SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો–૧૫, સૂત્ર-૯૦૯ ૧૩૭ અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૯૮૯-૯૧૬]જે સાધુ-સાધ્વી સચિત્ત આંબો- કેરી ખાય, - - કે ચુસે, - - સચિત આંબો, તેની પેસી, ટુકડા, છાલકે છાલની અંદરનો ભાગ ખાય, -- કે ચુસે, -- સચિત્તનો સંઘટ્ટો થતો હોય ત્યાં રહેલ આંબો, -- કે તેની પેસી, ટુકડા, છાલ વગેરે ખાય, -- કે ચુસ- આવું પોતે કરે, બીજા પાસે કરાવે, એમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૯૧૭-૯૭૦] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગ એક કે અનેક વખત પ્રમાર્જાવે, બીજાને પ્રમાર્જન કરાવવા પ્રેરે, પ્રમાર્જન કરાવનારની , અનુમોદના કરે. (આ સૂત્રથી આરંભીને ) જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિચરતા અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન કરાવે, બીજાને તેમ કરાવવા પ્રેરે છે તેમ કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસાઃ- ૩ માં સૂત્રઃ ૧૩૩ થી૧૮૫ આ બધું જ વર્ણન કરાયેલું છે. એટલે ૯૧૮ થી ૯૭૦ સૂત્રનું વિવરણ તે પ્રમાણે સમજી લેવું ફક માત્ર એટલો છે કે ઉદ્દેસા ત્રણમાં આ કાર્યો સ્વયં કરે તેમ જણાવે છે. આ ઉદ્દેસામાં આ કાર્યો અન્ય પાસે કરાવે તેમ સમજવું) [૯૭૧-૭૯]જે સાધુ-સાધ્વી ધર્મશાળા, બગીચો, ગાથાપતિના ઘર કે તાપસોના નિવાસ - - - - આદિમાં મળમૂત્ર નો ત્યાગ કરે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (ઉદેસા- ૮ માં સ્ત્ર- ૫૬૧ થી ૫૯ માં ધર્મશાળા થી આરંભીને મહાગૃહ સુધીનું વર્ણન છે. તે જ પ્રમાણે અહીં આ નવ સૂત્રોમાં વર્ણન કરાયેલું છે. માટે નવું સૂત્રોનું વર્ણન ઉદ્દેસા- ૮ મુજબ જાણી-સમજી લેવું. ફક માત્ર એટલો કે અહીં ધર્મશાળા આદિ સ્થાનો માં “મળ-મૂત્ર પરઠવે તેમ સમજવું.) [૯૮૦-૯૮૧] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને અશન-પાન -ખાદિમ- સ્વાદિમ - - વસ્ત્ર, પાત્ર કંબલ રજોહરણ આપે, અપાવે કે આપનારની અનુમોદના કરે. [૯૮૨-૧૦૦૧] જે સાધુ-સાધ્વી પાસત્થા ને અશન આદિ આહાર, -- વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેના પાસેથી ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. એ જ પ્રમાણે ઓસન્ન- - કુશીલ, -- નિતિય, - - સંસકત, - -ને આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેમના પાસેથી ગ્રહણ કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધ :- પાસત્યા થી સંસકત સુધીના શબ્દોની વ્યાખ્યા ઉદેસા-૧૩ ના સૂત્ર ૮૩૦ થી ૮૪૭ ના વર્ણન માં કરાયેલી છે. તે મુજબ જાણી-સમજી લેવી.) [૧૦૦૨] જે સાધુ સાધ્વી કોઈને નિત્ય પહેરવાના, સ્નાનના, વિવાહ ના રાજસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલું કે નિમંત્રણ પૂર્વક મળેલું વસ્ત્ર કયાંથી આવ્યું કે કઈ રીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પુચ્છા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ કરે- કરાવે-અનુમોદે. [૧૦૦૩-૧૦૫]જે સાધુ-સાધ્વી વિભૂષા નિમિત્તે અર્થાત્ શોભા-સુંદરતા આદિ વધારવાની બુદ્ધિ પૂર્વક પોતાના પગનું એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે અનુમોદે. (આ સૂત્રથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતાં પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy