SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ F ૧૩૧ ઉદ્દેસો—૧૧,સૂત્ર–૭૩૫ [૭૩૫] જે સાધુ-સાધ્વી નૈવેદ્ય પિંડ એટલે કે દેવ-વ્યંતર પક્ષ આદિ માટે રખાયેલ ભોજન ખાય-ખવડાવે-ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [9૩૬-૭૩૭] જે સાધુ-સાધ્વી સ્વચ્છંદ-આચારી ની પ્રશંસા કરે; નમસ્કાર કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [9૩૮-૭૩૯] જે સાધુ-સાધ્વી જાણીતા (સ્વજન આદિ) અને અજાણ્યા (સ્વજન સિવાયના) એવા અયોગ્ય-દીક્ષાની યોગ્યતા ન હોય તેવા ઉપાસક (શ્રાવક) અનુપાસક (શ્રાવક સિવાયના) ને પ્રવજ્યા- દીક્ષા આપે, ઉપ સ્થાપના (વર્તમાન કાળે વડી દીક્ષા ) આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. -- - [૭૪૦]જે સાધુ-સાધ્વી અયોગ્ય એટલે કે અસમર્થ પાસે વૈયાવચ્ચ-સેવા લે, લેવડાવે, લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૪૧-૭૪૪] જે સાધુ- અચેલક, - - કે અચેલક હોય અને અચેલક કે સંચલક સાથે નિવાસ કરે અર્થાત્ સ્થવિર કલ્પી અન્ય સામાચારીવાળા સ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે, અને જે જિનકલ્પી હોય અનેસ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે (અથવા અચેલક કે અચેલક સાધુ અચેલક કે અચેલક સાધ્વી સાથે નિવાસ કરે) કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૫] જે સાધુ-સાધ્વી રાત્રે સ્થાપિત- પિપર, પિપરચૂર્ણ, સુંઠ, સુઠચૂર્ણ, ખારીમાટી, મીઠું સિંધાલુ વગેરે વસ્તુનો આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. વંદન [૭૪૬] જે સાધુ-સાધ્વી પર્વત, ઉષરભૂમિ, નદી, ગિરિ આદિના શિખર કે વૃક્ષની ટોચ પરથી પડતા, પાણી, અગ્નિમાં સીધા કે કૂદીને પડતા, વિષભક્ષણ, શસ્ત્રપાત, ગળાફાંસો, વિષય વશ દુઃખ થી તદ્ભવ- તે જ ગતિ પ્રાપ્તર્થે, અન્તઃ શલ્ય, વૃક્ષશાખા એ લટકીને, (ગીધાદિ દ્વારા ભક્ષણતે) ગૃદ્ધસૃષ્ટ મરણ પામતા અથવા તેવા પ્રકારના અન્ય કોઈપણ બાળ મરણ પ્રાપ્ત કરનાર ની પ્રશંસા કરેકરાવેઅનુમોદે (સંક્ષેપમાં કહીએ તો આવા કોઈપણ પ્રકારે આત્મઘાત કરનારની પ્રશંસા કરે-કરાવે કે અનુમોદે. - એ પ્રમાણે ઉદ્દેસા-૧૧ માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુમિિસક પરિહાર સ્થાન અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ અર્થાત્ ‘ગુરુચૌમાસી’ પ્રાયશ્ચિત્ આવે અગિયારમાં ઉદ્દેશાની મુનિદીપરત્નસાગરે કરેલ ‘ગુજર્ર છાયા પૂર્ણ. ઉદ્દેસો- ૧૨ ‘નિસીહ’ સૂત્રના આ ઉદ્દેસામાં ૭૪૭ થી ૭૮૮ એટલે કે કુલ ૪૨ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને પામ્ભાસિયં પરિહારકાળ કપાતિયં નામક પ્રાયશ્ચિત્ આવે છે જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ કહે છે . [૭૪૭-૭૪૮] જે સાધુ-સાધ્વી કરુણા બુદ્ધિથી કોઈપણ ત્રસ જાતિના પ્રાણીને તૃણ-મુંજ-કાષ્ઠ ચર્મ-નેતર-સુતર કે દોરીના બંધનથી બાંધે-બંધાવે-અનુમોદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy