SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ મહાનિસીહ- દો-૧૦૨૭ પાસે શુદ્ધ ભાવથી આલોચણા નિવેદન કરી શકાય. કેવલજ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવધિજ્ઞાની, તેના અભાવમાં મતિશ્રુતજ્ઞાની પાસે, જેનાં જ્ઞાત અતિશય વધારે નિર્મલ હોય ચડીયાતા હોય, તેની પાસે આલોચના દેવાય. [૧૦૨૮-૧૦૩૦] જે ગુરુમહારાજ ઉત્સર્ગ માર્ગની પ્રરૂપણા કરતા હોય ઉત્સર્ગ . માર્ગે પ્રયાણ કરતા હોય, ઉત્સર્ગ માર્ગની રુચિ કરતા હોય, સર્વ ભાવમાં ઉત્સર્ગનો વર્તાવ કરતા હોય, ઉપશાન્ત સ્વભાવવાળા હોય, ઈન્દ્રિયોનું દમન કરનારા હોય, સંયમી હોય, તપસ્વી હોય, સમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળા દ્રઢ ચારિત્રનું પાલન કરનારા હોય, અસઠ ભાવવાળા હોય, તેવા ગીતાર્થ ગુરુની પાસે પોતાના અપરાધો નિવેદન કરવા, પ્રગટ કરવા અને પ્રાયશ્ચિત અંગિકાર કરવું. પોતે આલોચના કરવી કે બીજા પાસે કરાવવી, તેમજ હંમેશા ગુરુ મહારાજ કહેલ પ્રાયશ્ચિત અનુસાર પ્રાયશ્ચિત આચરે. [૧૦૩૧-૧૦૩૫] હે ભગવંત ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત કેટલું હોય ? પ્રાયશ્ચિત લાગવાના સ્થાનકો કેટલા અને કયા કયા હોય ? તે મને કહો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્કૂલના થવાથી આવેલા પ્રાયશ્ચિત કરતાં સંયતી સાધ્વીને તેના કરતાં નવગણું પ્રાયશ્ચિત આવે, જો તે સાધ્વી દ્રઢ વ્રતવાળી અને સુંદર શીલવાળી હોય તો તે એકજ સાધ્વીને નવગણું પ્રાયશ્ચિત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના. કરે તો તેને સોગણું પ્રાયશ્ચિત આવે. કારણકે સામાન્યથી તેની યોનિના મધ્યમાં નવલાખ પંચેન્દ્રિય જીવો નિવાસ કરીને રહેલા હોય છે. તે સર્વને કેવલી ભગવંતો દેખે છે. તે જીવોને માત્ર કેવલજ્ઞાનથી જોઈ શકાય છે. અવધિજ્ઞાની દેખે છે પણ મન પર્યવજ્ઞાની જોઈ શકતા નથી. [૧૦૩૬] તે સાધ્વી કે કોઈપણ સ્ત્રી પુરુષના સંસર્ગમાં આવેતો (સંભોગ કરેતો) ઘાણીમાં જેમ તલ પીલાય તેવી રીતે તે યોનિમાં રહેલા સર્વે જીવો રતિક્રિડામાં મદોન્મત થયા. ત્યારે યોનિમાં રહેલા પંચેન્દ્રિય જીવોનું મથન થયા છે. ભસ્મીભૂત થાય છે. [૧૦૩૭-૧૦૪૧] સ્ત્રીઓ જ્યારે ચાલે છે ત્યારે તે જીવો ગાઢ પીડા પામે છે. પેશાબ કરે છે ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે. અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. હે ગૌતમ! પ્રાયશ્ચિતના સંખ્યામાં સ્થાનકો છે, તેમાંથી એક પણ ને આલોવ્યા વગરનું રહી જાય અને શલ્યસહિત મૃત્યુ પામે તો, એક લાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાતઆઠ મહિનાના ગર્ભને બહાર કાઢે, તે તરફડતો ગર્ભ જે દુઃખ અનુભવે અને તેના નિમીત્તે તે પેટ ફાડનાર મનુષ્યને જેટલું પાપ લાગે તેના કરતાં એક સ્ત્રીના સાથે મૈથુન પ્રસંગમાં સાધુ નવ ગણું પાપ બાંધે. સાધ્વીની સાથે સાધુ એક વખત મૈથુન સેવતો હજારગણું, બીજી વખત સેવે તો ક્રોડ ગણું અને ત્રીજી વખત મૈથુન સેવે તો બોધિ-સમ્યકત્વનો નાશ થાય. [૧૦૪૨-૧૦૪૩] જે સાધુ સ્ત્રીને દેખીને મદનાસક્ત થઈ સ્ત્રી સાથે રતિક્રીડા કરનાર થાય છે તે બોધિલાભથી ભ્રષ્ટ બનીને બિચારો ક્યાંય ઉત્પન થશે. સંયત સાધુકે સાધ્વી જે મૈથુન સેવન કરે છે. તે અબોધિ લાભ કર્મ ઉપાર્જે છે. તે થકી અપૂકાય અને અગ્નિકાયમાં ઉત્પન્ન થવાને લાયકનું કર્મ બાંધે છે. [૧૦૪૪-૧૦૪૯] આ ત્રણમાં અપરાધ કરનાર હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર કરે છે અને સર્વથા માર્ગનો વિનાશ કરનાર થાય છે. હે ભગવંત ! આ દ્રુષ્ટાન્તથી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy