SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પુણ્યિાણ-૪/૮ બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી વરસે વરસે પુત્ર પુત્રીના યુગલને ઉત્પન્ન કરતી સતી સોળ વરસે કરીને બત્રીસ પુત્ર પુત્રીને પ્રસવશે - ઉત્પન્ન કરશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે ઘણા દારક, કુમાર, કુમારિકા, હિંભ અને હિંભ અને કિંભિકાઓમાંના કેટલાકને ચિતા સુખાવાવડે, કેટલાકને સ્તનપાન કરાવવા વડે, કેટલાકને સ્તનપર રાખવાવડે, કેટલાકના નાચવાવડેમારવાવડે, કેટલાકની અલ નાડે, કેટલાકના સ્તન માગાવાવડે, કેટલાકના દૂધ માગવા વડે, કેટલાકના રમકડા માગવા વડે, કેટલાકના ખાજ માગવાવડે, કેટલાકના પાણી માગવાવડે, એ જ રીતે હસવા વડે, રોષવડે, આક્રોશવડે, અત્યંત આક્રોશવડે, મારવા વડે, ભાગી જવાવડે, પાછળ પકડિવા જવાવડે, રોવાવડે, આઝંદવડે, વિલાપવડે, મોટા શબ્દથી પોકાર કરવાવડે, ઉચા. શબ્દ કરવાવડ, નિદ્રા પામવાવડે, પ્રલાપ કરવાવડે, દાઝવાવડે, વમન કરવાવડે, વિણ કરવાવડે, મૂત્ર કરવાવડે, અત્યંત વ્યાકુળ થશે અને તેમના મૂત્ર, વિષ્ટા અને વમન વિગેરે વડે અત્યંત લીંપાયેલી રહેશે, વસ્ત્ર અત્યંત મલિન રહેશે, શરીરે અતિ દુર્બળ થશે યાવતુ થશે અત્યંત બીભત્સ અને દુર્ગંધવાળી થવાથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા કામ ભોગ ભોગવીને વિચરવાને માટે શક્તિમાન થશે નહીં. - ત્યારપછી તે સોમા બ્રાહ્મણી એકા એટલે રાત્રિના પાછલા ભાગે કુટુંબ જાગરણ પ્રત્યે જાગતી એટલે કુટુંબની કરતી સતી તેણીને આવા પ્રકારનો યાવત્ અધ્યવસાય-ઉત્પન્ન થશે કે હું આ ઘણા દરક યાવતુ ડિંભિકાઓમાંના કેટલાકને ચીતા સુવા. વડવાડે યાવતુ કેટલાક ના મૂત્રવડે, દુષ્ટ બાળકોવડે, દુષ્ટ જન્મવડે હત, વિપ્રહત અને ભગ્ન થયેલી હોવાથી એક પ્રહારથી પડી જવાય એવી તથા મૂત્ર, વિષ્ણુ અને વમનથી લીંપાયેલી અતિ લીંપાયેલી યાવતુ અતંત દુર્ગધ વાળી હું રાષ્ટ્રકૂટની સાથે યાવતું ભોગ ભોગવતી વિચારવાને માટે શક્તિમાન નથી. તેથી કરીને તે માતાઓને ધન્ય છે યાવતુ તેમનું જીવિત સફળ છે કે જેઓ વંધ્યા છે, જેઓને પ્રસૂતિ થઈ નથી, જેઓ જાનું અને કણીની જ માતા છે, જેઓ મનોહર સુંગધી પદાર્થના ગંધવાળી છે અને તેથી કરીને જ વિસ્તારવાળા મનુષ્ય સંબંધી કામભોગને ભોગવતી વિચરે છે. પરંતુ હું તો અઘન્ય છું, પુણ્યરહિત છું. મેં પુણ્ય કર્યું નથી, કે જેથી રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા યાવતું કામ ભોગને ભોગવતી સતી વિચર વાને શક્તિમાન થતી નથી. તે કાળે તે સમયે સુવ્રતા નામની આ ઈસમિતિવાળી યાવતુ ઘણા પરિવાર વાળી અનુક્રમે વિહાર કરતી જ્યાં વિભેલ નામનું ગામ હતું ત્યાં આવી યથાયોગ્ય અવ ગ્રહ ગ્રહણ કરીને યાવતુ વિચરશે-રહેશે. ત્યારપછી તે સુવ્રતા આયનો એક સંઘાટક (સાધ્વીનું યુગલ)વિભેલ ગામમાં ઉંચ નીચ ઘરમાં વાવતુ ગોચરીને માટે અટન કરતો રાષ્ટ્રકૂટને ઘેર પ્રવેશ કરશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓને આવતી જોશે. જોઇને હ્યષ્ટ તુષ્ટ થઈ શીધ્રપણે જ આસનથી ઉભી થશે. ઉભી થઈને સાત આઠ પગલાં સન્મુખ જશે. સન્મુખ જઈને તેમને વાંદશે, નમસ્કાર કરશે, વાંદી નમસ્કાર કરી વિસ્તાર વાળા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને પ્રતિભાભી આ પ્રમાણે બોલશે-આ પ્રમાણે નિશે હે આયઓ ! રાષ્ટ્રકૂટની સાથે વિસ્તારવાળા ભોગ ભોગવતાં મેં વરસે વરસે બબે બાળકને પ્રસવ્યા, અને સોળ વરસે કરીને બત્રીશ પુત્ર પુત્રીઓને પ્રસવ્યા છે. તેથી હું તે ઘણા દારક યાવતુ ડિભિકા ઓમાંના કેટલાકને ચિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy