SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ દસાસુયખં– ૧૯ ૯- ક્રોધ કરવો. સ્વ- પર સંતાપ કરવો. ૧૦- પીઠ પાછળ નિંદા કરવા વાળા થવું ૧૧- વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી. ૧૨- અનુત્પન એવા નવા કજીયા ઉત્પન્ન કરવા - ૧૩- ક્ષમાપના થકી ઉપશાંત કરાયેલા જૂના કલહ-કજીયા ફરી ઉભા કરવા. ૧૪- અકાલ -સ્વાધ્યાય માટે વર્જિત કાળ. તેમાં સ્વાધ્યાય કરવો. ૧૫- સચિત્ત રજયુક્ત હાથ-પગ વાળા વ્યકિત પાસેથી ભિક્ષાદિ ગ્રહણ કરવા. ૧૬- અનાવશ્યક મોટે-મોટેથી બોલવું, અવાજે કરવા. ૧૭- સંઘ કે ગણમાં ભેદ ઉત્પન્ન કરનારા વચનો બોલવા. ૧૮- કલહ અથતુ વાયુદ્ધ કે કજીયા કરવા. ૧૯- સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કંઈ ને કંઈ ખાતા રહેવું ૨૦- નિર્દોષ ભિક્ષા વગેરે ની શોધ કરવામાં સાવધાન ન રહેવું. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિ સ્થાન કહેલા છે. તે પ્રમાણે હું કહું છું. જો કે અહીં વીસની સંખ્યાતો એક આધાર તરીકે મૂકાઈ છે. આ પ્રકારના અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે. પણ તે બધાંનો સમાવેશ આ વીસની અંતર્ગત જાણવો-સમજવો જેમકે વધારાના શય્યા-આસન રાખવા. તો ત્યાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપકરણ એ સર્વે દોષનો સમાવેશ થાય તેમ સમજી જ લેવું ચિત્ત સમાધિને માટે આ સર્વે અસમાધિ સ્થાનો નો ત્યાગ કરવો. પ્રથમ દસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (દસા- ૨ સબલા) સબલ નો સામાન્ય અર્થ વિશેષ બળવાનું કે ભારે થાય. સંયમ ના સામાન્ય દોસો પહેલી દસામાં કહયા તેની તુલના એ મોટા કે વિશેષ દોષ નું આ દસામાં વર્ણન છે. - [૩] હે આયુષ્યમાનુ! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મે આ પ્રમાણે સાંભળેલ છે. - આ (આહતું પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર એકવીસ સબલ (દોષ) પ્રરૂપેલા છે. તે સ્થવિર ભગવંતે ખરેખર કયા એકવીસ શબલ દોષ કહયા છે? સ્થવિર ભગવંતે નિશ્ચયથી જે એકવીસ શબલ દોષ કહયા છે તે આ પ્રમાણે છે : ૧- હસ્ત કર્મ કરવું મૈથુન સંબંધિ વિષયેચ્છા ને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગ-ઉપાંગ આદિનું સંચાલન વગેરે કરવા. ૨-મૈથુન પ્રતિસેવન કરવું. ૩- રાત્રિભોજન કરવું. રાત્રિના અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ વાપરવા. ૪- આધાકર્મિક-સાધુના નિમિત્તે થયેલ- આહાર ખાવો. પ- રાજા નિમિત્તે બનેલ અશન-આદિ આહાર ખાવો - ક્રિત-ખરીદેલ, ઉધાર લીધેલ, છિનવી ને લીધેલ, આજ્ઞા વગર અપાયેલ કે સાધને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy