SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૩૦૫ જાતિ પણ ભૂલી જાય છે. [૮૦૭-૮૧૦] હે ગૌતમ! જુદા જુદા પ્રકારની યોનિઓમાં પરિભ્રમણ કરતા જો તે દુઃખવિપાકોનું સ્મરણ કરવામાં આવેતો જીવી શકાય નહિ. અરે જન્મ, જરા, મરણ, દુભાગ્ય, વ્યાધિઓની વાત-બાજુ પર રાખીએ. પરન્તુ કયો મહામતિવાળો ગર્ભવાસથી લજ્જા ન પામે અને પ્રતિબોધિત ન થાય. ઘણા રુધિર પરથી ગંદકીવાળા, અશુચિ દુર્ગંધવાળા, મલથી પૂર્ણ, જોવો પણ ન ગમે એવા દુરભિગંધવાળા ગર્ભમાં કયો ધૃતિ પામી શકે? તો જેમાં એકાંત દુઃખ વિખરાઈ જવાનું છે. એકાન્ત સુખ પ્રાપ્ત થવાનું છે તેવી આજ્ઞાનો ભંગ ન કરવો. આજ્ઞાભંગ કરનારને સુખ ક્યાંથી હોય? [૮૧૧] હે ભગવંત! ઉત્સર્ગથી આઠ સાધુઓના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓની સાથે (સાધ્વીઓનું) ગમનાગમન નિષેધ્યું છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિઓથી ઓછી અને અપવાદથી ચાર સંયત્તિઓના અભાવમાં એકસો હાથથી ઉપરાંત જવા માટે ભગવંતો એ નિષેધ કરેલો છે. આજ્ઞા ઉલ્લંઘન કરનાર સાધુ હોય કે સાધ્વી હોય તેને અનંતસંસારી કહેલો છે. તો પછી પાંચમા આરાના છેડા સમયે એકલા સહાય વગરના દુપ્પસહ અણગાર હશે તથા વિષ્ણુશ્રી સાધ્વી પણ સહાય વગરની એકલી હશે તો તેઓ કેવી રીતે આરાધક હશે? હે ગૌતમ! દુષમ કાળના છેડા સમયે તે ચારે ક્ષાયક સમ્યકત્વ જ્ઞાન-દર્શન ચારિત્ર યુક્ત હશે. તેમાં જે મહાયશવાળા મહાનુભાવી દુષ્પસહ અણગાર હશે તેઓનો અન્યન્ત વિશૂદ્ધ દર્શન જ્ઞાનચારિત્રાદિ ગુણોથી યુક્ત, જેણે સારી રીતે સદ્ગતિનો માર્ગ દેખેલો છે તેવી આશાતના ભીર, અત્યન્ત પરમશ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય અને સમ્યગુ માર્ગમાં રહેલા, વાદળારહિત નિર્મળ આકાશમાં શરદપૂર્ણિમાના વિમલચંદ્રકિરણ સરખા ઉજ્જવલ ઉત્તમયશવાળો, વંદન લાયકમાં પણ વિશેષ વંદન નીચ પૂજ્યોમાં પણ પરમપૂજ્ય થશે. તથા તે સાધ્વી પણ સમ્યકત્વજ્ઞાનચારિત્ર વિશે પતાકાસમાન, મહાયશવાળા, મહાસત્ત્વાવાળા, મહાનુભાગ આવા પ્રકારના ગુણયુક્ત હોવાથી સારી રીતે જેમના નામનું સ્મરણ કરી શકાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે. વળી જિનદત્ત અને ફાલ્ગશ્રીએ નામનું શ્રાવક-શ્રાવિકાનું દંપત્તિ યુગલ થશે કે ઘણા દિવસ સુધી વર્ણવી શકાયું તેવા ગુણવાળું. તે યુગલ થશે. તેઓ સર્વેનું સોળ વર્ષનું મોટું આયુષ્ય હશે. આઠ વર્ષનો ચારિત્ર પયય પાલન કરીને પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મણમાં પરાયણ બનીને એક ઉપવાસભક્ત ભોજનપ્રત્યાખ્યાન કરવા પૂર્વક સૌધર્મકલ્પમાં ઉપપાત થશે. પછી નીચે મનુષ્ય લોકમાં આગમન થશે. તો પણ તેઓ ગચ્છની વ્યવસ્થા તોડશે નહિ. [૮૧૨-૮૧૩] હે ભગવંત! કયા કારણથી એમ કહેવાય છે તો પણ ગચ્છ વ્યવસ્થા નહિં ઉલ્લંઘન કરશે ! હે ગૌતમ ! અહિંના નજીક કાળમાં મહાયશવાળા મહાસત્વવાળા મહાનુભાગ શઠંભવ નામના મહાતપસ્વી મહામતિવાળા બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ધારણ કરનાર એવા અણગાર થશે તેઓ પક્ષપાત રહિતપણે અલ્પાયુષ્યવાળા ભવ્ય સત્વોને (ઉપકાર થશે એવા શુભ આશયથી) જ્ઞાનના અતિશય વડે ૧૧ અંગો અને ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રકર્ષગુણયુક્ત સિદ્ધિના માર્ગ સમાન દશવૈકાલિક નામના શ્રુતસ્કંધની નિયુહણા કરશે. હે ભગવંત! તે કોના નિમિત્તે? હે ગૌતમ ! મનકના નિમિત્તે. એમ માનીને કે આ [20] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy