SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયનન્ટ ૨૭૩ સુત્રની મધ્યે લખ્યો. ગણધર-ભગવંતોએ મૂલસુત્રને સૂત્રપણે, ધર્મતીર્થંકર અરહંત ભગવતોએ અર્થ પણે જણાવ્યો. ત્રણે લોકથી પૂજિત વીર જિનેન્દ્રે આની પ્રરૂપણા કરી એવા પ્રકારનો વૃદ્ધ આચાર્યોનો સંપ્રદાય છે. [૫૩] અહિં જ્યાં જ્યાં પર્દા પદોની સાથે જોડાએલા હોય અને સળંગ સૂત્રાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રુતઘરોએ લહીયાઓએ ખોટું લખ્યું છે. એવો દોષ ન આપવો. પરન્તુ જે કોઈ આ અચિત્ત્વ ચિન્તામણી અને કલ્પવૃક્ષ સમાન મહાનિશિથ શ્રુતસ્કંધની પૂર્વદર્શ-પહેલાની લખેલી પ્રતિ હતી તેમાં જ ઉંધય વગેરે જીવાતોથી ખવાઈને તે કારણે ટુકડાવાળી પ્રત બની ગઈ. ઘણા પત્રો સહી ગયા તો પણ અત્યન્ત અતિશયવાળો મોટા અર્થથી ભરપૂર આ મહાનિશીથ શ્રુતસ્કંધ છે. સમગ્ર પ્રવચનના પરમ સારભૂત શ્રેષ્ઠ તત્ત્વપૂર્ણ મહા-અર્થ-ગર્ભિત છે- એમ જાણીને પ્રવચનના વાત્સલ્યથી અનેક ભવ્યજીવોને ઉપકારક થશે તેમ માનીને તથા પોતાના આત્માના હિતાર્થે આચાર્ય હરિભદ્રસૂરીએ જે તે આદર્શમાં દેખ્યું, તે સર્વ પોતાની મતિથી શુદ્ધ કરીને લખ્યું છે. બીજી પણ આચાર્યો-સિદ્ધસેનદિવાકર, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, ક્ષમાશ્રમણના શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ, ક્ષમક, સત્યષ્ટ વગેરે યુગ પ્રધાન શ્રુતધરોએ તેને બહુમાન્ય રાખેલું છે. [૫૯૨] હે ગૌતમ ! આ પ્રમાણે આગળ કહી ગયા તે પ્રમાણે વિનય-ઉપધાન સહિત પંચમંગલ મહા-શ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી, તેને હૃદયમાં સ્થિર અને પરિચિત કરી મહા વિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું ! હે ગૌતમ ! ત્યાર પછી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ. હે ભગવંત ! કયા કારણથી એમ કહેવાય છે કે પંચ મંગલ મહાશ્રુતસ્કંધને ભણ્યા પછી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ ? હે ગૌતમ ! આપણો આ આત્મા જ્યારે જ્યારે જવા આવવા વગેરેની ક્રિયાના પરિણામમાં પરિણત થયો હોય, અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્ત્વોને અનુપયોગ કે પ્રમાદથી સંઘટ્ટન, ઉપદ્રવ કે કિલામણા કરીને પછી તેનું આલોચન પ્રતિકમણ કરવામાં ન આવે અને સમગ્ર કર્મના ક્ષય માટે ચૈત્યવન્દન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈપણ અનુષ્ઠાન કરવામાં આવે તે સમયે એકાગ્ર ચિત્તવાળી સમાધિ થાય કે ન પણ થાય, કારણકે ગમનાગમન આદિ અનેક અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થએલા ચિત્તથી કેટલાક પ્રાણિયો તે પૂર્વના પરિણામને નહિ છોડતો આવે અને દુર્ધ્યાનના પરિણામમાં કેટલોક કાળ વર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે. જ્યારે વળી કોઈ પ્રકારે અજ્ઞાન મોહ પ્રમાદ આદિના દોષથી અણધાર્યા એકેન્દ્રિયાદિક જીવોના સંઘટ્ટન કે પરિતાપન વગેરે થઈ ગયા હોય અને ત્યાર પછી અરેરે ? આ અમારાથી ખોટું કાર્ય બની ગયુ. અમો કેવા સજ્જડ રાગ દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યનાં કેવા કડવા ફળ ભોગવવા પડશે એનો પણ વિચાર આવતો નથી. ખરેખર અમે ક્રુર કર્મ અને નિર્દય વર્તન કરનારા છીએ. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા અને અતિસંવેગ પામેલા આત્માઓ સારી રીતે પ્રગટ પણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના કરીને, નિંદના કરીને, ગુરુની સાખે ગહ કરી 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy