SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૪ ૨૧૧ આગળ ૧૦૮ ઘંટો, ૧૦૮ ચંદન કળશો, ૧૦૮ શ્રૃંગારકો, ૧૦૮ દર્પણો, ૧૦૮ મોટા-મોટા થાળો, ૧૦૮ પાત્રીઓ, ઈત્યાદિ રૂપમાં અહીં બધું કથન ૧૦૮ ધૂપ કટાહો મૂકેલા છે. અહીં સુધી જાણી લેવું. આ મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં પંડકવન છે. આ પપ્પક વનમાં ૫૦ પચાસ યોજન આગળ ગયા પછી એક વિશાળ સિદ્ધાયતન આવેલું છે. આ પ્રમાણે જ પુષ્ક રિણીઓ અને પ્રાસાદાવસકો વિષે પણ કહેવામાં આવેલું છે. આ બધાં વિષે સૌમનસ વનના વર્ણનમાં જે પ્રમાણે કહેવામાં આવેલું છે તેવું જ અત્રે પણ સમજી લેવું જોઈએ. યાવતુ હતુ તત્પષ્કરિણી મધ્યવર્તી પ્રાસાદાવતંસકો અને ઈશાનવતંસકેન્દ્ર સંબંધી છે. હે ભદત! પડુંક વનમાં જિન જન્મ સમયમાં જિનેન્દ્રને સ્થાપિત કરીને અભિષેક કરવામાં આવે છે, એવી અભિષેક શિલાઓ કેટલી કહેવામાં આવેલી છે ગૌતમ ! ત્યાં ચાર અભિષેક શિલાઓ કહેવામાં આવેલી છે. પંડુશિલા, પંડુકંબલશિલા, રક્તશિલા અને રક્તકંબલ શિલા. મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં તથ પંડકવનની પૂર્વ સીમાના અંતમાં પડકવનમાં પાંડુ શિલા નામક શિલા આવેલી છે. આ શિલા ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અર્ધ ચંદ્રના આકાર જેવો છે. પ00 યોજન જેટલો એનો આયામ છે તથા ૨૫૦ યોજન જેટલો આનો વિખંભ છે. બાહુલ્ય ચાર યોજન જેટલું છે. આ સવત્મિના સુવર્ણમય છે અને આકાશ તથા સ્ફટિક જેવી નિર્મળ છે. ચોમેરથી આ પદ્રવ રવેદિકા અને વનખંડથી આવત છે. એ પાંડુ શિલાની ચોમેર ચાર ત્રિસોપાન પ્રતિ રૂપકો છે. તે પાંડુ શિલાની ઉપરનો ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલો છે. યાવતુ અહીં આગળ વ્યંતર દેવો આવે છે અને આરામ વિશ્રામ કરે છે. તે બહુ સમરમણીય ભૂમિ ભાગના એકદમ મધ્યમાં ઉત્તર દક્ષિણ દિશાઓ તરફ એટલે કે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં એક-એક સિંહાસન આવેલું છે. આ સિંહાસન આયામ અને વિષ્ક્રભની અપેક્ષાએ ૫૦૦ ધનષ જેટલું છે. તેમજ બાહલ્ય મોટાઈની અપેક્ષાએ ૨પ૦ ધનુષ જેટલું છે. તે બે સિંહાસનોના મધ્યમાં જે ઉત્તર દિગ્દર્તી સિંહાસન છે, તેની ઉપર અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમા નિક દેવો અને દેવીઓ વડે કચ્છાદિ વિજ્યાષ્ટકોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને સ્થાપિત કરીને જન્મોત્સવના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. તેમજ જે દક્ષિણ દિશ્વર્તી સિંહાસનો છે તેની ઉપર વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવો વડે જન્માભિષેકના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. આ પાંડુશિલા પૂર્વાભિમુખવાળી છે અને તેની જ સામે પૂર્વ મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલું છે. ત્યાં એકસાથે બે તીર્થંકરો ઉત્પન્ન થાય છે. એમાં શીતા મહા નદીના ઉત્તર દિગ્દર્તી કચ્છાદિ વિજ્યાષ્ટકમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરો છે. એમનો અભિષેક ઉત્તર દિશ્વર્તી સિંહાસન ઉપર થાય છે અને શીતા મહાનદીના દક્ષિણ દિગ્દર્ટી વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોનો અભિષેક દક્ષિણ દિશ્વર્તી સિંહાસન ઉપર થાય છે. મન્દર ચૂલિકાની દક્ષિણ દિશામાં અને પંડકવનની દક્ષિણ સીમાના અન્ત ભાગમાં પડકવનમાં પંડુકંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy