SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૪ ૨૭ ભગવંતની પાસેથી એ પ્રમાણે અવધારણ કરેલું છે કે કુશીલને ન દેખવા. ત્યારે સુમતિએ તેને કહ્યું કે-જેવા પ્રકારનો તું નિબુદ્ધિ છે તેવા જ પ્રકારના તે તીર્થકર હશે જેથી તને આ પ્રમાણે કહ્યું. ત્યાર પછી આ પ્રમાણે બોલનાર સુમતિના મુખ રૂપી છિદ્રને પોતાના હસ્તથી બંધ કરીને નાગિલે તેને કહ્યું કે - અરે હે ભદ્ર મુખવાળા જગતના મહાનગુર, તીર્થકંર ભગવત્તની આશાતના ન કર. મને તારે જે કહેવું હોય તે ભલે કહે હું તને કોઈ પ્રત્યુત્તર નહિ આપીશ. ત્યારે સુમતિએ તેને કહ્યું કે આ જગતમાં આ સાધુઓ પણ જો કુશીલ હોયતો પછી સુશીલ સાધુઓ ક્યાંય મળશે જ નહિ ત્યારે નાગિલે કહ્યું કે - હે ભદ્રમુખ ! સુમતિ ? અહિં જગતમાં અલંઘનીય વજનવાળા ભગવંતનું વચન આદર પૂર્વક ગ્રહણ કરવું જોઈએ. આસ્તિક આત્માને તેમના વચનમાં કોઈ દિવસ વિસંવાદ થતો નથી, તેમજ બાલ તપસ્વીની ચેષ્ટામાં આદર ન કરવો કારણકે જિનેન્દ્ર વચન મુજબ નક્કી તેઓ કુશીલ દેખાય છે. તેઓની પ્રવ્રજ્યાને વિષે ગંધ પણ દેખાતી નથી. કારણકે જે જો આ સાધુ પાસે બીજી મુહ પોતિકા દેખાય છે. તેથી કરીને આ સાધુ અધિક પરિગ્રહતા દોષથી કુશીલ છે. ભગવંતે હસ્તમાં અધિક પરિગ્રહ ધારણ કરવા માટે સાધુને આજ્ઞા આપી નથી. માટે હે વત્સ! હીન સજ્વાળો પણ મનથી એવો અધ્યવસાય ન કરે કે કાચ મારી આ મુહુપત્તિકા ફાટી તુટીને વિનાશ પામશે તો બીજી મને ક્યાથી મળશે ? તે હીનસત્ત્વ એમ વિચારતો નથી કે - અધિક અને અનુપયોગથી ઉપધિ ધારણ કરવાથી મારા પરિગ્રહ વ્રતનો ભંગ થશે અથવા શું સંયમમાં રંગાએલો આત્મા સંયમમાં ઉપયોગી ધર્મના ઉપકરણરૂપ મુહપતિ જેવા સાધનમાં સિદાય ખરી? નક્કી તેવો આત્મા તેમાં વિષાદ ન પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્યવાળો છું, તેમ જાહેર કરે છે, ઉન્માર્ગના આચરણની પ્રશંસા કરે છે. અને પ્રવચન મલિન કરે છે. આ સામાન્ય હકીકત તું દેખી શકતો નથી? આ સાધુએ ગઈ કાલે વસ્ત્ર પહેર્યા વગરની સ્ત્રીના શરીરને રાગ પૂર્વક દેખીને તેનું ચિંતવન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા નથી, તે તને માલુમ નથી? આ સાધુના શરીરે ફોલ્લા થએલા છે, તે કારણે વિસ્મયપામેલા મુખવાળા એને દેખતો નથી. હમણાંજ તેણે લોન્ચ કરવા માટે પોતાના હાથે વગર આપેલી રાખ ગ્રહણ કરી, તેં પણ પ્રત્યક્ષ તેમ કરતા તેને જોયો છે. ગઈ કાલે સંધારકને સૂર્યોદય થયા પહેલા એમ કહ્યું કે - ઉઠો અને ચાલો આપણે વિહાર કરીએ. સૂર્યોદય થઈ ગયો છે. એમ આ સાધુએ તેમને હસતાં હસતાં કહ્યું. તે તેં જાતે ન સાંભળ્યું? આમાં જે મોટો નવાદિક્ષિત છે તે ઉપયોગ વગર સુઈ ગયો અને વિજળી અગ્નિકાયથી સ્પર્શ કરાયો તેને તે જોયો હતો. તેણે કામળી ગ્રહણ ન કરી તથા સવારે લીલા ઘાસનો પહેરવાના કપડાના છેડાથી સંઘટ્ટો કર્યો, તથા બહાર ઉઘાડામાં પાણીનો પરિભોગ કર્યો. બીજ-વનસ્પતિકાયની ઉપર પગ ચાંપીને ચાલતો હતો. અવિધિથી ખારી જમીન ઉપર ચાલીને મધુર જમીન ઉપર સંક્રમણ કર્યું. તથા માર્ગમાં ચાલ્યા પછી સાધુએ સો ડગલા ચાલ્યા પછી ઇરિયાવહિયં પ્રતિક્રમવા જોઈએ. તેવી રીતે ચાલવું જોઈએ. તેવી રીતે ચેણ કરવી જોઈએ તેવી રીતે બોલવું જોઈએ. તેવી રીતે શયન કરવું જોઈએ કે જેથી કરીને છે કાયના જીવોને સૂક્ષ્મ કે બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તા, આવતા જતા સર્વ જીવ પ્રાણ ભૂત કે સત્ત્વોને સંઘટ્ટ પરિતાપન કિલામણાકે ઉપદ્રવ ન થાય. આ સાધુઓમાં કહેલા આ સર્વેમાંથી એક પણ અહીં દેખાતું નથી. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy