SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ નિસીહ-૧૭/૧૨૫૯ આદાનપ્રદાન થતું હોય તેવા સ્થાનો ના શબ્દો ને કાન દ્વારા શ્રવણ કરવા ઈચ્છા કે સંકલ્પ-પ્રવૃત્તિ કરે-કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૨ માં સુત્ર-૭૬૩ થી ૭૭૪ એ બાર સુત્રોમાં આ બધાં પ્રકારના સ્થાનોની વ્યાખ્યા કરાયેલી છે. તે પ્રમાણે જાણી-સમજી લેવી. તફાવત માત્ર એટલો છે કે બારમાં ઉદ્દેશામાં આ વર્ણન ચક્ષુઈન્દ્રિય ને આશ્રિને જોવા માટેના સંકલ્પ તરીકે વર્ણવેલું છે જે અહીં શ્રવણ-ઈન્દ્રિયને આશ્રિને સાંભળવા ની ઈચ્છા કે સંકલ્પના દોષ રૂપે જાણવું-સમજવું. [૧૨૫૯] જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા શબ્દોને વિશે સજ્જ થાય. રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય કે અત્યંત આસકત થાય, કોઈને સજ્જ થવા-રાગ થવા વાળા આદિ માટે પ્રેરે છે તે રીતે રાગાસકત આદિ થયેલાની અનુમોદના કરે તો. એ પ્રમાણે ઉદેસા-૧૭ માં જણાવેલા કોઈપણ દોષનું જે કોઈ સાધુ-સાધ્વી પોતે સેવન કરે, બીજા પાસે સેવન કરાવે કે તે-તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જે લઘુ ચૌમાસી પ્રાયશ્ચિતુ તરીકે પણ ઓળખાય છે. સતરમાં ઉદેસાની મુનિદીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ ઉદેસોઃ ૧૮) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૧૨૬૦ થી ૧૩૩૨ એટલે કે કુલ ૭૩ સૂત્રો છે. જેમાં કહેલા કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાપમસિવું હરામ કથાતિય નામક પ્રાયશ્ચિત્ આવે. [૧૨૬૦] જે સાધુ-સાધ્વી અતિ આવશ્યક પ્રયોજન સિવાય નૌકાવિહાર કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૬૧-૧૨૬૪] જે સાધુ-સાધ્વી મૂલ્ય આપીને નાવ-ખરીદી, - - ઉધાર લઈ - - પરાવર્તીત કરી, - - કે છીનવી લઈને તેના ઉપર આરોહણ કરે અર્થાતુ ખરીદવા વગેરે દ્વારા નૌકાવિહાર કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૪ ના સૂત્ર ૮૬૩ થી ૮૬૬ માં આ ચારે દોષનું વર્ણન કરાયેલું છે તે મુજબ જાણી-સમજી લેવું તફાવત એટલો કે ત્યાં પાત્ર માટે ખરીદી વગેરે દોષ જણાવેલા છે તે અહીં નૌકા-હોડી માટે સમજી લેવા.) [૧૨૬૫-૧૨૭૧] જે સાધુ-સાધ્વી (નૌકાવિહાર માટે) નાવ ને સ્થળમાંથી અર્થાત્ કિનારેથી પાણીમાં - - પાણીમાંથી કિનારે મંગાવે, - - છિદ્રાદિકારણે પાણીથી ભરાયેલ નાવમાંથી પાણી બહાર કાઢે, - - કાદવમાં ફસાયેલ નાવ બહાર કઢાવે, -- અડધે રસ્તે બીજો નાવિક મને લેવા આવશે તેમ કહી અર્થાત્ મોટી નાવમાં જવા માટે નાની નાવમાં બેસે, - - ઉર્ધ્વ એક યોજન કે અડધા યોજન થી વધારે લાંબા માર્ગ ને પાર કરનારી નાવમાં નૌકા વિહાર કરે- આ સર્વે દોષ સેવન કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ . [૧૨૭૨] જે સાધુ-સાધ્વી નાવ હોડીને પોતાની તરફ લાવવા પ્રેરણા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy