SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૫ ૨૩૩ દામ ખંડને અનિમિષ દ્રષ્ટિથી જોતાં-જોતાં સુખ પૂર્વક આનંદ સાથે રમતા રહેતા. ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે વૈશ્રમણ કુબેરને બોલાવ્યો. અને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! તમે શીધ્ર ૩ર હિરણ્યકોટિઓને, ૩૨ સુવર્ણ કોટિઓને, ૩૨ નન્દોનેવૃત્ત લોહાસનોને તેમજ ૩૨ ભદ્રાસનોને કે જેઓ અતીવ સુંદર અને ચમકતા હોય, ભગવાન તીર્થંકરના જન્મભવનમાં લાવો-સ્થાપિત કરો. અને એ સર્વની સ્થાપના કરીને આજ્ઞા પૂરી કરવામાં આવી છે એની મને ખબર આપો. ત્યાર બાદ વૈશ્રમણ વડે કહેવામાં આવેલા તે ભૂક દેવો બહુજ અધિક હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળા થયા અને પાવતુ તેમણે બહુજ શીધ્ર ૩૨ હિરણ્ય કોટિઓ વગેરેને ભગવાન તીર્થંકરના જન્મ ભવનમાં સ્થાપિત કર્યા. તત્પાશ્ચાતું તે વૈશ્રમણ દેવ જ્યાં દેવેન્દ્ર દેવરાજ બિરાજમાન હતો ત્યાં આવીને તેમને કાર્ય પૂર્ણ કર્યાની ખબર આપી. ત્યાર બાદ તે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. દેવાનુપ્રિયો! તમે શીધ્ર ભગવાનું તીર્થંકરના જન્મનગરમાં જે શૃંગાટકો વગેરે મહાપથો છે ત્યાં જઈને જોર-શોરથી ઘોષણા કરીને આ પ્રમાણે કહો તમે બધાં ભવનપતિ વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ સાંભળો કે જે દેવાનુપ્રિય તીર્થકર કે તીર્થંકરના માતાના. સંબંધમાં અશુભ સંકલ્પ કરશે તેનું મસ્તક આયેક વનસ્પતિ વિશેષની મંજરિકાની જેમ સો-સો કકડાના રૂપમાં થઈ જશે. આ પ્રમાણે શક્ર વડે આજ્ઞપ્ત થયેલા તે આભિયોગિક દેવોએ આજ્ઞાને હે સ્વામિનું ! એવી જ ઘોષણા અમે કરીશું. પોતાના સ્વામી દેવેન્દ્ર દેવરાજ શક્રની આજ્ઞાનો સ્વીકાર કરીને પછી તેઓ ત્યાંથી આવતા રહ્યા. આવીને પછી અતીવ શીધ્ર ભગવાન તીર્થંકરના જન્મ નગર સ્થાન શૃંગાટક, ત્રિક, ચતુષ્ક વગેરે માર્ગો ઉપર તેઓ પહોંચી ગયા અને ત્યાં આ જાતની ઘોષમાં કરવા લાગ્યા-આપ સર્વ ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ તેમજ દેવીઓ સાંભળો. જે કોઈ તીર્થકરના માતાના સંબંધમાં દુષ્ટ સંકલ્પ કરશે. તેનું માથું આજઓ નામક વનસ્પતિ વિશેષની મંજરિકાની જેમ સો-સો કકડાવાળું થઈ જશે. ત્યાર બાદ તે બધા ભવનપતિ વાનયંતર જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવોએ ભગવાન તીર્થંકરના જન્મનો મહિમા કર્યો. જન્મનો મહિમા કરીને પછી તેઓ જ્યાં નંદીશ્વર દ્વીપ હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે અાલિકા મહોત્સવ સંપન્ન કર્યો. | વક્ષસ્કાર-૫-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરાછાયા પૂર્ણ (વક્ષસ્કાર ) [૨૪૫-૨૪૯? હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામક દ્વીપના પ્રદેશો શું લવણ સમુદ્રને સ્પર્શે છે? હા ગૌતમ ! જંબુદ્વીપના જે ચરમ પ્રદેશો લવણસમુદ્રાભિમુખ છે. તે લવણ સમુદ્રને સ્પર્શે છે. હે ભદત ! લવણસમુદ્રને સ્પર્શનારા જે જમ્બુદ્વીપના ચરમપ્રદેશો છે તે શું જંબૂદ્વીપના જ કહેવાશે? હે ગૌતમ! તે જંબૂદ્વીપના ચરમપ્રદેશો કે જેઓ લવણસમુદ્રને સ્પર્શી રહ્યા છે, તેઓ પરંતુ જંબુદ્વીપના જ કહેવાશે. આ પ્રમાણે લવણસમુદ્રના ચરમ પ્રદેશો કે જેઓ જંબૂદ્વીપને સ્પર્શે છે તે પણ આ પ્રમાણે જ સમજી લેવા જોઈએ. હે ભદન્ત! જંબૂદ્વીપમાં આવેલા જીવો પોતપોતાના આયુષ્યના અંતમાં મરણ પામીને શું લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! કેટલાક જીવો એવા છે કે જેઓ જંબૂદ્વીપમાં મરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy