SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જંબદ્ધવપનરિ-પ/૨૩૯ યોજના જેટલા વિસ્તારવાળું હતું આની મહેન્દ્રધ્વજા પ00 યોજન જેટલી ઊંચી હતી. આ વિમાનકારી આભિયોગિક દેવ હતો. શેષ બધું કથન જે પ્રમાણે શક્રના અધિ કારમાં કહેવામાં આવ્યું છે, તેવું જ છે. આનો રતિકર પર્વત દક્ષિણ દિગ્દર્તી હોય છે કે જ્યાં આવીને તે ત્યાંથી ચાલે છે. ત્યાં મન્દર ઉપર આવીને તેણે પ્રભુની પર્યાપાસના કરી. તે કાળે અને તે સમયે, જ્યારે પ્રભુનો જન્મ થયો અને જ્યારે ૫૬ દિક્કમારિકાઓ આદર્શ પ્રદર્શનાદિ રૂપ કાર્ય સંપાદન કરી ચૂકી ત્યારે અસુરેન્દ્ર અસુરકુમારાજ બલી પણ ચમરની જેમ જ મન્દર પર્વત ઉપર આવ્યા અને તેણે પણ પ્રભુની પર્યપાસના કરી. પદથી આ તફાવત પ્રકટ કરવામાં આવ્યો છે કે એને ૬૦ હજાર સામાનિક દેવો હતા અને સામાનિક દેવો કરતાં ચોગણાં આત્મરક્ષક દેવો હતા. સેનાપતિ મહાકુમ નામક દેવ હતો. મહૌઘસ્વરા નામક એની ઘંટા હતી. શેષ બધું યાન-વિમાનાદિક વિસ્તારનું કથન ચમરના પ્રકરણના કથન જેવું જ છે. એની ત્રણ પરિષદાઓનું વર્ણન જે પ્રમાણે જીવા ભિગમ સૂત્રમાં કહેવામાં આવેલું તેવું જ અહીં પણ સમજવું. એની રાજધાનીનું નામ બલિચંચા છે. આનો નીકળવાનો માર્ગ દક્ષિણ દિશા તરફ હોય છે. આનો રતિકર પર્વત ઉત્તર-પશ્ચિમ દિશ્વર્તી હોય છે. તે કાળે અને તે સમયે ધરણ પણ ખૂબ ઠાઠ-માઠ સાથે ચમરની જેમ મંદર પર્વત આવ્યો. પણ તે ૬ હજાર સામાનિક દેવોથી ૬ અગ્રમહિષી ઓથી તેમજ સામાનિક દેવોની અપેક્ષાએ ચાર ગુણા આત્મરક્ષક દેવોથી યુક્ત થઈને આવ્યો. એની મેઘસ્વર નામની ઘંટા હતી. પદત્યનીકાધિપતિનું નામ ભદ્રસેન હતું. ૨૫ હજાર યોજન પ્રમાણ વિસ્તારવાળું એનું યાનવિમાન હતું. આની મહેન્દ્ર ધ્વજા ૨૫૦ યોજન જેટલી ઊંચી હતી. આ પ્રમાણે જ ધરણેન્દ્રની વક્તવ્યતા મુજબ અસુરેન્દ્રો ચમર અને બલીન્દ્રોને બાદ કરીને ભવન વાસીન્દ્રોના-ભૂતાનન્દાદિકોના વિશેની વક્તવ્યતા જાણવી જોઇએ. તફાવત ફક્ત આટલો જ છે કે અસુરકુમારોની ઘંટા ઓઘસ્વરા નામક છે અને નાગકુમારાની ઘંટા મેઘસ્વરા નામક છે. સુપર્ણકુમારોની ઘંટા હંસરા નામક છે. વિધુત્યુમારોની ઘંટા કૌચસ્વરા નામક છે. અગ્નિકુમારોની ઘંટા મંજુસ્વરા નામક છે. દિકુમારોની ઘંટા મંજુઘોષા છે. ઉદધિકુમારોની ઘંટા સુસ્વરા નામક છે. દ્વીપકુમારોની ઘંટા મધુરસ્વરા નામક છે. વાયુકુમારોનીઘંટા નંદિઘોષા નામક છે. અમરના સામાનિક દેવોની સંખ્યા૬૪હજારછે.બલીન્દ્રના સામાનિકદેવોની સંખ્યા ૬૦ હજાર છે. ધરણેન્દ્રના સામા નિક દેવોની સંખ્યા ૬ હજાર છે. આ પ્રમાણે ૬ હજાર અસુરવર્ક ધરણેન્દ્રાદિ ૧૮ ભવન વાસીન્દ્રોના સામાનિક દેવો છે તેમજ એમના આત્મરક્ષક દેવો સામાનિક દેવો કરતાં ચારગણા છે.દક્ષિણદિશ્વર્તીચમરેન્દ્ર વર્જિત ભવનપતીન્દ્રોનો પદાત્યનીકાધિ પતિ ભદ્ર સેન છે. તથા ઉત્તર દિશ્વર્તી બલિ વર્જિત ભવનપતીન્દ્રોનો પદાયનીકાધિપતિ દક્ષ છે. એજ પ્રમાણે આ પૂર્વમાં ભવનવાસિયોના સંબંધમાં કથન પ્રગટ કરવામાં આવેલું છે તે પ્રમાણે જ વાનયંતરો તેમજ જ્યોતિષ્ક દેવોના સંબંધમાં પણ કથન સમજી લેવું જોઈએ. સામાનિક દેવોની સંખ્યા ચાર હજારો છે. એમની પટ્ટ દેવીઓ ચાર હોય છે. એમના આત્મરક્ષક દેવો ૧૬ હજાર હોય છે. એમના યાન-વિમાનો એક હજાર યોજન જેટલા લાંબા-ચોડા હોય છે. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ ૧૨૫ યોજન જેટલી છે. દક્ષિણ દિશ્વર્તી વ્યાન્તરોની ઘંટાઓ મંજુત્વરા નામની છે અને ઉત્તર દિગ્વતી વાનવ્યતરોની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy