SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ મહાનિસીહ- -૧૧૦૪ કરાએલા તે ભગવંત જો મારા મનમાં રહેલા સંશયને છેદે તો મને ખાત્રી થાય. તેટલામાં વળી ચિંતવ્યું કે જે થવાનું હોય તે થાઓ, મારે અહિં વિચાર કરવાનું શું પ્રયોજન છે. હું તો સર્વ દુઃખ (દોષ) નો નાશ કરનાર પ્રવજ્યાને અહિં અભિનંદન આપું છું. અથવું તે ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું. [૧૧૦પ-૧૧૦૭] તેટલામાં જિનેશ્વરની પાસે જવા નિકળ્યો. પરન્તુ જીનેશ્વરને ન દેખ્યા. એટલે ગણધર ભગવંત પાસે જવા માટે પ્રયાણ કર્યું. જિનેશ્વર ભગવંતે કહેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા ગણધર મહારાજા કરતા હોય છે. જ્યારે અહિં ગણધર મહારાજા વ્યાખ્યાન કરતા હતા ત્યારે તેમાં આ આલાપક આવ્યો કે “એક જ પૃથ્વીકાય જીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તે એનું રક્ષણ કરવા કોણ સમર્થ થઈ શકે છે? [૧૧૦૮-૧૧૧૧] આ વિષયમાં આ મહાયશવળા પોતાના આત્માની લઘુતા કરે છે. આ સમગ્ર લોકોમાં આ વાત-સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત આ કેમ પ્રરૂપતા હશે ? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે અત્યન્ત કાનમાં કડકડ કરનારું છે. નિષ્કારણ, ગળાને શોષવે છે. તે સિવાય કંઈ ફાયદો નથી. આવું વર્તન કોણ કરી શકશે? માટે આ ઉપદેશ છોડીને સામાન્ય કે કંઈક મધ્યમ પ્રકારના ધર્મનો ઉપદેશ કરવો જોઈએ. જેથી કરીને પણ આપણી પાસે આવતા લોકો ઉભગી (કંટાળી) ન જાય. [૧૧૧૨-૧૧૧] અથવા તો ખરેખર હંમુઢ પાપકર્મ નરાધમ છું ભલે હું તેમ કરતો. નથી પરંતુ બીજા લોક તો તેમ વર્તે છે. વળી અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે આ હકીકત. પ્રરૂપેલી છે. જે કોઈ તેમના વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શકતો નથી. માટે હવે હું આનું ઘોર અતિદુષ્કર ઉત્તમ પ્રકારનું પ્રાયશ્ચિત એકદમ તરત જલ્દી અતિ શીધ્રતર સમયમાં કરીશ, કે જેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતના કરવાથી મેં એવું પાપ કરેલું છે કે દેવતાઈ સો વર્ષનું એકઠું કરેલું પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. હવે તે પ્રાયશ્ચિત કરવા તૈયાર થયો છે. અને પોતાની મતિ કલ્પનાથી તેવા પ્રકારનું મહાઘોર પ્રાયશ્ચિત કરીને પ્રત્યેક બુદ્ધની પાસે ફરીથી પણ ગયો. [૧૧૧૭-૧૧૨૩] ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા શ્રવણ કરતા કરતા તેજ અધિકાર ફરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધ વર્ષે અતિશય મૂઢ એવો તે ઈશ્વરસાધુ મુર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીકાયાદિકનો સમારંભ કરતો નથી? ખુદ પોતે જ તો પૃથ્વી કાયના ઉપર બેઠેલા છે, અગ્નિથી પકાવેલ આહાર ખાય છે અને તે સર્વ બીજ-ધાન્યમાંથી ઉત્પન્ન થાય છે. બીજું પાણી વગર એક ક્ષણ પણ કેમ, જીવી શકાય? તો ખરેખર આ પ્રત્યક્ષ જ અવળી હકીકત જણાય છે. હું તેની પાસે આવ્યો પરંતુ આ વાતમાં કોઈ શ્રદ્ધા કરવાના નથી. તો તેઓ ભલે અહિં રહે આમના કરતાં આ ગણધર ભગવંત ઘણા ઉત્તમ છે. અથવા તો અહિ એ કોઈ પણ મારું કહેલું નહિં કરશે. આવા પ્રકારનો ધર્મ પણ કયા કારણથી કહેતા હશે ! જો અત્યંત કડકડતો- આકરો ધર્મ કહેશે તો ફરી હવે સાંભળીશ જ નહિ. [૧૧૨૪-૧૧૩૮] અથવા તેઓને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ કહીશ. આ જે કડકડ-આકરો ધર્મ કરવાનો કાળ નથી. એમ જેટલામાં ચિતવે છે એટલામાં તો તેના ઉપર ધડધડ શબ્દ કરતી વિજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. શાસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy