SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૩૪૧ ગૌતમ ! પછી તેનો જીવ છઠ્ઠી નારકીમાં ગયો. ત્યાં નારીનું મહાઘોર અતિભયંકર દુઃખ ત્રિકોણ નરકાવાસમાં લાંબા કાલ સુધી ભોગવીને અહીં આવેલો તેનો જીવ તિર્યંચ યોનિમાં શ્વાનપણે ઉત્પન્ન થયો. ત્યાં કામનો ઉન્માદ થયો. એટલે મૈથુન સેવન કરવા લાગી. ત્યાં વચ્ચે ભેંસોએ યોનિમાં લાત મારી અને ઘા પડ્યો યોનિ બહાર નીકળી પડી અને તેમાં દશ વરસ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગ્યા. ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ! નવ્વાણું વખત કાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ ગર્ભની વેદનામાં શેકાઈ. [૧૨૨૦-૧૨૨૬] ત્યાર પછી જન્મથી દરિદ્રતાવાળા મનુષ્યને ઘરે જમ્યો પરંતુ બે માસ પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેર ઘેર ફેરવી સ્તન પાન કરાવીને મહાકાલેશથી જીવાડ્યો. પછી તેને ગોકુળમાં ગોપાલ તરીકે રાખ્યો. ત્યાં ગાયોનાં વાછરડાઓ પોતાની માતાના દૂધનું પાન કરતા હોય તેમને દોરડાથી ખીલે બાંધીને ગાયને દોહતો હતો તે સમયે દૂધ દોતાં દોતાં જે અંતરાય કર્મ ઉપાર્જન કર્યું તે કર્મના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવાંતરો સુધી સ્તનપાન પ્રાપ્ત ન કર્યું. દોરડાથી બંધાતો, રોકાતો, સાંકળોથી જડતો, દમન કરાતો માતા આદિ સાથેનો વિયોગ પામતો ભવોમાં ઘણું ભટક્યો, ત્યાર પછી મનુષ્યયોનિમાં ડાકણી સ્ત્રી પણ ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકોએ તેને ઘાયલ કરી છોડીને ચાલી ગયા. ત્યાંથી મૃત્યુ પામીને અહીં મણુષ્યપણું પ્રાપ્ત કરીને શરીરના દોષથી આ મહાપૃથ્વી મંડલમાં પાંચ ઘરવાળા ગામમાં - નગર શહેર કે પટ્ટણમાં એક પહોર અધે પહોર એક ઘડી વાર પણ સુખ શાન્તિ પ્રાપ્ત ન કરી. [૧૨૨૭-૧૨૩૨] હે ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સરખા અનેક રડારોળ કરાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણા દેવીનો જીવ અતિરોદ્ર ધ્યાનના દોષથી મરીને સાતમી નારક પૃથ્વીમાં ખાડાહડ નામક નરકાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા પ્રકારના મહાદુઃખનો અનુભવ કરીને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને વંધ્યા ગાય પણે ઉત્પન્ન થયો. પારકા ખેતર અને ખળામાં પરાણે પેસીને તેનું નુકશાન કરતી વાડો ભાંગી નાખતી ચરતી હતી. ત્યારે ઘણા લોકો એકઠા થઈને ન નીકળી શકાય તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા, એટલે તેમાં તે ખૂંચી ગઈ અને હવે બહાર નીકળી શકતી નથી. તેમાં પેસી ગયેલી તે બીચારી ગાયને જળચર જીવો ફોલી ખાતા હતા. તથા કાગડા ગીધ વગેરે ચાંચ મારતા હતા. ક્રોધથી વ્યાપી ગએલો તો ગાયનો જીવ મરીને જળ અને ધાન્ય વગરના મારવાડ દેશના રણમાં દ્રષ્ટિવિષ સર્પ પણે ઉત્પન્ન થયો. તે સર્પના ભવમાંથી ફરી પાંચમી નરક પૃથ્વીમાં ગયો. [૧૨૩૩-૧૨૩૯] એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ હે ગૌતમ ! લાંબા કાળ સુધી આકરું ઘોર દુઃખ ભોગવતો ભોગવતો ચાર ગતિ સ્વરૂપ સંસારમાં નારકી તિર્યંચ અને કુમનુષ્યણામાં ભ્રમણ કરીને ફરી અહીં શ્રેણીક રાજાનો જીવ જે આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકર થશે તેમના તીર્થમાં કુલ્પિકા પણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સરખીને ગામમાં કે પોતાની માતાને પણ દેખવાથી આનંદ આપનારી નહિં થાય તે સમયે સર્વે લોકોએ આ ઉદ્વેગ કરાવનારી છે, એમ વિચારીને મેશગેરુના લેપનું શરીર વિલેપન કરી ગધેડા ઉપર સવારી કરાવીને ભ્રમણે કરાવશે વળી તેના શરીર પર બન્ને પડખે પક્ષીઓના પીછા લગાડશે, ખોખરા શબ્દવાળું ડિડિમ આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy