SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩ ૨૬૩ આ સર્વ જગતમાં જે કોઈ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં ઉત્તમ થયા હોય તે સર્વે સ્તુતિ કરવા યોગ્ય છે તેવા સર્વોત્તમ અને ગુણવાળા હોયનો માત્ર અરિહંતાદિક પાંચજ છે, તે સિવાય બીજા કોઈ સર્વોત્તમ નથી, તેઓ પાંચ પ્રકારના છેઃ અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, અને સાધુઓ. આ પાંચે પરમેષ્ઠિઓના ગભથિયથાર્થ ગુણસદૂભાવ હોયતો આ પ્રમાણે જણાવેલો છે. મનુષ્યો દેવો અને અસુરોવાળા આ સર્વ જગતને આઠ મહાપ્રાતિહાય આદિની પૂજાતિશયથી ઓળખાતા, અસાધારણ અચિત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ ઉત્તમતાનો વરેલા હોવાથી “અરહંત' સમગ્ર કર્મક્ષય પામેલા હોવાથી જેમનો ભવાંકુર સમગ્રપણે બળી ગએલ છે, જેથી હવે ફરી તેઓ આ સંસારમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેમને “અરહંત' પણ કહેવાય. અથવાતો અતિદુખે કરી જેના ઉપર જીત મેળવી શકાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિર્મથન કરી હણી નાખ્યા છે. નિર્મલનચૂરેચૂરા કરી નાખ્યા છે, ઓગાળી નાખ્યા છે. અંત કર્યો છે, પરીભાવ કર્યો છે, અથતિ કર્મરૂપી શત્રુઓને જેમણે કાયમ માટે હણી નાખ્યા છે. તેવા “અરિહંત'. આ પ્રમાણે આ અરિહંતની અનેક પ્રકારે વ્યાખ્યા કરાય છે. પ્રજ્ઞાપના કરાય છે, પ્રરૂપણા કરાય છે. કહેવાય છે. ભણાવાય છે, બનાવાય છે, ઉપદેશ કરાય છે. તથા સિદ્ધ ભગવંતો પરમાનંદ મહોત્સવમાં મહાલતા. મહાકલ્યાણને પામેલા, નિરુપમ સુખને ભોગવતા નિષ્કપ શુકલધ્યાન આદિના અચિંત્ય સામર્થ્યથી પોતાના જીવવીર્યથી યોગનિરોધ કરવારૂપ મહાપ્રયત્નથી જેઓ સિદ્ધ થએલા છે. અથવા તો આઠ પ્રકારના કર્મનો ક્ષય થવાથી જેઓએ સિદ્ધપણાની સાધના સિદ્ધ કરવી છે, એવા પ્રકારના સિદ્ધ ભગવંતો, અથવા શુક્લ પ્લાનરૂપ અગ્નિથી બાંધેલા કર્મો ભસ્મીભૂત કરીએ જેઓ સિદ્ધ થાય છે, તેવા સિદ્ધ ભગવંતો, સિદ્ધ કર્યા છે, પૂર્ણ થયા છે ,રહિત થયાં છે સમગ્ર પ્રયોજન સમૂહ જેઓને એવા સિદ્ધ ભગવંતો. આ સિદ્ધ ભગવંતો ત્રિપુરુષ-નપુંસકલિંગ, અન્યલિંગે ગૃહસ્થલિંગે, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ યાવતુ કર્મક્ષય કરીને સિદ્ધ પામ્યા-એમ અનેક પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા કરાય છે (તથા) - અઢાર હજાર શીલાંગોએ આશ્રય કરેલા દેહવાળા છત્રીસ પ્રકારના જ્ઞાનાદિક આચાર કંટાળા સિવાય નિરન્તર જેઓ આચરે છે, તેથી આચાર્ય-સર્વ સત્યો તેમજ શિષ્ય સમુદાયનું હિત આચરનાર હોવાથી આચાર્ય, પ્રાણના પરિત્યાગ સમયમાં પણ જેઓ પૃથ્વીકાય આદિ જીવોનો સમારંભ આચરતા નથી. કે આરંભની અનુમોદના, જેઓ કરતા નથી, તે આચાર્ય મોટો અપરાધ કરેલો હોવા છતાં પણ જેઓ કોઈના ઉપર મનથી પણ પાપ આચરતા નથી તેઓ આચાર્ય કહેવાય છે. આ પ્રમાણે નામ-સ્થાપના વગેરે અનેક ભેદોવડે પ્રરૂપણા કરાય છે. (તથા). સારી રીતે આશ્રવદ્વારો બંધ કરેલા છે જેમણે, મન-વચન-કાયાના સુંદર યોગમાં ઉપયોગવાળા, વિધિપૂર્વક સ્વરભંજન-માત્રા- બિદ્-પદ-અક્ષરથી વિશુદ્ધ બાર અંગો, શ્રુતજ્ઞાન ભણનારા અને ભણાવનારા તથા બીજા અને પોતાના મોક્ષ ઉપાય જેઓ વિચારે છે - તેનું ધ્યાન ધરે છે તે ઉપાધ્યાય. સ્થિર પરિચિત કરેલા અનંતગમ પયય વસ્તુ સહિત દ્વાદશાંગી અને શ્રુતજ્ઞાન જેઓ એકાગ્ર મનથી ચિંતવે છે. સ્મરણ કરે છે. ધ્યાન કરે છે, તે ઉપાધ્યાય આ પ્રમાણે અનેક ભેદથી તેની વ્યાખ્યા કરાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy