SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો-૫, સૂત્ર-૧૪૭ ૧૭૩ [૧૪૭સાધુ કે સાધ્વીને રાત્રે અથવા સંધ્યા વેળા લાંબો સર્પ કરડે ત્યારે સાધુ સ્ત્રી પાસે કે સાધુ-પુરુષ પાસે ઔષધ કરાવે એવું અપવાદ માર્ગે સ્થવિર કલ્પીને કહ્યું. આવો અપવાદ સેવનાર સ્થવિર કલ્પી ને પરિહાર તપ પ્રાયશ્ચિતું પણ ન આવે. આ સ્થવિર કલ્પનો આચાર કડ્યો. જિનકલ્પીને આ રીતે અપવાદ માર્ગનું સેવન ન કો એ આચાર જિનકલ્પીનો કડ્યો. પાંચમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ (ઉદ્દેસા-) [૧૪૮] જે કોઈ સાધુ-સાધ્વી પોતાના સગાને ઘેર જવા ઈચ્છે તો સ્થવિરને પૂછ્યા સિવાય જવું ન કલ્પ, પૂછયા પછી પણ જો સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જો આજ્ઞા વિના જાય તો કેટલા દિવસ રહે તેટલું છેદ કે તપ પ્રાયશ્ચિત્ આવે. અલ્પસૂત્રી કે આગમ ના અલ્પજ્ઞાતાને એકલાને પોતાના સગાને ત્યાં જવું ન કહ્યું. બીજા બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાની સાથે સગાને ઘેર જવું કહ્યું. ત્યાં ગયા પછી પહેલા ભાત થયા હોય પણ દાળ ન થઈ હોય તો ભાત લેવા કહ્યું પણ દાળ લેવી ન કલ્પે. પહેલા દાળ થઈ હોય અને ગયા પછી ભાત, થાય તો દાળ લેવી કલ્પ. પણ ભાત લેવા ન કલ્પે બંને પહેલેથી ઉતર્યા હોય તો બંને લેવા કલ્યું અને એકપણ વસ્તુ ન થઈ હોય તો કશું લેવું ન કલ્પે. અર્થાત્ સાધુના ગયા પહેલાં જે કંઈ તૈયાર હોય તે બધું કહ્યું અને ગયા પછી તૈયાર થાય તેવો કોઈપણ આહાર ન કલ્પે. [૧૪૯]આચાર્ય ઉપાધ્યાય ના ગણના વિશે પાંચ અતિશય કહયા છે. ઉપાશ્રયમાં પગને ઘસી ઘસી ને પુંજે અથવા વિશેષ પ્રમાર્જે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી ઉપાશ્રયમાં મળ-મૂત્રનો ત્યાગ કરે, શુદ્ધિ કરે, વૈયાવચ્ચ કરવાનું સામર્થ્ય હોય તો ઈચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન હોય તો વૈયાવચ્ચ ન કરે, ઉપાશ્રયમાં એક-બે રાત્રિ વાસ કરે કે ઉપાશ્રયની બહાર એક-બે રાત્રિ વાસ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. [૧૫] ગણાવચ્છેદકના ગણને વિશે બે અતિશય કડ્યા છે. ગણાવચ્છેદક ઉપાશ્રયમાં કે ઉપાશ્રય બહાર એક કે બે રાત્રી વસે તો જિનાજ્ઞા ઉલ્લંઘન થતું નથી. [૧૫૧]તે ગામ-નગર-રાજધાની.... યાવતુ સંનિવેશ ને વિશે, એક જ આંગણ એક જ દરવાજો-પ્રવેશ નિગમનનો એક જ માર્ગ હોય ત્યાં ઘણાં અગિતાર્થ સાધુને (શ્રુતના અજ્ઞાનને) એકઠાં થઈ રહેવું ન કલ્પે. જો ત્યાં આચાર પ્રકલ્પ ના જ્ઞાત સાધુ હોય તો રહેવું કો પણ જો ન હોય તો ત્યાં જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિત્ આવે. [૧૫]તે ગાયાવત્સં નિવેશને વિશે જુદી જુદી વાડ હોય, દરવાજા તથા જવા આવવાના માર્ગ પણ જુદા જુદા હોય ત્યાં ઘણા અગીતાર્થ સાધુને તથા શ્રુત અજ્ઞાની ને એકઠા થઈને રહેલું ન કલ્પ. જો ત્યાં કોઈ એક આચાર પ્રકલ્પનિસીહ આદિના જાણકાર હોય તો તેની સાથે ત્રણ રાત્રિમાં આવીને સાથે રહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy