત્ર, અર્થ કે તદુભયની પ્રરુપણા કરે, અવિધિથી સારણાવારણા-ચોયણા-પડિચોયણા કરે અથવા વિધિથી સારણા-વારણા-ચોયણાપડિચોયણા ન કરે, ઉન્માર્ગ તરફ જતાને યથાવિધિથી સારણાદિક ન કરે, યાવત્ સમગ્ર લોકની સાંનિધ્યમાં પોતાના પક્ષને ગુણ કરનાર, હિત, વચન, કર્મ પૂર્વક ન કહે તો આ દરેકમાં અનુક્રમે કુલ, ગણ અને સંઘની બહાર કરવો. આ સર્વ સ્થાનકો વિષે દરેક ને કુલ ગણ અને સંઘ બહાર કરવો. કદાચ કુલ, ગણ સંઘની બહાર કર્યા પછી પણ તે અત્યંત ઘોર વી૨ તપનું અનુષ્ઠાન કરવામાં અતિશય અનુરાગવાળો થઈ જાય તો પણ હે ગૌતમ ! તે ન જોવા લાયક છે, માટે કુલ ગણ અને સંઘની બહાર કરેલા તેની પાસે ક્ષણ અર્ધક્ષણ ઘટીકે અર્ધીઘટીકા જેટલા સમય માટે પણ ન રહેવું. આંખથી નજર કર્યા વગર અર્થાત્ જે સ્થાને પરઠવવાનું હોય તે સ્થાનની દૃષ્ટિ પ્રતિલેખના કર્યા વગર ઠલ્લો, પેશાબ, બળખા, નાસિક મેલ, શ્લેષ્મ, શરીરનો મેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy