SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૬ ૩૭૧ ગૃહસ્થો ઉત્કટ મદવાળા હોય છે. અને રાત કે દિવસે સ્ત્રીનો ત્યાગ કરતા નથી તેની શી ગતિ થશે? તેવાઓ પોતાના શરીરનાં પોતાના જ હસ્તથી છેદીને તલ તલ જેવડા નાના ટુકડા કરીને અગ્નિમાં હોમ કરે તો પણ તેમની શુદ્ધિ દેખાતી નથી. તેવો પણ જો તે પરસ્ત્રીનાં પચ્ચકખાણ કરે અને શ્રાવક ધર્મનું પાલન કરે તો મધ્યમ ગતિ પ્રાપ્ત કરે. હે ભગવંત ! જો સંતોષ રાખવામાં મધ્યમ ગતિ થાયતો પછી પોતાના શરીરનો હોમ કરનાર તેની શુદ્ધી કેમ ન મેળવે? હે ગૌતમ! પોતાની કે પારકી સ્ત્રી હોય અગર સ્વપતિ કે અન્ય પુરુષ હોય તેની સાથે રતિક્રીડા કરનાર પાપબંધ કરનાર થાય છે. પરન્તુ એ બંધક થતો નથી. [૧૦પ૦-૧૦૫૧] જે કોઈ આત્મા કહેલો શ્રાવક ધર્મ પાલન કરે છે અને પરસ્ત્રીનો જીવન પર્યન્તનો ત્રિવિધે ત્યાગ કરે છે. તેના પ્રભાવથી તે મધ્યમ ગતિ મેળવે છે. અહિં ખાસ એ વાત ધ્યાનમાં રાખવી કે નિયમ વગરનો હોય. પરદારા ગમન કરનારો હોય, તેઓને કર્મબંધ થાય છે. અને જેઓ તેની નિવૃત્તિ કરે છે. પચ્ચખાણ કરે છે, તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. [૧૦૫૨-૧૦પ૩] પાપની કરેલી નિવૃત્તિને જો કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રતની વિરાધના કરે તો જે પ્રકારે મેઘમાલા નામની આ મૃત્યુ પામીને દુર્ગતિએ ગઈ તે પ્રમાણે મનથી અલ્પ પણ વ્રતની વિરાધના કરનાર દુર્ગતિ પામે છે. તે ભુવનના બંધવ ! મનથી પણ અલ્પ પ્રત્યાખ્યાનનું ખંડન કરીને મેઘમાલાએ જે કર્મ ઉપાર્જન કર્યું. અને દુર્ગતિ પામી તે હું જાણતો નથી. [૧૦૫૪] બારમા વાસુપૂજ્ય તીર્થંકર ભગવંતના તીર્થમાં ભોળી કાજળ સરખા શરીરના કાળાવર્ણવાળી દુર્બલ મનવાળી મેઘમાલા નામની એક સાધ્વી હતી. [૧૦પપ-૧૦૫૮] ભિક્ષા ગ્રહણ કરવા માટે બહાર નિકળી બીજી બાજુ એક સુંદર મકાન ઉપર એક સ્ત્રી બેઠેલી હતી. તે નજીકના બીજા મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા કરતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી એટલામાં તે બને સળગી ઉઠી, તે સાધ્વીએ પોતાના નિયમનો સૂક્ષ્મ ભંગ થયો તેની ત્યાં નિંદા ન કરી. તે નિયમના ભંગના દોષથી બળીને પ્રથમ નરકે ગઈ. આ પ્રમાણે સમજીને જો તમોને અક્ષય-અનંત-અનુપમસુખની અભિલાષા હોય તો અતિનાના નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો. [૧૦પ૯-૧૦૬૧] તપ સંયમ કે વ્રતને વિશે નિયમ એ દંડનાયક કોટવાળા સરખો છે. તે નિયમને ખંડિત કરનારના વ્રત નથી કે સંયમ (રહેતા) નથી. માછીમાર આખા જન્મમાં માછલા પકડીને જે પાપ બાંધે છે. તેના કરતાં વ્રતના ભંગની ઈચ્છા કરનારા આઠ ગણું પાપ બાંધે છે. પોતાની દેશના શક્તિ કે લબ્ધિથી જે બીજાને ઉપશાન્ત કરે અને દિક્ષા લે તે પોતાના વતન ખંડિત ન કરતો તેટલા પુણ્યને ઉપાર્જન કરનારો થાય છે. [૧૦૬૨] ગૃહસ્થ સંયમ અને તપને વિશે પ્રવૃત્તિ કરનાર અને પાપની નિવૃત્તિ કરનારા હોય છે. જ્યાં સુધી તેઓ દીક્ષા અંગીકાર કરતા નથી ત્યાં સુધી જે કંઈ પણ ધમનુષ્ઠાન કરે તેમાં તેનો લાભ થાય છે. [૧૦૬૩-૧૦૬૪] સાધુ સાધ્વીઓના વર્ગે અહિં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ! ઉશ્વાસ નિશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરની રજા સિવાય કરવાની હોતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy