SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૧૩ नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમાં સ્વામિને નમઃ પ uuuuuuu ૩૮ | || જીય કષ્પો (પાંચમું છેદ સૂત્ર-ગુર્જર છાયા) [૧]પ્રવચન-(શાસ્ત્ર) ને પ્રણામ કરીને, હું સંક્ષેપથી પ્રાયશ્ચિતુ દાન કહીશ. (આગમ-સૂત્ર-આજ્ઞા-ધારણા-જીત એ પાંચ વ્યવહાર કહયા છે તેમાં) જીત અથતુ પરંપરાથી કોઈ આચરણા ચાલતી હોય, મોટા પુરુષે-ગીતાર્થે દ્રવ્ય ક્ષેત્ર કાળ-ભાવ જોઈને નિર્ણત કરેલ હોય તેવો જે વ્યવહાર તે જીત વ્યવહાર. તેમાં પ્રવેશેલ (ઉપયોગ લક્ષણવાળા) જીવની પરમ વિશુદ્ધિ થાય છે. જેમ મલિન વસ્ત્રની ક્ષાર આદિથી વિશુદ્ધિ થાય તેમ કર્મમલયુક્ત જીવને જીત વ્યવહાર મુજબના પ્રાયશ્ચિત્ દાનથી વિશુદ્ધિ થાય . [૨]તપ નું મુખ્ય કારણ પ્રાયશ્ચિત્ છે, વળી તપ એ સંવર અને નિર્જરાનું પણ કારણ છે. અને આ સંવર-નિર્જરા મોક્ષના કારણ ભૂત છે. અથતુિં પ્રાયશ્ચિત્ થકી વિશુદ્ધિ માટે બાર પ્રકારનો તપ કહયો છે. આ તપ થકી આવતા કમ અટકે છે અને સંચિત કર્મોનો ક્ષય થાય છે. જેના પરિણામે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે, .. [૩]સામાયિક થી બિંદુસાર પર્યન્તના જ્ઞાન ની વિશુદ્ધિ વડે ચારિત્ર વિશુદ્ધિ થાય છે. ચારિત્ર વિશુદ્ધિ વડે નિવણ ની પ્રાપ્તિ થાય છે. પણ ચારિત્ર ની વિશુદ્ધિ વડે નિવણિ અર્થીઓએ પ્રાયશ્ચિતુ ને અવશ્ય જાણવું જોઈએ કેમકે પ્રાયશ્ચિત્ વડે જ ચારિત્ર વિશુદ્ધિ થાય છે. _ [૪]તે પ્રાયશ્ચિત્ દશ પ્રકારે છે. આલોચના પ્રતિક્રમણ ઉભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારંચિત. [૫]અવશ્યકરણીય એવી સંયમક્રિયા રૂપ યોગ કે જેનો હવે પછીની ગાથાઓમાં નિર્દેશ કરેલ છે.) તેમાં પ્રવર્તેલા અદુષ્ટ ભાવવાળા છવાસ્થની વિશુદ્ધિ કે કર્મબંધ નિવૃત્તિ માટે નો અપ્રમત્તભાવ તે આલોચના. (હવેની થી ૮ ગાથા દ્વારા આલોચના પ્રાયશ્ચિત કહે છે.) [૬૭]આહાર-આદિનું ગ્રહણ માટે જે બહાર જવું અથવા ઉચ્ચાર ભૂમિ (મળ-મૂત્ર ત્યાગ ભૂમિ) કે વિહાર ભૂમિ (સ્વાધ્યાય આદિ ભૂમિ) એ બહાર જવું કે ચૈત્ય અથવા ગુરુ વંદનાર્થે જવા વગેરેમાં યથાવિધિ પાલન કરવું. આ સર્વેકાય કે અન્ય કાર્યો માટે સો ડગલા કરતા બહાર જવાનું બને તો આલોચના ન કરે તો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy