SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૪ ૨૧૭ એક હજાર યોજન છે. મધ્યમ કાંડની ઊંચાઈ ૬૩ હજાર યોજન છે. આ કથનથી ભદ્રશા લવન, નંદનવન, સૌમનસવન, અને બે અન્તર એ બધા મન્દર પર્વતના મધ્યકાંડમાં અન્તભૂત થઈ જાય છે. ઉપરિતન કાંડની ઊંચાઈ ૩૬ હજાર યોજન છે. આ પ્રમાણે આ મંદર પર્વતનું કુલ પ્રમાણ એક લાખ યોજન છે. હે ભદત! મંદર પર્વતના કેટલા નામો કહેવામાં આવેલા છે? ૧૬ નામો છે. મન્દર મેર મતોરામ સુદર્શન સ્વયંપ્રભ ગિરિરાજ રત્નોચ્ચય શિલોચ્યય મધ્યલોક નાભિ અચ્છ સૂર્યાવર્ત સૂર્યાવરણ ઉત્તમ દિગાદિ' હે ભદત ! આ પર્વતનું મન્દર એવું નામ આપશ્રીએ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ! મન્દર પર્વત ઉપર મન્દર નામક દેવ રહે છે. તે મહર્તિક વગેરે વિશેષણો વાળો છે. તથા એક પલ્યોપમ જેટલી એની સ્થિતિ છે. એથી આનું નામ મન્દર પર્વત એવું કહેવામાં આવેલું છે. અથવા આનું આવું નામ અનાદિ નિષ્પન્ન છે. હે ભદત ! આ જંબૂદીપ નામક દ્વીપમાં નીલવાનું નામ વર્ષધર પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશામાં તેમજ રમ્યક ક્ષેત્રની દક્ષિણ દિશામાં અને પૂર્વ દિગ્ધ લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમદિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જંબુદ્વીપ નામક દ્વીપમાં નીલવાન નામે વર્ષધર પર્વત આવેલ છે. આ વર્ષધર પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. જેવી વક્તવ્યતા નિષધ વર્ષધર પર્વતના સમ્બન્ધમાં કહેવામાં આવેલી છે, તેવી જ છે. એની જીવા દક્ષિણ દિશામાં આવેલી છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં આવેલું છે. આ વર્ષધર પર્વત ઉપર કેશરી દ્રહ છે. એના દક્ષિણ તોરણ દ્વારથી સીતા મહાનદી નીકળી છે. અને ઉત્તર કુરમાં પ્રવાહિત થતી યમક પર્વતો તેમજ નીલવાનું ઉત્તર કુર, ચન્દ્ર, ઐરાવત અને માલ્યવાનું એ પાંચ દ્રહોને વિભક્ત કરતી-કરતી ૮૪ હજાર નદીઓથી સંયુક્ત થઇને આગળ પ્રવાહિત થતી તે મહાનદી મન્દર પર્વતને બે યોજન દૂર મૂકીને પૂર્વાભિમુખ થઈને પાછી ફરે છે અને નીચેની તરફ માલ્યવાન વક્ષસ્કાર પર્વતને મૂકીને તે મન્દર પર્વતની પૂર્વ દિશા તરફ થઈને, પૂર્વ વિદેહ વાસને બે ભાગોમાં વિભક્ત કરી નાખે છે. પછી ત્યાંથી એક-એક ચક્રવર્તી વિજયમાંથી ૨૮-૨૮ હજાર નદીઓ વડે સમ્પરિત થઇને કુલ પ૩ર૦૦૦ નદીઓથી યુક્ત થઈને તે વિજય દ્વારની જગતીને નીચેથી વિદીર્ણ કરીને પૂર્વ દિશા તરફ વર્તમાન લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. શેષ બધું શીતોદા નદીના પ્રકરણ મુજબ જ સમજી લેવું જોઇએ. એજ નીલવાનુ પર્વતમાંથી નારી કાન્તા નામે નદી પણ ઉત્તરાભિમુખી થઈને નીકળે છે. જે ગંધાપાતિ વૃતવૈતાઢ્ય પર્વત છે, તેને ૧ યોજન દૂર મૂકીદે છે અને પશ્ચિમ દિશા તરફ વળી જાય છે. અહીંથી આગળનું બધું કથન હરિકાન્તા નદીના પ્રકરણમાં કહ્યા મુજબ જ છે. ' હે ભદત ! નીલવાનું વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! નીલવાનું! વર્ષધર પર્વત ઉપર નવ કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, નીલવસ્કૂટ, પૂર્વ વિદેહ, સીતા કૂટ, કીર્તિકૂટ, નારીકૂટ, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શનકૂટ, એ બધા ફૂટ હિમવતુ કૂટની જેમ પ00 યોજન જેટલા છે. એથી એમના વિશેની વક્તવ્યતા પણ હિમવતૂટ જેવી જ સમજવી જોઇએ. નીલવાનું નામક દેવીની અને કૂટોના અધિપતિ ઓની રાજધાનીઓ મેરુની ઉત્તર દિશામાં આવેલી છે. એ નીલવાનું પર્વત નીલવર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy