SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ મહાનિસીહ– -૧૨૩૯ વગાડશે એમ ગામમાં ફેરવીને ગામમાંથી બીજે સ્થળે જવા માટે કાઢી મૂકશે અને ફરી ગામમાં પ્રવેશ નહિં પામી શકશે. ત્યારે અરણ્યમાં વાસ કરતી તે કંદ-ફળનો આહાર કરતી રહેશે. નાભિના મધ્યમાં જેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલીના સર્વ શરીર ઉપર ગુમડા, દરાજ, ખરજવું, વગેરે ચામડીના રોગો ઉત્પન્ન થશે, તેને ખણતી તે ઘોર દુસહ દુઃખ અનુભવશે. [૧૨૪૦-૧૨૪૧] વેદના ભોગવતી હશે ત્યારે પદ્મનાભ તીર્થકર ભગવંત ત્યાં સમવસરશે અને તેમના તે દર્શન કરશે એટલે તરત જ તેના તથા બીજા તે દેશમાં રહેલા ભવ્યજીવો અને નારીઓ કે જેના શરીર પણ વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત હશે તે સર્વે સમુદાયોના રોગો તીર્થકર ભગવંતના દર્શનથી વિનાશ પામશે. તે સાથે લક્ષ્મણ, સાધ્વીનો જીવ જે કુલ્ફિકા છે તે ઘોર તપનું સેવન કરીને દુખનો અંત પામશે. [૧૨૪૨] હે ગૌતમ! આ તે લક્ષ્મણા આય કે જેણે અગીતાર્થપણાના દોષથી અલ્પ કલુષતા યુક્ત ચિત્તથી દુઃખની પરંપરા પામી. [૧૨૪૩-૧૨૪] હે ગૌતમ! જે પ્રમાણે આ લક્ષ્મણા આય દુઃખ પરંપરા પામી તે પ્રમાણે કલુષિચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખની પરંપરા પામ્યા માટે આ સમજીને સવભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની સાથે તેમની આજ્ઞામાં રહેવું તેમજ અત્યન્ત શુદ્ધ સુનિર્મલ વિમલ શલ્ય વગરનું નિષ્કલુષ મનવાળા થવું, એ પ્રમાણે ભગવંતની પાસેથી શ્રવણ કરેલું, કહું છું. [૧૨૪૫-૧૨૫૦] જેમના ચરણકમળ પ્રણામ કરતા દેવો અને અનુસરતા મસ્તકના મુકુટોથી સંઘટ્ટ થયા છે એવા દે જગદ્ગુરૂ ! જગતના નાથ, ધર્મતીર્થંકર, ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણનાર, જેમણે તપસ્યાથી, સમગ્ર કર્મના અંશો બાળી નાખેલા છે એવા, કામદેવ શત્રુનું વિદારણ કરનાર, ચારે કષાયોના સમૂહનો અંત કિરનાર, જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યવાળા, ઘોર અંઘકાર સ્વરૂપ મિથ્યાત્વ રાત્રિના ગાઢ અંધકારનો નાશ કરનાર, લોકાલોકને કેવલજ્ઞાનથી પ્રકાશિત કરનાર, મોહશત્રુને મહાત કરનાર, જેમણે રાગ દ્વેષ અને મોહ રૂપ ચોરો દુરથી ત્યાગ કર્યો છે, સો ચંદ્ર કરતાં પણ અધિક સૌમ્ય, સુખને કરનાર, અતુલબલ પરાક્રમ અને પ્રભાવવાળ, ત્રણે ભુવનમાં અજોડ, મહાયશવાળાં, નિરૂપમ રૂપવાળા, જેમની સરખામણીમાં કોઈ ન આવી શકે તેવા, શાશ્વત સ્વરૂપ મોક્ષને આપનાર સર્વ લક્ષણોથી સંપુર્ણ, ત્રિભુવનની લક્ષ્મીથી વિભૂષિત હે ભગવંત! ક્રમ પૂર્વક-પરિપાટીથી જે કંઈ સર્વે કરવામાં આવે તો કાર્યની પ્રાપ્તિ થાય. પરંતુ અકસ્માતુ અનવસરે ઘેટાનાં દૂધની જેમ વગર ક્રમે કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? [૧૨૫૧-૧૨પ૩ પ્રથમ જન્મમાં સમ્યગ્દર્શનબીજા જન્મમાં અણુવ્રતો ત્રીજા જન્મમાં સામાયિક ચારિત્ર, ચોથા જન્મમાં પૌષધ કરે, પાંચમામાં દુધર બ્રહ્મચર્યવ્રત, છઠ્ઠામાં સચિત્તનો ત્યાગ, એ પ્રમાણે સાતમા આઠમા નવમાં દશમાં જન્મમાં પોતાના માટે તૈયાર કરેલ - દાન આપવા માટે સંકલ્પ કરેલ હોય તેવા આહારદિકનો ત્યાગ કરવો વગેરે. અગીયારમાં જન્મમાં શ્રમણના સમાન ગુણવાળો થાય. આ ક્રમ પ્રમાણે સંયત માટે કેમ કહેતા નથી? [૧૨૫૪-૧૨પ૬] આવી કઠણ વાતો સાંભળીને અલ્પબુદ્ધિવાળા બાલન ઉગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy