SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્રીવપન્નત્તિ – ૬/૨૪૯ લવણસમુદ્રમાં જન્મ લે છે. અને કેટલાક જીવો એવા પણ છે કે જેઓ જંબુદ્વીપમાં મૃત્યુ પામીને લવણસમુદ્રમાં જન્મ ગ્રહણક૨તાનથી.આ પ્રમાણે લવણસમુદ્રમાં મૃત્યુ પામેલા કેટલાક જીવોની ઉત્પત્તિ જંબૂદ્વીપમાં હોય છે અને કેટલાક જીવોની ઉત્પત્તિ હોતી નથી. ખંડદ્વારથી, યોજનદ્વારથી, ભરતાદિ રૂપ વર્ષદ્વારથી, મન્દરાદિ રૂપ પર્વતદ્વારથી, તીર શિખર રૂપ કૂટદ્વારથી, મગધાદિ રૂપ તીર્થદ્વારથી, વિદ્યાધરોથી શ્રેણીદ્વારથી ચક્રવર્તિ ઓના વિજયદ્વારથી, હૃદયદ્વારથી તેમજ નદી રૂપ સલિલદ્વારથી-‘આ છઠ્ઠા વક્ષસ્કારમાં એ દશ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક લાખ યોજન વિસ્તારવાળા જમ્બુદ્વીપના ખંડગણિત મુજબ ભરતક્ષેત્ર પ્રમાણ ખંડો કરીએ તો ૧૯૦ ખંડો થશે. ૫૨૬-૬/૧૯ ને ૧૯૦ વખત એકત્ર ક૨વાથી જંબુદ્રીપનો એક લાખ યોજન પ્રમાણ વિસ્તાર થઈ જાય છે. દક્ષિણ અને ઉત્તરના ખંડોની જોડ પહેલાં ભરતના અધિકારમાં કહેવામાં આવી છે એથી હવે તે વિશે અહીં સ્પષ્ટતા કરવામા આવશે નહિ. હે ગૌતમ ! ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન જેટલું જંબૂદ્વીપનું ક્ષેત્રફળ છે. જંબુદ્વીપનું ક્ષેત્રફળ ૧ ગદ્યૂત ૧૫૧૫ ધનુષ ૬૦ અંગુલ જેટલું છે. જંબુદ્રીપની રિધિનું પ્રમાણ ૩૧૬૨૨૭ યોજન જેટલું છે. હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામક દ્વીપમાં સાત ક્ષેત્રો કહેવામાં આવેલા છે. તેમના નામો આ પ્રમાણેછે ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હિરણ્યવર્ષ, હરિવર્ષ રમ્યકવર્ષ અને મહાવિદેહ. હે ગૌતમ ! જંબુદ્રીપમાં ૬ વર્ષધર પર્વતો આવેલા છે. એ ક્ષુલ્લ હિમવંત વગેરે નામવાળો છે. એમને વર્ષધર એટલા માટે કહેવામાં આવેલા છે કે એમના વડે ક્ષેત્રોનું વિભાજન કરવામાં આવ્યું છે. એક મંદ૨૫ર્વત કહેવામાં આવેલ છે અને એ પર્વત શરીરમાં નાભિની જેમ ઠીક જંબૂદ્વીપના મધ્ય ભાગમાં અવસ્થિત છે. એક ચિત્રકૂટ કહેવામાં આવેલ છે. એક વિચિત્ર કૂટ પર્વત કહેવામાં આવેલા છે. બે યમકપર્વતો કહે વામાં આવેલા છે. એ યમકપર્વતો ઉત્તર કુરુક્ષેત્રમાં છે. બસો કાંચનપર્વતો કહેવામાં આવેલા છે. દેવકુ અને ઉત્તરકુરુમાં જે ૧૦ દૂહો છે. તેમના બન્ને કિનારાઓ ઉ૫૨ દરેક તટ પર ૧૦-૧૦ કાંચનપર્વતો છે. ૨૦ વક્ષસ્કાર પર્વતો છે. એમાં ગજદન્તના આકાર વાળા ગન્ધમાદન વગેરે ચાર તથા ચાર પ્રકારના મહાવિદેહમાં દરેકમાં ચારના સદ્ભાવથી ૧૬ ચિત્રકૂટાદિક એ બધા મળીને ૨૦ વક્ષસ્કાર પર્વતો છે. ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે. એ વિજયોમાં અને ભરત ઐરવત એ બે ક્ષેત્રોમાં દરેકમાં એક-એક દીર્ઘ વૈતાઢ્ય છે. ચા૨ ગોળ આકારવાળા વૃત્તવૈતાઢ્ય પર્વતો છે. હૈમવતુ વગેરે ક્ષેત્રોમાં એક-એક વૃત્તવૈતાઢ્ય પર્વત છે. એથી એ બધા ચાર પર્વતો છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં એ બધા પર્વતોની કુલ સંખ્યા ૨૬૯ થાય છે એવું મેં મહાવીરેતેમજ બીજા તીર્થંકરોએ કહ્યું છે. હે ગૌતમ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં ૫૬ વર્ષધર કૂટો આવેલા છે. તે આ પ્રમાણે છે-ક્ષુદ્ર હિમવાન્ પર્વત અને શિખરી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં ૧૧-૧૧ ફૂટો આવેલા છે. મહાહિમવન અને રુક્મી એ બે પર્વતોમાંથી દરેક પર્વતમાં ૯-૯ ફૂટો આવેલા છે. આ પ્રમાણે મળીને બધા ૫૬ વર્ષધર કૂટો છે. ૯૬ વક્ષસ્કાર કૂટો આ જંબૂદ્વીપમાં છે. ૩૦૬ વૈતાઢ્ય કૂટો છે. મેરુપર્વત ૫૨ નવ ફૂટો આવેલા છે. આ પ્રમાણે આ બધા કૂટો મળીને ૪૬૭ થાય છે. હે ગૌતમ ! ત્રણ તીર્થો કહેવામાં આવેલા છે, જેમકે માગધ, વરદામ અને પ્રભાસ હે ગૌતમ ! ઐરવત ક્ષેત્રમાં ત્રણ તીર્થો છે. તે આ પ્રમાણે માગધ, ૨૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy