SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ જંબુલીવપન્નત્તિ-પ/૨૨૭ ગુણોનતિ કરીશું. કેટલાંક દેવ-દેવીઓ એ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે પ્રભુની સામે પ્રભુની સામે ઊભા થઈને હાથ જોડી શું. કેટલાંક દેવ-દેવીઓ આ અભિપ્રાયથી શક્ર પાસે આવ્યા કે ત્યાં જઈને અમે ચરમ તીર્થંકરના દર્શન કરીશું. કેટલાંક દેવ-દેવીઓ જિનેન્દ્રની ભક્તિના અનુરાગથી અને કેટલાંક દેવ-દેવીઓ જિન જન્મના ઉત્સવમાં જવું આ અમારો આચાર છે. વગેરે વગેરે ભિન્ન ભિન્ન અભિપ્રાયોથી પ્રેરિત થઈને શક્રની પાસે આવ્યાં. દેવેન્દ્ર દેવરાજ શકે વિના વિલંબે તેમની પાસે આવેલાં તે દેવ-દેવીઓને જોયાં. તે સર્વને જોઇને હર્ષિત થઇને પાલક નામક આભિયોગિક દેવને બોલાવ્યો. બોલાવીને તે શકે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીધ્ર એક દિવ્ય યાનની વિદુર્વણા કરો આ યાનવિમાન હજારો સ્તંભોવાળું હોય,તથા લીલા કરતીઅનેક પુત્તલિકાઓથી સુશોભિત હોય, ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, વિહંગ, વ્યાલ, કિન્નર, રૂરૂ-મૃગ એ બધાનાં ચિત્રોની રચ નાથી એ આશ્ચર્ય પ્રદ હોય, એના દરેક સ્તંભમાં વજની વેદિકા હોય આને જે ૧ હજાર યોજનજેટલુંવિસ્તીર્ણ કહેવામાં આવેલું છે, તેયોજન પ્રમાણાંગુલથીનિષ્પન્ન થયેલો યોજના જ ગૃહીત થયેલો છે. એ વાયાનવિમાનની વિદુર્વણા કરીને અમને તરત ખબર આપો. 1 [૨૨૮] દેવેન્દ્ર દેવરાજ શક્ર વડે આ પ્રમાણે આજ્ઞપ્ત થયેલા તે પાલક દેવે હષ્ટ તુષ્ટ યાવતુ થયેલા તે પાલક દેવે વૈક્રિય સમુઘાત કરીને આજ્ઞા મુજબ જ યાન વિમાનની વિકવણા કરી. તેણે તે દિવ્ય યાનવિમાનની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પ્રતિરૂપકની વિદુર્વણા કરી. તે યાન વિમાનની અંદરનો ભૂમિભાગ બહુ સમરમણીય હતો. તે અંદર નો ભૂમિ ભાગ મૃદંગ મુખ યાવતું ચિત્તાના ચર્મ જેવો બહુ સમરમણીય હતો. તે યાન વિમાનને હજારો કિલો અને શત્રુઓના આક્રમણો સામે ટકી શકે તે રીતે મજબૂત કર વામાં આવેલું હતું. ભાગમાં તેણે એક વજમય અંકુશની વિદુર્વણા કરી. અહીં ફરી તેણે કુમ્ભપ્રમાણ એક વિશાળ મુક્તામાળાની વિદુર્વણા કરી આ મુક્તમાળા અન્ય મુક્તા માળાવાળી હતી. ચોમેર સારી રીતે પરિવૃત હતી. એ માળાઓ તપનીય સુવર્ણ નિર્મિત કન્દુક જેવાં આભરણ વિશેષોથી સમલકત હતી. સુવર્ણના પત્રોથી મંડિત હતી વિવિધ મણિઓથી, વિવિધહારોથી, અદ્ધહારોથી ઉપશોભિત હતી. સારા ઉદયવાળી હતી, સુંદર રીતે તૈયાર કરવામાં આવી હતી અને પરસ્પર એક બીજી માળાથી પરોવાઈ સંઘ દ્રિત થઈને મંદ-મંદ રૂપમાં હાલી રહી હતી. એમની પરસ્પર સંઘટ્ટનાથી જે શબ્દ નીક ળતો હતો તે અતીવ કર્ણ મધુર લાગતો હતો. એ માળાઓ પોતાના આસ-પાસના પ્રદે શોને સુગંધિત કરતી હતી. એ પ્રમાણે એ માળાઓ ત્યાં હતી. તે સિંહાસનના વાયવ્ય કોણમાં, ઉત્તર દિશામાં, ઈશાન દિશામાં શક્રના ૮૪ હજાર સામાનિક દેવોના ૮૪ હજાર ભદ્રાસનો પૂર્વ દિશામાં, આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસનો અગ્નિકોણમાં આત્યંતર પરિષદાના ૧૨ હજાર દેવોના ૧૨ હજાર ભદ્રાસનો દક્ષિણ દિશામાં મધ્ય પરિષદાના ૧૪ હજાર દેવોના ૧૪ હજાર ભદ્રાસનો અને નૈઋત કોણમાં બાહ્ય પરિષદાના ૧૬ હજાર દેવોના ૧૬ હજાર ભદ્રાસનો તથા પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિઓના સાત ભદ્રાસનો સ્થાપિત કર્યો. તેણે તે સિંહા સનની ચોમેર ૮૪-૮૪ હજાર આત્મરક્ષક દેવોના ૮૪-૮૪ હજાર ભદ્રાસનો પોતાની વિદુર્વણા શક્તિથી સ્થાપિત કર્યો તે દિવ્ય યાન-વિમાનનો વર્ણ પ્રમાણે તત્કાલ ઉદિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy