SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-શાલિકા-૧ ૩પપ માસક્ષપણ, એક સાથે કરવા સમર્થ ન હોય તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ૧પ દિવસ એવા. ઉપવાસ કરીને પણ તે પ્રાયશ્ચિત વાળી આપે. બીજું પણ જે કોઈ પ્રાયશ્ચિત તેની અંદર સમાઈ જતું હોય, આ કારણે ખંડાખંડી-વચમાં વિસામા લેવા પૂર્વક શક્તિ પ્રમાણે તપ પ્રાયશ્ચિતનું સેવન કરે. એમ કરતાં દિવસના મધ્યાહ્ન સમયે થનાર પરિમુઠના સમયમાં અલ્પકાળ બાકી રહ્યો. તે અવસરે જે કોઈ પ્રતિક્રમણ કરતા, વંદન કરતા, સ્વાધ્યાય કરતા, પરિભ્રમણ કરતા ચાલતા જતા ઉભા રહેતાં બેસતા ઉઠતા તેઉકાયનો સ્પર્શ થતો હોય અને ભિક્ષુ તેના અંગો ખેંચી ન લે, સંઘટ્ટો થતો ન રોકે, તો ચઉલ્થ ઉપવાસ, બીજાઓને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિતોમાં પ્રવેશ કરાવે, તથા પોતાની શક્તિ અનુસાર તપોકર્મનું સેવન ન કરે તો તેને બીજા દિવસે ચારગણું પ્રાયશ્ચિત જણાવે, જેઓ વાંદતા હોય કે પ્રતિક્રમણ કરતા હોય તેઓની આડ પાડીને સપકે બિલાડી જાય તો તેમનો લોચ કરવો. કે બીજા સ્થાને ચાલ્યા જાય. તેના પ્રમાણમાં ઉગ્રતામાં રમણતા કરવી. આ કહેલા વિધાનો ન કરે તો ગચ્છ બહાર કરવો. જે ભિષ્મ તે મહાઉપસર્ગને સિદ્ધ કરનારો, ઉત્પન્ન કરનારો, દુનિમિત અને અમંગલનો ધારક કે વાહક હોય, તે ગચ્છબહાર કરવા યોગ્ય જાણયો. જે પહેલી કે બીજી પોરિસિમાં અહીં તહીં ભટકતો હોય, ગમન કરતો હોય, અનુચિત્ત કાળે ફરનાર, છિદ્રો જોનાર એવો. જો તે ચારે આહારના - ચોવિહારના પચ્ચખાણ ન કરે તો છઠ્ઠ, દિવસે ચંડિલ સ્થાનની, પ્રતિલેખના કરીને રાત્રે જયણા પૂર્વક માગ્યું કે સ્પંડિલ વોસિરાવે તો ગ્લાનને એકાસન, બીજાને તો છઠ્ઠનું જ પ્રાયશ્ચિત, જો ચંડિલ સ્થાન દિવસે જીવજંતુરહિત તપાસ્યું ન હોય તેમજ ભાજન પૂજ્ય પ્રમાર્ટુન હોય, સ્થાન દેખી લીધું ન હોય, માત્ર કરવાનું ભાજન પણ જયણાથી દેખ્યું ન હોય અને રાત્રે, ઠલ્લો કે માત્રુ પરઠવે તો ગ્લાનને એકાસન, બાકીનાને દુવાલસ-પાંચ ઉપવાસ અથવા ગ્લાનને મિચ્છામિ દુક્કડં. એ પ્રમાણે પ્રથમ પોરિસીમાં, બીજી પોરિસીમાં સુત્ર અને અર્થનું અધ્યયન છોડીને જેઓ સ્ત્રી કથા, ભક્તકથા દેશ કથા રાજકથા, ચોર કથા કે ગૃહસ્થની પંચાતની કથા કરે અગર બીજી અસંબદ્ધ કથાઓ કરે, આતરોદ્રધ્યાનની ઉદીરણા કરાવનારી કથા કરે, તેવી પ્રસ્તાવના ઉદીરણા કરે કે કરાવે તેઓ એક વરસ સુધી અવંદનીય, કોઈ તેવા મોટા કારણ વશથી પ્રથમ કે બીજી પોરિસીમાં એક ઘડી કે અર્ધી ઘડી ઓછો સ્વાધ્યાય થયો તો ગ્લાનનો મિચ્છામિ દુક્કડં. બીજાઓને નિવિ ગઈ, અતિનિષ્ફરતાથી કે ગ્લાને જો કોઈ પ્રકારે કોઈપણ કારણ ઉત્પન થવાથી વારંવાર ગીતાર્થ ગુરુએ મના કરેલી હોવા છતાં અકસ્માત કોઈ વખત બેઠાં બેઠાં પ્રતિક્રમણ કર્યું હોય તો એક માસ અવંદનીય. ચાર માસ સુધી મૌનવ્રત તેણે રાખવું. જો કોઈ પ્રથમ પોરિસી પૂર્ણ થયા પહેલા અને ત્રીજી પોરિસી વીતી ગયા પછી ભોજન પાણી ગ્રહણ કરે અને વાપરેતો તેને પુરિમ, ગુરુની સન્મુખ જઈને ઉપયોગ ન કરેતો ચઉલ્ય, ઉપયોગ કર્યા વગર કંઈ પણ ગ્રહણ કરે તો ચઉત્થ, અવિધિએ ઉપયોગ કરેતો ઉપવાસ, આહાર માટે, પાણીમાટે, સ્વકાર્ય માટે, ગુરુના કાર્યમાટે, બહારની ભુમીએ નીકળતાં ગુરુના ચરણમાં મસ્તકનો સંઘટ્ટો કરીને “આવસ્સિઆએ”-પદ ન કહે, પોતાનાના ઉપાશ્રયના વસતિના દ્વારમાં પ્રવેશ કરતાં નિસીહ ન કહે તો પુરિમુઢ, બહાર જવાના સાત કારણ સિવાય વસતિમાંથી બહાર નીકળે તો ગચ્છ બહાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy