SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ મહાનિસીહ- ૩-૪૯૩ શ્રેષ્ઠ વિદ્યાઓના પરમ બીજભૂત એવા “નમો અરિહંતાણં” એવા પ્રકારનું પ્રથમ અધ્યયન વાચના પૂર્વક ભણવું જોઈએ. તે દિવસે અથતુિ પાંચ ઉપવાસ કર્યા પછી પ્રથમ અધ્યયની વાચના લીધા પછી તે દિવસે આયંબિલ તપથી પારણું કરવું જોઈએ. . તે જ પ્રમાણે બીજા દિવસે અથતું સાતમા દિવસે અનેક અતિશય ગુણસંપદાયુક્ત આગળ કહેલા અર્થને સાધી આપનાર આગળ કહેલા ક્રમ પ્રમાણે બે પદ યુક્ત એક આલાપક, પાંચ અક્ષરના પ્રમાણવાળા એવા “નમો સિદ્ધાણં' એવા બીજા અધ્યયનને ભણવું જોઈએ. તે દિવસે પણ આયંબિલથી પચ્ચકખાણ પાળવું. એ જ પ્રમાણે પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે પહેલા કહેલા અર્થોને સાધી આપનાર ત્રણ પદોથી યુક્ત એક આલાપક, સાત અક્ષરના પ્રમાણવાળું “નમો આયરિયાણં' એવા ત્રીજા અધ્યયનનું પઠન કરવું તેમજ આયંબિલ કરવું. * તથા આગળ કહેલા અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાપક અને સાત અક્ષરના પ્રમાણવાળું ‘નમો ઉવઝાયાણં' એવા ચોથા અધ્યયનનું પઠન કરવું. તે દિવસે પણ આયંબિલ કરવું. એજ પ્રમાણે ચાર પદ યુક્ત એક આલાપક અને નવ અક્ષર પ્રમાણવાળું “નમો. લોએ સવ્વસાહૂણે” એવા પાંચમા અધ્યયનની વાચના લઈ ભણવું અને તે પાંચમા દિવસે અર્થાતુ કુલ દશમા દિવસે આયંબિલ કરવું. તેજ પ્રમાણે તેના અર્થને અનુસરનાર અગીયાર પદો યુક્ત ત્રણ આલાપક અને તેત્રીસઅક્ષરપ્રમાણવાળી એવીચુલિકારૂપ “એસો પંચ નમોક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ” ત્રણ દિવસ એક એક પદની વાચના ગ્રહણ કરી, છઠ્ઠા, સાતમા, આઠમા દિવસે તેજ ક્રમથી અને વિભાગથી આયંબિલ તપ કરીને પઠન કરવું. એ પ્રમાણે આ પાંચ મંગલ મહાગ્રુત સ્કંધ સ્વર વર્ણ, પદ સહિત, પદ અક્ષર બિંદુ માત્રાથી વિશુદ્ધ મોટા ગુણોવાળ, ગુરુએ ઉપદેશેલ, વાચના આપેલ એવા તેને સમગ્રપણે એવી રીતે ભણીને તૈયાર કરવો કે જેથી કરીને પૂવાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી એ જીભના અગ્રભાગ ઉપર બરાબર યાદ રહી જાય. ત્યાર પછી આગળ જણાવેલ તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચન્દ્રબલના શુભ સમયે જન્ત રહિત એવા ચૈત્યાલય-જિનાલયનાં સ્થાનમાં ક્રમસર આવેલા, અક્રમ તપ સહિત સમુદેશ અનુજ્ઞાવિધિ કરાવીને હે ગૌતમ ! મોટા પ્રબંધ આડંબર સહિત અતિ સ્પષ્ટ વાચના સાંભળીને તેને બરાબર અવધારણ કરી રાખવું. આ વિધિથી પંચમંગલના વિનય ઉપધાન કરવા જોઈએ. [૪૯૪] હે ભગવંત! શું આ ચિંતામણી કલ્પવૃક્ષ સરખા પંચ મંગલ મહા શ્રતધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે? ' હે ગૌતમ ! આ અચિંત્યચિંતામણિ કલ્પવૃક્ષ સમાન મનોવાંછિત પૂર્ણ કરનાર પંચમંગલમહાકૃત સ્કંઘના સુત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ પ્રમાણેઃ જે કારણ માટે જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે. તેમ આ પંચ મંગલ મહાશ્રુતસ્કંધ વિષે સમગ્ર આગમની અંદર યથાર્થ ક્રિયા વ્યાપીને રહેલી છે. સર્વભૂતોના ગુણો સ્વભાવોનું કથન કરેલું છે. તે પરમ સ્તુતિ કોની કરવી? આ ગતમાં જેઓ ભૂતકાળમાં હોય તેની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy