SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ મહાનિસીહ-જા-૬૬૯ આજ્ઞા થાય તે પ્રમાણ પૂર્વક તહરિએમ કરીને સ્વીકારવાની જ હોય. આ મારા માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ હોતો નથી. પરંતુ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે, અને તે પણ આકરા કઠોર કર્કસ અનિષ્ટ દુષ્ટ નિષ્ફર શબ્દોથી જ. અથવા તો મોટાભાઈ આગળ આ મારી જીભ કેવી રીતે ઉપડે કે જેના ખોળામાં હું વસ્ત્રવગરનો અશુચિથી ખરડાએલા અંગવાળો અનેક વખત રમેલો છે. અથવા તો તે પોતે આવું અણઘટતું બોલતા કેમ શરમાતા નથી? કે આ કુશીલો છે. અને આંખથી તે સાધુઓને જોવા પણ ન જોઈએ. જેટલામાં પોતે વિચારેલ હજુ બોલતો નથી. તેટલામાં ઈગિત આકાર જાણવામાં કુશલ મોટાભાઈ નાગિલ તેનો દયગત ભાવ જાણી ગયા કે આ સુમતિ નકામો ખોટા કષાયવાળો થાય છે. તો હવે મારે તેને કયો પ્રત્યુત્તર આપવો એમ વિચારવા લખ્યો. [૬૭૦૯૭] વગર કારણે વગર પ્રસંગે ક્રોધાયમાન થએલા ભલે હાલ એમજ રહે, અત્યારે એને કદાચ સમજણ આપવામાં આવે તો પણ તે બહુ માન્ય નહિ કરશે. તો શું અત્યારે તેને સમજાવવો કે હાલ કાલક્ષેપ કરવો ? કાલ પસાર થશે તો તેને કષાય શાન્ત થશે અને પછી મારી કહેલી સર્વ વાતનો સ્વીકાર કરશે. અથવા તો અત્યારનો આ પ્રસંગ એવો છે કે તેના સંશયને દુર કરી શકીશ. જ્યાં સુધી વિશેષ સમજ આપવામાં નહિ આવે ત્યાં સુધી આ ભદ્રિક ભાઈને કંઈ સમજાશે નહિ. એમ વિચારીને નાગિલ નાનાભાઈ સુમતિને કહેવા લાગ્યો - કે હે બધુ? તને દોષ, આપતો નથી, હું આ વિષયમાં મારોજ દોષ માનું છું કે – હિત બુદ્ધિથી સગાભાઈને પણ કહેવામાં આવે તો તે કોપાયમાન થાય છે. આઠ કર્મની જાળમાં સપડાએલા જીવોનો જ અહિં દોષ છે કે ચારે ગતિમાંથી બહાર કાઢનાર હિતોપદેશ તેમને અસર કરતો નથી, સજ્જડ રાગ, દ્વેષ, કદાગ્રહ અજ્ઞાન, મિથ્યાત્વના દોષથી ખવાઈ ગયેલા મનવાળા આત્માઓને હિતોપદેશરૂપ અમતૃ પણ કાલકુટ વિસ ભાસે છે. [૭૭] એમ સાંભળીને સુમતિએ કહ્યું કે- તમે જ સત્યવાદી છો અને આ પ્રમાણે બોલી શકો છો. પરંતુ સાધુઓના અવર્ણવાદ બોલવા તે બીલકુલ યોગ્ય ન ગણાય. તે મહાનુભાવોના બીજા વતવ તરફ કેમ નજર કરતા નથી ? છઠ્ઠ અઠ્ઠમ ચાર પાંચ ઉપવાસ માસક્ષમણ આદિ તપ કરીને આહાર ગ્રહણ કરનારા ગ્રીષ્મ કાળમાં આતાપના લેતા નથી. તેમજ વિરાસન ઉત્કટકાસન વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરવા, કષ્ટવાળા તપો કરવા ઈત્યાદી ધમનુષ્ઠાન આચરીને માંસ અને લોહી જેમણે સુકવી નાખેલ છે, આવા પ્રકારના ગુણયુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાન ભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને આ સાધુઓ કુશીલવાળા એવો સંકલ્પ કરવો યુક્ત નથી. ત્યાર પછી નાગિલે કહ્યું કે - હે વત્સ? આ તેના ધમનુષ્ઠાનોથી તું સંતોષ ન પામ, જેમ કે આજે હું અવિશ્વાસથી લૂંટાયો છું, વગર ઈચ્છાએ આવી પડેલા પરાધીનતાથી ભોગવવાની દુખોથી.... અકામ નિર્જરાથી પણ કમનો ક્ષય થાય છે તો પછી બાલતપથી કર્મક્ષય કેમ ન થાય ? આ સર્વેને બાલતપસ્વીઓ જાણવા. શું તને તેઓનું ઉત્સુત્રમાર્ગનું અલ્પ સેવાપણું દેખાતું નથી ? વળી હે વત્સ સુમતિ? મને આ સાધુઓ ઉપર મનથી પણ સુક્ષ્મ પ્રષ નથી કે જેથી હું તેમનો દોષ ગ્રહણ કર્યું. પરન્તુ તીર્થંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy