SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ મહાનિસીહ-૩-૫-૨ ને પ્રાયશ્ચિતનું સેવન કરીને શલ્ય વગરનો થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કંઈ આત્મહિત માટે ઉપયોગવાળો થાય, જ્યારે તે અનુષ્ઠાનમાં ઉપયોગવાળો થાય ત્યારે તેને પરમ એકાગ્ર ચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી સર્વ જગતના જીવ પ્રાણી ભૂત અને સસ્તોને જે ઈષ્ટફળ હોય તેવી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય. તે કારણે હે ગૌતમ ! ઈરિયાવહિય પડિક્રમ્યા સિવાય ચૈત્યવન્દન સ્વાધ્યાયાદિક કોઈ પણ અનુષ્ઠાન ન કરવું જોઈએ. જે યથાર્થફળની અભિલાષા રખતા હોતો, આ કારણે કે ગૌતમ ! એમ કહેવાય છે કે પંચમંગલ મહાશ્રુતસ્કન્ધનવકાર સૂત્ર અર્થ અને તદુભય સહિત સ્થિર-પરિચિત કરીને પછી ઇરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ. [૫૭] હે ભગવંત! કઈ વિધિથી તે ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ? હે ગૌતમ? પંચ મંગલમહાકૃત અંઘની વિધી પ્રમાણે ભણવું જોઈએ. | [પ૯૪] હે ભગવંત! ઈરિયાવહિય હસૂત્ર ભણીને પછી શું ભણવું જોઈએ? હે ગૌતમ! શક્રસવ વગેરે ચૈત્યવંદન ભણવું જોઈએ. પરંતુ શકસ્તવ એક અઠ્ઠમ અને ત્યાર પછી તેના ઉપર બત્રીસ આયંબિલ કરવા જોઈએ. અરહંત સ્તવ અથતુ અરિહંત ચેઇઆણે એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ કરીને. ચકવીસ સ્તવ-લોગસ્સ, એકછઠ્ઠ, એકઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ કરીને શ્રુતસ્તવ-પુકખરવરદીવડ્રઢ સૂત્ર, એક ઉપવાસ અને ઉપર પાંચ આયંબિલ કરીને વિધિ પૂર્વક ભણવા જોઈએ. એ પ્રમાણે સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ પદચ્છેદ, પદ, અક્ષરથી વિશુદ્ધ, એક પદના અક્ષરો બીજામાં ભળી ન જાય, તેમ તેવા બીજા ગુણો સહિત કહેલા સૂત્રોનું અધ્યયન કરવું. આ કહેલી તપસ્યા અને વિધીથી સમગ્ર સૂત્રો અને અર્થોનું અધ્યયન કરવું. જ્યાં જ્યાં કોઈ સંદેહ થાય ત્યાં ત્યાં તે સૂત્રને ફરી ફરી વિચારવા. વિચારીને નિશંકપણે અવધારણ કરીને નિઃસંદેહ કરવા. [૫૫] આ પ્રમાણે સૂત્ર, અર્થ અને ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને ત્યાર પછી શુભ તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્રબલનો યોગ થયો હોય તેવા સમયે યથાશક્તિ જ્ઞગુરુ તીર્થકર ભગવન્તને પૂજવા યોગ્ય ઉપકરણો એકઠા કરીને સાધુ ભગવંતોને પ્રતિલાભીનો ભક્તિ પૂર્ણ હૃદયવાળો રોમાંચિત બની પુલકિત થએલા શરીરવાળો, હર્ષિત થએલા મુખારવિંદવાળો શ્રદ્ધા-સંવેગ- વિવેકપરમ વૈરાગ્યથી, તેમજ જેણે ગાઢ રાગ-દ્વેષ-મોહનમિથ્યાત્વરૂપ મલકલંક ને નિર્મલ પણે વિનાશ કર્યો છે તેવી, સુવિશુદ્ધ અતિ નિર્મલ-વિમલ-શુભ-વિશેષ શુભ-એવા પ્રકારના ઉલ્લાસ પામતા અને દરેક સમયે જેમાં પરિણામની શુભ વૃદ્ધિ થતિ હોય તેવા અધ્યવસાયને પામેલા, ભુવનગુરૂ જિનેશ્વરની પ્રતિમા વિષે સ્થાપન કરેલો નેત્ર અને માનસવાળો, એકાગ્ર ચિત્તવાળો ખરેખર હું ધન્ય છું. પૂણ્યશાલી છું. જિનેશ્વરને વંદન કરવાથી મેં મારો જન્મ સફળ કર્યો છે. એમ માનતા કપાળની ઉપર બે હાથ જોડીને અંજલિની રચના કરતા સજીવ વનસ્પતિ બીજ જતુ આદિથી રહિત ભૂમિ વિષે બને મનુઓ સ્થાપન કરીને સારી રીતે સ્પષ્ટપણે સુંદર રીતે જાણેલા સમજેલા જેણે યથાર્થ સૂત્ર અર્થ અને તદુભય નિઃશંકિત કર્યો છે તેવો, પદે પદોના અર્થની ભાવના ભાવતો, દ્રઢ ચારિત્ર, શાસ્ત્રોના જાણકાર, અપ્રમાદધતિશય આદિ અનેક ગુણ સંપત્તિઓવાળા ગુરુની સાથે, સાધુ સાધ્વી સાધર્મિકો સમગ્ર બન્ધવર્ગ કુટુંબ-પરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy